Doda Accident Today : ડોડા રોડ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી

Doda Accident Today : ડોડા રોડ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી
ભાઈબીજના તહેવારની ધામધૂમ વચ્ચે દેશમાં મોટા રોડ અકસ્માતની ખબર સામે આવી હતી. જમ્મુ કશ્મીરના ડોડામાં એક બસ ખાઈમાં પડી જતાં 36 પ્રવાસીનાં મોત નીપજ્યાં છે. ઘટનાને લઇને પીએમ મોદીએ શોક સંદેશ સાથે મદદની જાહેરાત કરી છે.
જમ્મુ કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 36 પ્રવાસીનાં મોત થયા છે જ્યારે 22 પ્રવાસી ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. દુર્ઘટનાને પગલે હતાહતોના પરિવારને સાંત્વના પાઠવવા સહિત પીએમ મોદીએ મૃતકોના પરિવાર માટે એક્સ ગ્રેશિયા વળતરની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
-
Doda bus accident: PM Modi announces Rs 2 lakh ex-gratia to kin of deceased, Rs 50,000 for injured
— ANI Digital (@ani_digital) November 15, 2023
Read @ANI Story | https://t.co/SHQTzKUE6p#Dodabusaccident #PMModi #JammuAndKashmir pic.twitter.com/SzJvVbnuds
મૃત્યુઆંક વધીને 36 થયો જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસ્સાર વિસ્તારમાં આજે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે હવે મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. આ અકસ્માતમાં 22 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્થાનિક લોકો રાહત કાર્ય ચલાવી રહ્યાં છે.
-
#WATCH | At least five people died in a bus accident in Assar region of Doda in J&K. Injured shifted to District Hospital Kishtwar and GMC Doda. Details awaited. pic.twitter.com/vp9utfgCBR
— ANI (@ANI) November 15, 2023
ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. જમ્મુ કાશ્મીર પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. અહીં વડાપ્રધાને ડોડા દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત, પીએમ મોદીએ દરેક મૃતકોના પરિવાર માટે પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. સાથે જ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારના જણાવ્યા અનુસાર બુધવારે ડોડા જિલ્લામાં મુસાફરોથી ભરેલી બસ રસ્તા પરથી લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે બસમાં લગભગ 40થી વધુ મુસાફરો હતાં. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ બટોટે-કિશ્તવાડ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી અને અચાનક કાબૂ બહાર ગઈ અને ત્રુંગલ અસ્સાર પાસે રોડ પરથી લપસીને 300 ફૂટ નીચે ખાઈમાં પડી. આ પછી પ્રવાસીઓની ચીસો સાંબળી સ્થાનિકો દોડી આવ્યાં હતાં અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી.
ગંભીર ઇજાગ્રસ્તોને એરલિફ્ટ કરાયા સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને કારણે બસમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. ઘણી મહેનત બાદ ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તો લોકોને વિશેષ સારવાર માટે એરલિફ્ટ કરીને જમ્મુ લઈ જવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બાદમાં મૃત્યુઆંક વધીને 36 થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ પ્રશાસન સમક્ષ સૌથી મોટો પડકાર ઘાયલ લોકોને સારવાર આપવાનો છે. ઘટના બાદ અનેક વરિષ્ઠ અધિકારીઓએ હોસ્પિટલ અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
બસના માલિક ધીરજ ગુપ્તા ઈટીવી ભારતને મળેલા સત્તાવાર રેકોર્ડ મુજબ, સાડા ત્રણ વર્ષ જૂની બસનો માલિક જમ્મુના નરવાલ વિસ્તારનો રહેવાસી ધીરજ ગુપ્તા છે. ઈટીવી ભારતને જાણવા મળ્યું છે કે 12 ઓગસ્ટ, 2021ના રોજ આ બસનું ઓવરલોડિંગના ગુના માટે ચલણ જારી કરવામાં આવ્યું હતું. આ માટે માલિક ધીરજ ગુપ્તા પર 600 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોડા દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે દરેક મૃતકોના પરિવારજનો માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની એક્સ ગ્રેશિયા વળતર રકમની પણ જાહેરાત કરી છે. તેમણે X પર લખ્યું, 'જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.
