ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને ક્યાં કારણથી ગુમાવવી પડી હતી સરકાર ?

author img

By

Published : Aug 21, 2021, 11:03 PM IST

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહે ક્યા કારણથી સરકાર ગુમાવવી પડી હતી
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહે ક્યા કારણથી સરકાર ગુમાવવી પડી હતી

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહની લાંબી બિમારી બાદ તેમનું નિધન થયું છે. તો તેમની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાની વાત કરીએ તો, રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદના કારણે વિવાદ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાને પોતાની સરકાર ગુમાવવી પડી હતી. આ ઉપરાંત એક દિવસ માટે તેમને તિહાર જેલ પણ જવું પડ્યું હતું. 90ના દાયકામાં અટલ બિહારી વાજપેયી પછી કલ્યાણ સિંહ ભાજપના બીજા એવા નેતા હતા, જેમને જોવા અને સાંભળવા માટે લોકો ખૂબ જ ઉત્સુક હતા.

  • ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું નિધન
  • રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદના કારણે કલ્યાણ સિંહે ગુમાવી હતી સરકાર
  • કલ્યાણ સિંહ આ વિવાદના કારણે એક દિવસ તિહાર જેલ પણ રહી આવ્યા હતા

હૈદરાબાદઃ જ્યારે પણ રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદની ચર્ચા થશે. ત્યારે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું નામ જરૂર આવશે. આ વિવાદના કારણે કલ્યાણ સિંહે સરકાર ગુમાવવી પડી હતી. આ ઉપરાંત તેઓ એક દિવસ માટે તિહાર જેલ પણ ગયા હતા. કલ્યાણ સિંહે મુખ્યપ્રધાન તરીકે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવવાનો ઈનકાર કરી દીધો હતો. તેનું પરિણામ એ આવ્યું કે, વિવાદિત બાબરી ઢાંચાને કારસેવકોએ ધ્વસ્ત કરી દીધો હતો.

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું સ્વાસ્થ્ય કથળ્યું, PGIના ICUમાં દાખલ કરાયા

તિરસ્કારના કેસમાં મળી હતી સાંકેતિક સજા

ઓક્ટોબર 1994માં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને એક દિવસ માટે જેલની સજા થઈ હતી. જોકે, કલ્યાણ સિંહે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને કહ્યું હતું કે, બાબરી ઢાંચાને કોઈ નુકસાન નહીં થવા દઈએ. તેમ છતાં 6 ડિસેમ્બર 1992ના દિવસે કારસેવકોએ ઢાંચો તોડી કાઢ્યો હતો. ત્યારબાદ કલ્યાણ સિંહ પર કોર્ટની અવગણનાનો કેસ ચાલ્યો હતો. આ અવગણનાની અરજી મોહમ્મદ અસલમ નામના યુવકે દાખલ કરી હતી. 24 ડિસેમ્બર 1994એ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, કોર્ટની અવગણનાએ દેશના ધર્મનિરપેક્ષ તાને-બાનેને પ્રભાવિત કરી છે. આ માટે મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને સાંકેતિક રીતે એક દિવસ માટે જેલ મોકલવામાં આવે છે. તેમણે 20,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ બાબરી વિધ્વંસ કેસ: ઐતિહાસિક ચુકાદાનો દિવસ

કલ્યાણ સિંહને સરકાર ગુમાવવાનો ક્યારે પણ અફસોસ નહતો થયો

કલ્યાણ સિંહ રામ મંદિર આંદોલન સાથે સતત જોડાયેલા રહ્યા હતા. 90ના દાયકામાં અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા એવા નેતા હતા, જેમને જોવા અને સાંભળવા માટે લોકો ઉત્સુક હતા. પોતાની સભામાં ખૂલ્લેઆમ તેઓ કહેતા રહ્યા હતા કે, રામ માટે તે પોતાની સત્તાને અનેક વખત કુરબાન કરી શકે છે. તેમણે ક્યારેય જેલની સજા પર પણ અફસોસ નથી થયો. 30 જુલાઈ 2020ના દિવસે કલ્યાણ સિંહે કહ્યું હતું કે, બાબરી વિધ્વંસ પછી તેમની સરકાર પડી ગઈ હતી અને તેમને દંડ થયો હતો, પરંતુ તેનો તેમને કોઈ અફસોસ નથી. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય મેં લીધો હતો અને તે ભારતના હિતમાં હતો.

જ્યારે જેલમાં લગાવી શાખા

એવું નથી કે તેઓ ફક્ત એક વખત જેલ ગયા હતા. ઘટના 1990ની છે. વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં કારસેવાની જાહેરાત કરી હતી. ત્યારે ઉત્તરપ્રદેશના તત્કાલિન મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવે હજારો કારસેવકોની ધરપકડ કરી હતી. અલ્હાબાદની નૈની જેલમાં સાડા છ હજાર કારસેવકોની સાથે પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ પણ હતા. ત્યારે તેમણે જેલમાં જ શાખા લગાવી હતી.

6 ડિસેમ્બર 1992એ શું થયું હતું?

6 ડિસેમ્બર 1992ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના આહ્વાન પર દોઢ લાખથી વધુ કારસેવક સાંકેતિક કારસેવા કરવા અયોધ્યા પહોંચ્યા હતા. એક દિવસ પહેલા એટલે કે 5 ડિસેમ્બરે બપોરે વિશ્વ હિન્દુ પરિષદ માર્ગદર્શક મંડળે ઔપચારિક નિર્ણય કર્યો હતો કે, માત્ર સાંકેતિક કારસેવા થશે. રિપોર્ટ્સ અનુસાર, અચાનક જ ભીડ ઉગ્ર થઈ ગઈ અને કારસેવકોએ ઢાંચાને ધ્વસ્ત કરી દીધો હતો. જોકે, લિબ્રાહન આયોગે પોતાના રિપોર્ટમાં આને એક સમજી વિચારેલું ષડયંત્ર ગણાવ્યું હતું.

ઉત્તરપ્રદેશ પોલીસના મહાનિદેશકે ફાયરિંગની મંજૂરી માગી હતી

જ્યારે ભીડ ગુંબજ ધ્વસ્ત કરી રહી હતી. ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ કાલિદાસ માર્ગ પર આવેલા આવાસમાં હતા. તેમની સાથે લાલજી ટંડન પણ હતા. જ્યારે અયોધ્યામાં કારસેવકોના ઉગ્ર થવાના સમાચાર લખનઉ પહોંચ્યા. ઉત્તરપ્રદેશ પોલીસના મહાનિદેશક એસ. એમ. ત્રિપાઠી મુખ્યપ્રધાનને મળવા પહોંચ્યા હતા. તેમણે કલ્યાણ સિંહ પાસે ફાયરિંગની મંજૂરી માગી હતી. મુખ્યપ્રધાને પોલીસ મહાનિદેશકને અશ્રુ ગેસ અને લાઠી ચાર્જથી સ્થિતિ કાબૂમાં લેવાનો આદેશ કર્યો હતો. સાંજ થતા થતા બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ચૂકી હતી. કલ્યાણ સિંહે તેની જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે, તત્કાલિન વડાપ્રધાન નરસિંહ રાવની સલાહ પર રાષ્ટ્રપતિએ કલ્યાણ સરકારને બરખાસ્ત કરી દીધી હતી અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જાહેરાત કરી હતી.

ભાજપને થયો મોટો ફાયદો

આ ઘટના પછી ભલે કલ્યાણ સિંહની સરકાર જતી રહી, પરંતુ ભાજપને રાષ્ટ્રીય સ્તર પર રાજકીય ફાયદો થયો હતો. ભાજપ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત હિન્દી પટ્ટીમાં પણ મજબૂત થઈ હતી. આગામી ચૂંટણી રાજસ્થાન, હિમાચલ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશમાં ઉભરી હતી. રામ મંદિર આંદોલનની અસર એ રહી કે, વર્ષ 1996માં અગિયારમી લોસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. ભાજપને 161 બેઠકમાંથી 52 ઉત્તરપ્રદેશમાં મળી હતી. મધ્યપ્રદેશથી પાર્ટીના ખાતામાં 27 બેઠક આવી હતી. બિહારમાં ભાજપે 18 બેઠક જીતી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપે 16 બેઠક પર જીત મેળવી હતી. તો ગુજરાતમાં 12 બેઠક પર પાર્ટીએ સફળતા મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.