ETV Bharat / bharat

Delhi liquor Policy: આપ સાંસદ સંજય સિંહની ધરપકડને પડકારનારી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 7:29 PM IST

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડને પડકારનારી અરજી પર દિલ્હી હાઈકોર્ટે બુધવારે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સંજ્ય સિંહની જામીન અરજીનો વિરોધ કરતાં ઈડીએ કહ્યું હતું કે, સંજય સિંહ ન્યાયિક કસ્ટડીમાં છે. એવામાં તેમની અરજી પર સુનાવણીનો હવે કોઈ અર્થ રહ્યો નથી.

Delhi liquor Policy
Delhi liquor Policy

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બુધવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી થઈ. ઈડીએ સંજય સિંહની અરજીનો વિરોધ કર્યો. ઈડીએ કહ્યું કે, સંજય સિંહ પોલીસ કસ્ટડીમાં છે એવામાં સંજય સિંહની અરજી પર સુનાવણીનો હવે કોઈ અર્થ રહ્યો નથી. ઈડીએ પોતાની દલીલમાં આગળ જણાવ્યું હતું કે, સંજય સિંહના કોઈ મૂળભૂત અધિકારનું હનન થયુ નથી.

સંજય સિંહે કોર્ટમાં શું કહ્યું: સંજય સિંહ પર સીધી રીતે લાંચ લેવાનો કેસ બને છે. ઈડીની દલીલો સાંભળ્યાં બાદ અદાલતે સંજય સિંહની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલાં સંજય સિહની અરજી પર 17 ઓક્ટોબરના સુનાવણી કરી હતી. સંજ્ય સિંહે કોર્ટેને જણાવ્યું હતું કે, સત્તાનો દુરપયોગ કરીને મારી ધરપકડ કરવામાં આવી છે. મની લોન્ડ્રિંગ કાયદા હેઠળ કોઈ કેસ બની શકતો નથી. તેમણે કહ્યું કે, ઈડીએ આ મામલામાં મને એક પણ સમન્સ પાઠવવામાં આવ્યું નથી. 4 ઓક્ટોબરે મારા ઘરે પહોંચેલી ટીમે અચાનક તપાસ કરીને મારી ધરપકડ કરી લીધી.

સંજય સિંહના વકીલની દલીલ: સંજય સિંહના વકિલ વિક્રમ ચૌધરીએ દલીલ કરી કે, તેમના અસીલની ધરપકડ ગેરકાયદે અને દુર્ભાવનાથી પ્રેરિત તથાં સત્તાના દુરપયોગનું ઉદાહરણ છે. માટે ઈડીની કસ્ટડીમાં મોકલવાના નીચલી અદાલતના આદેશને અવગણવો જોઈએ. ચૌધરીએ આગળ કહ્યું કે, ધનશોધન રોકથામ અધિનિયમ હેરાન કરવા માટેનું હથિયાર હોય શકે છે. જો આવી છૂટ આપવામાં આવશે તો કોઈ સુરક્ષિત નહીં રહે. આ સત્તાના દુરપયોગનું સ્પષ્ટ ઉદાહરણ છે.

  1. Exclusive: કેજરીવાલને આતંકવાદી કહેવું તે દિલ્હીના 2 કરોડ લોકોનું અપમાન: સંજય સિંહ
  2. Silent Rally in Rajkot : આપ નેતા સંજય સિંઘની ધરપકડને લઈને રાજકોટમાં મૌન રેલી યોજાઇ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.