ETV Bharat / bharat

સિસોદિયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ કહ્યું, અમારા આટલા ધારાસભ્યોને ખરીદવા માંગતા હતા

author img

By

Published : Oct 29, 2022, 7:27 PM IST

Etv Bharatસિસોદિયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ, ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે
Etv Bharatસિસોદિયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ, ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે

દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ, (Delhi Deputy CM Manish Sisodia) તેલંગાણામાં ધારાસભ્યના હોર્સ ટ્રેડિંગમાં પકડાયેલા દલાલની ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કરીને ભાજપના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર (Sisodia made serious allegations against BJP) આરોપ લગાવ્યા છે.

નવી દિલ્હી: દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ (Delhi Deputy CM Manish Sisodia) તેલંગાણામાં ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગમાં પકડાયેલા દલાલની ઓડિયો ક્લિપને ટાંકીને ભાજપના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો (Sisodia made serious allegations against BJP) લગાવ્યા છે. સિસોદિયાએ કહ્યું કે, ધરપકડ કરાયેલા બ્રોકરે કહ્યું કે, દિલ્હીમાં પણ AAPના 43 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, દલાલ ભાજપના નેતાઓ સંતોષ અને શાહના નામ લઈ રહ્યા છે. જો તે ભાજપના વરિષ્ઠ નેતા B L સંતોષ અને ગૃહપ્રધાન અમિત શાહ છે તો તેની તપાસ થવી જોઈએ. તેમણે આ મામલે CBI અને ED દ્વારા તપાસની માંગ કરી છે.

3 દલાલો ઝડપાયા: મનીષ સિસોદિયાએ (Manish Sisodia) કહ્યું કે, ભાજપ દેશમાં ઓપરેશન લોટસ હેઠળ ધારાસભ્યોને ખરીદવા અને સરકાર તોડવાનું કામ કરી રહી છે. મામલો તેલંગાણાનો છે, અહીં ઓપરેશન લોટસ હેઠળ ધારાસભ્યોને ખરીદનાર 3 દલાલો ઝડપાયા છે. સિસોદિયાએ મીડિયા સામે પોતાનો ફોટો અને ઓડિયો પણ મૂક્યો. તેમણે કહ્યું કે, તેલંગાણામાં ભાજપના 3 દલાલો રામચંદ્ર ભારતી, નંદ નગર, સિમ્હાયા TRSના 4 ધારાસભ્યોને 100 કરોડમાં ખરીદવાના કાવતરામાં પકડાયા હતા.

43 mla ખરીદવા માંગતો હતા: ભાજપ ઓપરેશન લોટસ હેઠળ (Operation Lotus) દિલ્હીમાં 43 ધારાસભ્યોને તોડવાનો પણ પ્રયાસ કરી રહી છે. તેલંગાણામાં ધારાસભ્યને 100 કરોડ રૂપિયા સાથે ખરીદવાનો પ્રયાસ કરતા પકડાયેલા તેના દલાલએ પોતે જ કબૂલાત કરી છે કે, તે જ રીતે દિલ્હીના ધારાસભ્યને ખરીદવા માટે 25-25 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. સિસોદિયાએ પૂછ્યું કે, આ પૈસા ક્યાંથી આવે છે. એક અંદાજ લગાવીએ તો 43 ધારાસભ્યોને ખરીદવા માટે 1075 કરોડ રૂપિયા આવે છે. તેની તપાસ થવી જોઈએ.

3 લોકો કરોડો રૂપિયા સાથે ઝડપાયા: AAP ધારાસભ્ય આતિશીએ (AAP MLA Atishi) કહ્યું કે, ભાજપ ઓપરેશન લોટસ હેઠળ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, મનીષ સિસોદિયાને કહેવામાં આવ્યું કે, ભાજપમાં આવો, તમને CM બનાવવામાં આવશે. તાજેતરનો મામલો તેલંગાણાનો છે. TRSના આ 4 ધારાસભ્યો અને ભાજપના 3 લોકો કરોડો રૂપિયા સાથે ઝડપાયા છે. આતિશીએ તે લોકોના ફોટા પણ બતાવ્યા અને આરોપ લગાવ્યો કે, દિલ્હીમાં પણ ભાજપ 43 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

ઓપરેશન લોટસ: અમિત શાહની ધરપકડ થવી જોઈએ: AAP ધારાસભ્ય આતિશીએ કહ્યું કે, ભાજપે ED CBI અધિકારીઓ પર મનીષ સિસોદિયાની (Sisodia made serious allegations against BJP) ધરપકડ કરવા દબાણ કર્યું. પરંતુ તેમને કંઈ મળ્યું નથી. હવે સવાલ એ છે કે, તેલંગાણામાં ઓપરેશન લોટસ હેઠળ તેમનો પર્દાફાશ થયો છે અને જે દલાલો પકડાયા છે તેઓ ભાજપના નેતા સાથે દેખાઈ રહ્યા છે. શાહનું નામ ઓડિયોમાં લેવામાં આવ્યું હતું. જો આ શાહ દેશના ગૃહપ્રધાન અમિત શાહ છે, તો તેમની સામે CBI ED તપાસ થવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.