ETV Bharat / bharat

અરમાન કોહલીના ડિરેક્ટર પિતા રાજકમાર કોહલીનું નિધન, બોલિવુડમાં શોકની લહેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 1:54 PM IST

અરમાન કોહલીના ડિરેક્ટર પિતા રાજકમાર કોહલીનું નિધન, બોલિવુડમાં શોકની લહેર
અરમાન કોહલીના ડિરેક્ટર પિતા રાજકમાર કોહલીનું નિધન, બોલિવુડમાં શોકની લહેર

રાજકુમાર કોહલીનું નિધન થયાં સમાચારને પગલે બોલિવુડમાં શોકની લહેર છે. ફિલ્મ અભિનેતા અરમાન કોહલીના પિતા, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

મુંબઈ : બોલિવૂડના વિવાદાસ્પદ અભિનેતા અરમાન કોહલીના ડિરેક્ટર પિતા રાજકુમાર કોહલીનું નિધન થયું છે. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ડિરેક્ટરનું આજે 24 નવેમ્બરે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. રાજકુમાર કોહલીએ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. રાજુકમાર કોહલીએ 70ના દાયકામાં નાગિન અને જાની દુશ્મન જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મોને લોકો આજે પણ ભૂલ્યા નથી. રાજકુમાર કોહલીના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના અંતિમ સંસ્કાર આજે 24મી નવેમ્બર (શુક્રવાર)ના રોજ કરવામાં આવશે.

બાથરુમમાં બેભાન મળ્યાં : બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવેલા ડિરેક્ટર-એક્ટર અરમાન કોહલીના મિત્ર વિજય ગ્રોવરએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે જ્યારે રાજકુમાર કોહલી સ્નાન કરવા માટે બાથરૂમ ગયા હતા. તેઓ લાંબા સમય સુધી બહાર ન આવ્યાં ત્યારે અભિનેતા અરમાન કોહલી તપાસ કરવા ગયૈ અને લાંબા સમય સુધી દરવાજો ખટખટાવ્યા પછી અંદરથી તેમના પિતા તરફથી કોઈ જવાબ ન મળ્યો. બાદમાં અભિનેતાએ દરવાજો તોડ્યું હતું ત્યારે તેમના પિતાને ફ્લોર પર બેભાન પડેલા જોયાં હતાં. અરમાન કોહલી તરત જ રાજકુમાર કોહલીને હોસ્પિટલ લઈ ગયાં જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતાં.

રાજુકમાર કોહલીની કારકિર્દી : આપને જણાવીએ કે વર્ષ 1930માં જન્મેલા રાજુકમાર કોહલીએ 60ના દાયકામાં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1963માં, દિગ્દર્શકે તેમની પ્રથમ ફિલ્મ સપરીથી તેમની ફિલ્મી કારકિર્દીને વેગ આપ્યો. આ પછી વર્ષ 1966માં પંજાબી ફિલ્મ દુલ્લા ભટ્ટી બનાવી. ચાર વર્ષ પછી 1970માં 'લૂટેરા' અને 'કહાની હમ સબ કી' ફિલ્મો બનાવી. વર્ષ 1976 માં આવેલી ફિલ્મ નાગીને તેમને હિન્દી સિનેમામાં સફળતાનો સ્વાદ ચખાડ્યો. આ ફિલ્મ આજે પણ દરેક ઘરમાં લોકપ્રિય છે. આ પછી, 1979માં રીલિઝ થયેલી ફિલ્મ જાની દુશ્મને તેમને હિન્દી સિનેમાના ચહેતા બનાવી દીધા અને મોટા દિગ્દર્શકોની યાદીમાં તેમનું નામ જોડાવા લાગ્યું હતું. કહેવાય છે કે જાની દુશ્મન હિન્દી સિનેમાની પહેલી હોરર ફિલ્મ છે.

90ના દાયકામાં નિવૃત્તિ તરફ : આ સિવાય રાજકુમાર કોહલીએ નૌકર બીવી કા (1983) અને ઇન્તેકામ (1988) ફિલ્મો બનાવી. 90 ના દાયકામાં તેઓ સિનેજગતથી દૂર થતાં ગયાં અને તેમની છેલ્લી ફિલ્મ જાની દુશ્મન - એક અનોખી કહાની હતી, જેમાં તેમના પુત્ર અરમાન કોહલીએ વિલનની ભૂમિકા ભજવી હતી.

અરમાન કોહલી વિશે : બોલિવૂડમાં ઘણી ફિલ્મો કર્યા પછી પણ અરમાન કોહલી હિટ ફિલ્મ આપવામાં નિષ્ફળ રહ્યો.જોકે તે ટીવીના સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ શો બિગ બોસમાં જોવા મળ્યો હતો, જ્યાંથી તેને એક નવી ઓળખ મળી હતી. પરંતુ શોમાં તેના સ્વભાવને કારણે તે લોકોનો ફેવરિટ બની શક્યો ન હતો. આ શોમાં, તે અભિનેત્રી કાજલની બહેન તનિષા મુખર્જી સાથે મેળમિલાપ થયો હતો અને બંનેએ પોતાના સંબંધોને કારણે ઘણી હેડલાઇન્સમાં સ્થાન બનાવ્યું હતું.

  1. જાણો કોણ છે સિદ્ધાર્થ મલ્હોત્રાનો ક્રશ, 'કોફી વિથ કરણ' સીઝન 8માં તેના વિશે ખુલાસો કર્યો
  2. મની લોન્ડરિંગ કેસને કારણે અભિનેતા પ્રકાશ રાજ મુશ્કેલીમાં, ED દ્વારા સમન્સ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.