ETV Bharat / bharat

ડોમિનિકાની કોર્ટે કૌભાંડી વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી

author img

By

Published : Jun 3, 2021, 11:51 AM IST

ડોમિનિકાની કોર્ટે કૌભાંડી વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી
ડોમિનિકાની કોર્ટે કૌભાંડી વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી

પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયેલો કુખ્યાત વેપારી ડોમિનિકાની જેલમાં બંધ છે. જોકે, ડોમિનિકાની કોર્ટે કુખ્યાત કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો આપ્યો છે. ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરાના વેપારી ચોક્સીને દેશમાં ગેરકાયદેસર પ્રવેશ મામલામાં તેની જામીન અરજી નકારી કાઢી છે. આપને જણાવી દીએ કે, મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગીને ડોમિનિકા ગયો હતો.

  • પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડના કૌભાંડનો મામલો
  • કૌભાંડી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકામાં છે
  • ડોમિનિકા કોર્ટે કૌભાંડી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી

ન્યૂઝ ડેસ્કઃ પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયેલો કુખ્યાત વેપારી ડોમિનિકાની જેલમાં બંધ છે. જોકે, ડોમિનિકાની કોર્ટે કુખ્યાત કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો આપ્યો છે. ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરાના વેપારી ચોક્સીને દેશમાં ગેરકાયદેસર પ્રવેશ મામલામાં તેની જામીન અરજી નકારી કાઢી છે. આપને જણાવી દીએ કે, મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગીને ડોમિનિકા ગયો હતો.

આ પણ વાંચો- મેહુલ પર આજે ફરી સુનાવણી કરવામાં આવશે, કોર્ટમાં ભાગેડુએ કહ્યું - હું ડોમિનિકામાં સુરક્ષિત નથી

વર્ષ 2018થી કૌભાંડી કુખ્યાત મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં હતો

પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયેલો કુખ્યાત કૌભાંડી મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018થી ભારતથી ભાગીને એન્ટિગુઆ અને ત્યારબાદ બારબુડામાં રહેતો હતો. જોકે, છેલ્લા થોડા દિવસ પહેલા જ ડોમિનિકાની પોલીસે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેન કસ્ટડીમાં મોકલ્યો હતો. આ મામલામાં ચોક્સીના વકીલે કોર્ટમાં જામીન અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે તે અરજી નકારી કાઢી છે.

આ પણ વાંચો- પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી

કૌભાંડી મેહુલ ચોક્સીના વકીલે કોર્ટમાં જામીન અરજી કરી

કોર્ટના નિર્ણય પછી મેહુલ ચોક્સીના વકીલ અજય અગ્રવાલે જણાવ્યું હતું કે, જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરશે. તેમના વકીલે આરોપ લગાવ્યો હતો કે, તેમના ક્લાયન્ટને એન્ટિગુઆના જોલી હાર્બરથી પકડીને તેને 100 નોટિકલ મીલ દૂર એક હોળીમાં ડોમિનિકા લઈ જવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.