ETV Bharat / bharat

દિગ્વિજય સિંહે Article-370 પર આપેલા નિવેદન અંગે દેશની માફી માગેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

author img

By

Published : Jun 26, 2021, 12:47 PM IST

દિગ્વિજય સિંહે Article-370 પર આપેલા નિવેદન અંગે દેશની માફી માગેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
દિગ્વિજય સિંહે Article-370 પર આપેલા નિવેદન અંગે દેશની માફી માગેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે (BJP MP Sadhvi Pragya Singh Thakur) ફરી એક વાર દિગ્વિજય સિંહ (Digvijay Singh) પર પ્રહાર કર્યા છે. સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સિંહ (Digvijay Singh)ના કાશ્મીરમાં કલમ 370 (Article-370) પર આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કરી દેશની માફી માગવાની વાત કરી હતી.

  • ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે (BJP MP Sadhvi Pragya Singh Thakur) દિગ્વિજય સિંહ (Digvijay Singh) પર કર્યા પ્રહાર
  • દિગ્વિજય સિંહે (Digvijay Singh) કલમ 370 (Article-370) પર આપેલા નિવેદનનો સાધ્વી પ્રજ્ઞાએ કર્યો વિરોધ
  • દિગ્વિજય સિંહ (Digvijay Singh) કલમ 370 (Article-370)ના નિવેદન અંગે દેશની માફી માગેઃ સાધ્વી પ્રજ્ઞા સિંહ

સિહોરઃ રાજધાની ભોપાલનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે (BJP MP Sadhvi Pragya Singh Thakur) ફરી એક વાર કોંગ્રેસના પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ (Digvijay Singh) પર પ્રહાર કર્યા છે. તાજેતરમાં જ દિગ્વિજય સિંહે (Digvijay Singh) કલમ-370 પર નિવેદન આપ્યું હતું. સાધ્વી પ્રજ્ઞાએ કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો વિરોધ કરવા અંગે દિગ્વિજય સિંહ (Digvijay Singh) પર પ્રહાર કર્યા હતા. તેમણે દિગ્વિજય સિંહ (Digvijay Singh) દેશની માફી માગે તેવી વાત કહી હતી.

આ પણ વાંચો- ISIS જાસૂસ હોવાના આરોપ પર ભડક્યા દિગ્ગી, કહ્યું- હું જાસૂસ છું, તો ધરપકડ કેમ નથી કરતા?

કલમ- 370 પર દિગ્વિજય સિંહ (Digvijay Singh)નું નિવેદન શરમજનકઃ સાધ્વી

સિહોરના ટાઉનહોલ (Townhall of Sihor)માં શુક્રવારે યોજાયેલી મીસાબંદી સન્માન સમારોહ (Misabandi honors ceremony)માં બોલતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું હતું કે, કલમ-370 પર આપવામાં આવેલા દિગ્વિજય સિંહ (Digvijay Singh)નું નિવેદન ખૂબ જ શરમજનક છે. તેમણે આ માટે દેશની માફી માગવી જોઈએ. સાધ્વી પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે, કોંગ્રેસની વિચારધારામાં જ્યારે આપણે ઘૂસીને જોઈશું તો ખબર પડશે કે, આતંકવાદની સાથ આપનારી કોંગ્રેસની વિચારધારા છે. દેશભક્તો, સાધુ-સંતોને જેલમાં પૂરી દેવા અને કલમ- 370 પરત લગાવવી આ કોંગ્રેસની વિચારધારા છે. તેમણે કહ્યું હતું કે, બંગાળમાં વામપંથી અને દેશદ્રોહીઓનો કોંગ્રેસ સાથે આપે છે. મહિલાઓ પર અત્યાચાર, ગૌહત્યા કરવી તે કોંગ્રેસની વિચારધારા છે.

આ પણ વાંચો- બાબરી મસ્જિદ પર ટિપ્પણી કરવા બદલ સાધ્વી પ્રજ્ઞા પર FIR કરવામાં આવી

વર્ષ 2008માં બની હતી ઈમરજન્સી (Emergency) જેવી સ્થિતિ

સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે (BJP MP Sadhvi Pragya Singh Thakur) કહ્યું હતું કે, એક ઈમરજન્સી 1975માં લાગી હતી અને બીજી ઈમરજન્સી 2008માં તે વખતે લાગી હતી. જ્યારે માલેગાંવ બ્લાસ્ટ (Malegaon Blast) મામલામાં મને જેલમાં બંધ કરવામાં આવી હતી. મે પોતે તે વસ્તુને સહન કરી છે. કારણ કે, તે દેશભક્ત હેમંત કરકરેને લોકો દેશભક્ત કહે છે, પરંતુ વાસ્તવમાં દેશભક્ત છે તેઓ તેમને દેશભક્ત નથી કહેતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.