ETV Bharat / bharat

ડિફેન્સ એમ્યુનિશન ટેકનીકમાં 'આત્મનિર્ભર ભારત' બિરુદ માટે "દિલ્હી હજૂ દૂર છે!!!"

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 9:08 PM IST

ડિફેન્સ એમ્યુનિશન ટેકનીકમાં 'આત્મનિર્ભર ભારત' બિરુદ માટે "દિલ્હી હજૂ દૂર છે!!!"
ડિફેન્સ એમ્યુનિશન ટેકનીકમાં 'આત્મનિર્ભર ભારત' બિરુદ માટે "દિલ્હી હજૂ દૂર છે!!!"

ડિફેન્સ સેક્ટરમાં હથિયારોની ખરીદીમાં ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં ભરવામાં આવેલ પગલું છે. જો કે હજૂ પણ આપણે આ ક્ષેત્રે અન્ય દેશોની ટેકનીક પર આધારિત છીએ. આપણે વિદેશમાંથી ઉપકરણો મંગાવીને અહીં સુરક્ષા યંત્રો બનાવી રહ્યા છીએ. આટલું કરી દેવાથી 'આત્મનિર્ભર ભારત'નું સપનું પૂરુ નહીં થાય. આપણે ટેકનીકલ રીસર્ચ અને અને વિકાસમાં રોકાણ નહિ કરીએ ત્યાં સુધી આપણને સફળતા મળશે નહીં.

હૈદરાબાદઃ રક્ષા મંત્રાલયે 30 નવેમ્બરના રોજ 2.23 લાખ કરોડના સંરક્ષણ સોદા માટે મંજૂરી આપી છે. આ સોદામાં સેનાની ત્રણેય પાંખો વધુ મજબૂત થશે. તેનાથી 'આત્મનિર્ભર ભારત' અભિયાનને પણ વેગ મળશે.

આ સત્ય છે કે સુરક્ષા ક્ષેત્રે સોદા કરવા માટે ફંડિંગ મંજૂર થઈ ગયા બાદ પણ ભારતને હથિયારોની ખરીદીમાં વિલંબનો સામનો કરવો પડે છે. દેશે ખૂબજ કપરી અને જટીલ પ્રક્રિયાઓમાંથી નીકળવું પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડિફેન્સ સેક્ટરમાં કરવામાં આવતા સોદામાં ખૂબ જ સરળીકરણ થયા બાદ આ પરિસ્થિતિ છે. તેનો અર્થ એ છે કે આ દિશામાં હજૂ પણ ઘણું કરવાનું બાકી છે.

શરુઆતમાં ભારતમાં રક્ષા ઉત્પાદનને ઔદ્યોગિક નીતિ 1956 અંતર્ગત નિયંત્રિત કરવામાં આવતું હતું. ત્યારબાદ અન્ય વિકલ્પો પણ સામે આવ્યા જેમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય, ઉદારીકરણ નીતિ, ખાનગી ઉદ્યોગોનો વિકાસ અને સોવિયત સંઘનું વિઘટન વગેરેનો સમાવેશ થાય છે. સ્પષ્ટ દિશા નિર્દેશ અને નીતિના અભાવમાં પ્રથમવાર 1989માં લોકલેખા સમિતિની 187મા રિપોર્ટમાં ખરીદ પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કારગીલ યુદ્ધ બાદ 2001માં મંત્રી મંડળની રજૂઆતો બાદ સૈન્ય સામાનોની ખરીદી માટે નીતિ નિર્ધારણ અને મૂડી મેળવવા માટે રક્ષા અધિગ્રહણ પરિષદની રચના કરવામાં આવી. આના એક વર્ષ બાદ 2002માં રક્ષા ખરીદ પ્રક્રિયા(ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિઝર) બનાવવામાં આવી. આ એક પ્રકારનો ગાઈડિંગ ડોક્યૂમેન્ટ છે. અત્યાર સુધી તેમાં 18 વાર સંશોધન થઈ ચૂક્યા છે. 2020માં તેનું નામ ડીપીપીમાંથી બદલીને ડિફેન્સ એક્વિજિસન પ્રોસિઝર(ડીએપી) કરવામાં આવ્યું. આત્મનિર્ભર ભારતની દિશામાં લેવાયેલ આ મહત્વનું પગલું હતું.

ડીએપી 2020ને પરિણામે આંતરિક સરકારી સમજુતિઓમાં ઓફસેટ ક્લોજ દૂર થયો અને સેના ઉપરકરણોમાં નવી શ્રેણીની શરુઆત થઈ. ઓફસેટ ક્લોજ અંતર્ગત કોઈપણ વિદેશી કંપનીને રક્ષા ડીલ ફાઈનલ થાય ત્યારે કોન્ટ્રાક્ટના 30 ટકાનું રોકાણ ભારતમાં કરવું પડતું હતું. આનો હેતુ એ હતો કે સ્કિલ અને ટેકનોલોજી ભારત આવશે. રોજગાર વધશે પરંતુ એવું કશું થયું નહીં.

ઓફસેટની નીતિ 17 વર્ષો સુધી ચાલી, પણ તે ઈચ્છિત પરિણામ ન લાવી શકતા તેની ટીકા થતી રહી. આ નીતિને પરિણામે લોકલ એન્ટરપ્રાઈઝને કોઈ ફાયદો થયો નહીં. ના તો કોઈ ટેકનીક ટ્રાન્સફર કરવામાં આવી. તેથી સરકારે તેની જગ્યાએ ઉપકરણોને લીઝ પર લેવાનું શરુ કર્યુ.

જો કે ડીએપીએ પણ ખરીદી વ્યવસ્થામાં અનેક સ્તર ઉમેરી દીધા. જેનાથી જટીલતાઓ વધતી ગઈ. ડીએપીએ પ્રક્રિયાઓ પૂરા કરવા માટે 74થી 106 અઠવાડિયાનો સમય નક્કી કર્યો. જો કે તેનું પાલન ક્યારેક જ કરવામાં આવ્યું હશે. જેમાં 66 બીઈ સિસ્ટમ હોક, 132 એડવાન્સ્ડ જેટ ટ્રેનર માટે 2003માં સમજુતિ થઈ હતી. આ સમજુતિને પૂરા થવામાં 20 વર્ષ લાગી ગયા. એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 સી 295 એમડબ્લયૂ મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદ પ્રક્રિયા પૂરી થવામાં 10 વર્ષનો સમય લાગી ગયો. જેને 2021ના સપ્ટેમ્બરમાં અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું.

ડીએપીએ રક્ષા ખરીદ પ્રક્રિયાઓ માટે કુલ 12 સ્ટેપ્સ ફાઈનલ કર્યા હતા. જેમાં ઉપકરણોની આવશ્યકતાની સ્વીકૃતિ, પ્રસ્તાવ માટે અનુરોધ, ટેકનીકલ મૂલ્યાંકન, ટ્રેલ, જનરલ સ્ટાફ મૂલ્યાંકન, કોન્ટ્રાક્ટ નેગોશિયેશન અને એપ્રૂવલ વગેરે સામેલ છે. જ્યારે કોન્ટ્રાક્ટ નેગોશિયેશન ચાલી રહ્યું હોય છે ત્યારે ભાવતાલ કરવા કમિટી બનાવાય છે. જેના અનુમોદન માટે પણ અનેક સ્તરોનો સમાવેશ થાય છે. આર્મી, નેવી અને એરફોર્સના પ્રમુખો પાસે 300 કરોડ, રક્ષા સચિવ પાસે 500 કરોડ, રક્ષા પ્રધાન પાસે 2000 કરોડના સોદા આપવાની સત્તા હોય છે. આનાથી વધુ રકમના સોદા કમિટી ઓન સીક્યોરિટી નક્કી કરે છે. આ કમિટીની અધ્યક્ષતા વડા પ્રધાન કરે છે.

2020-21થી લઈને 2022-23 સુધી કુલ 122 કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 87 ટકા વૈલ્યૂ 100 કોન્ટ્રાક્ટથી જોડાયેલ છે. આ દરેક ભારતીય વેન્ડર સાથે સંકળાયેલ છે. આ વાત સાચી છે કે ડીએપી 2020 દ્વારા રક્ષા ક્ષેત્રે ડોમેસ્ટિક સેક્ટરને પ્રાથમિકતા આપવામાં આવી. જો કે તેમાં થોડીક ઉણપ છે. ડીએપી 2020માં ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. બાય ઈન્ડિયન, બાય એન્ડ મેક ઈન્ડિયન, બાય ગ્લોબલ મેન્યુફેકચર ઈન ઈન્ડિયા. બાય ગ્લોબલમાં 30 ટકા ઈન્ડિયન કન્ટેન્ટ હોવું જરુરી છે. પછી ભલે તે લાર્જ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ હોય અથવા બે સરકાર વચ્ચે ડીલ હોય. બાકીની બે કેટેગરીમાં 50 ટકા સુધીનું ઈન્ડિયન કન્ટેન્ટ હોવું જરુરી છે.

સૈન્ય મામલાના જાણકારો કહે છે કે આ વ્યવસ્થામાં પણ ખામી છે. તેમનું માનવું છે કે આયાત કરેલ કન્ટેન્ટ સુવિધા અને કોઈ બાધ્યતાને લીધે મંગાવવામાં આવે છે. બીજી બાબત એ છે કે ઈન્ડિયન કન્ટેન્ટની નિર્ધારિત કિંમત પર આધારિત છે.

તેઓ જણાવે છે કે ઈન્ડિયન કન્ટેન્ટને વ્યાખ્યાયીત કરવામાં આવે. એટલે કે ક્રિટિકલ ટેકનોલોજીને આયાત કરીને ક્યારેય આત્મ નિર્ભરતા નહિ મેળવી શકીએ. આપણા નિર્માતાઓએ અનુસંધાન અને વિકાસ પર વધુમાં વધુ રોકાણ કરવું પડશે, જેથી તે ક્રિટિકલ કમ્પોનન્ટ નિર્માણ કરી શકે.

બહેતર છે કે ભારતમાં પણ બ્રિટન, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવી યુનિફાઈડ કન્ટ્રોલ સિસ્ટમ બને. ફ્રાન્સમાં હથિયાર અધિગ્રહણ અને રક્ષા ઓદ્યોગિક વિકાસની બેવડી જવાબદારી નક્કી કરવામાં આવી છે. અહીં રક્ષા ખરીદ પ્રક્રિયા એકીકૃત છે. ભારતમાં 2005માં કેલકર કમિટીએ પણ ફ્રાન્સ જેવી વ્યવસ્થા અપનાવવાની સલાહ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.