ETV Bharat / bharat

વિદેશ પ્રધાન એસ.જયશંકર 3 દિવસીય મેક્સિકોની મુલાકાતે

વિદેશ પ્રધાન એસ. જયશંકરની મેક્સિકોની મુલાકાતની જાહેરાત કરતા, વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે તેઓ અન્ય વિશ્વ નેતાઓ સાથે મેક્સીકન સ્વતંત્રતાના એકીકરણની 200 મી વર્ષગાંઠના સ્મારક કાર્યક્રમોમાં ભાગ લેશે.

વિદેશ પ્રધાન જ્યશંકર 3 દિવસીય મેક્સિકોની મુલાકાતે

author img

By

Published : Sep 27, 2021, 9:59 AM IST

Updated : Sep 27, 2021, 10:05 AM IST

  • વિદેશ પ્રધાન એસ જયશંકર રવિવારથી ત્રણ દિવસની મેક્સિકોની મુલાકાતે
  • વિદેશ પ્રધાન તરીકે જયશંકરની મેક્સિકોની આ પ્રથમ મુલાકાત
  • જયશંકર મેક્સિકોની આઝાદીની 200મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમોમાં ભાગ લેશે

નવી દિલ્હી: 26 સપ્ટેમ્બર (પીટીઆઈ) વિદેશ પ્રધાન એસ જયશંકર રવિવારથી ત્રણ દિવસની મેક્સિકોની મુલાકાતે છે. તેમની મુલાકાતનો ઉદ્દેશ વેપાર અને રોકાણ તેમજ અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષિય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. વિદેશ પ્રધાન તરીકે જયશંકરની મેક્સિકોની આ પ્રથમ મુલાકાત છે. હાલમાં મેક્સિકો લેટિન અમેરિકામાં ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને 2021-22 માટે ભારત સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) નો અસ્થાયી સભ્ય છે.

આ પણ વાંચો: કોરોના વાયરસને કારણે ફસાયેલા વિદ્યાર્થીઓને ખાસ વિમાન મોકલી ફિલિપાઈન્સથી પરત લવાશેઃ નીતિન પટેલ

મેક્સિકોની આઝાદીના 200 મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ યોજાશે

જયશંકરની મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ અન્ય વિશ્વ નેતાઓ સાથે મેક્સિકોની આઝાદીના મજબૂતીકરણની 200 મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમોમાં ભાગ લેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર "વિદેશ પ્રધાન માર્સેલો એબાર્ડ કાસાબોન સાથેની તેમની મુલાકાત ઉપરાંત, તેઓ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ પ્રધાન મેક્સિકોમાં મુખ્ય સીઈઓ અને વેપારી સમુદાય સાથે પણ વાતચીત કરશે.

આ પણ વાંચો: વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું -'ચીનમાંથી વિદ્યાર્થીઓને લાવવા વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે

ભારતમાંથી મુખ્યત્વે મેક્સિકોમાં આયાત નિકાસ

સત્તાવાર માહિતી અનુસાર, 2018 માં, દ્વિમાર્ગી વેપાર US $ 10.155 અબજ હતો, જેમાંથી US $ 5.231 અબજ નિકાસ કરવામાં આવી હતી અને US $ 4.923 અબજ આયાત કરવામાં આવી હતી. ભારત મુખ્યત્વે મેક્સિકોમાં વાહન અને વાહનના ભાગો, રસાયણો, એલ્યુમિનિયમ ઉત્પાદનો, વિદ્યુત મશીનરી અને ઇલેક્ટ્રોનિક સાધનો, સ્ટીલ વગેરેની નિકાસ કરે છે.

Last Updated : Sep 27, 2021, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.