ETV Bharat / bharat

કોબ્રા કમાન્ડોએ બિહારમાં 600થી વધુ IED અને 495 ડિટોનેટર કર્યા જપ્ત

author img

By

Published : Jul 14, 2022, 11:20 AM IST

કોબ્રા કમાન્ડોએ બિહારમાં 600 થી વધુ IED અને 495 ડિટોનેટર કર્યા જપ્ત
કોબ્રા કમાન્ડોએ બિહારમાં 600 થી વધુ IED અને 495 ડિટોનેટર કર્યા જપ્ત

બિહારમાં તાજેતરના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન, કોબ્રા કમાન્ડોએ (Cobra Commando) 600 થી વધુ IED અને 500 જેટલા ડિટોનેટર જપ્ત કર્યા છે. ગયા અઠવાડિયે રાજ્યના ગયા જિલ્લાના જંગલોમાંથી આ જપ્તી કરવામાં આવી હતી.

નવી દિલ્હી: બિહારમાં તાજેતરના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન, કોબ્રા કમાન્ડોએ (Cobra Commando) 600 થી વધુ IED અને 500 જેટલા ડિટોનેટર રિકવર કર્યા છે. ગયા અઠવાડિયે રાજ્યના ગયા જિલ્લાના જંગલોમાંથી આ જપ્તી કરવામાં આવી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force)ના વિશેષ એકમ, કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શનની (Commando Battalion for Resolute Action) 205મી બટાલિયન દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

495 ડિટોનેટર મળી આવ્યા : CRPFના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે CoBRA યુનિટ દ્વારા કુલ 612 IED, 250 જીવંત કારતૂસ અને 495 ડિટોનેટર મળી આવ્યા હતા. અધિકારીએ ETV Bharat ને જણાવ્યું કે, અમને શંકા છે કે તેઓ (માઓવાદીઓ) આ હથિયારો અને વિસ્ફોટકો સાથે કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: કોબ્રા કમાન્ડોના મોતની સીબીઆઈ તપાસની માગ સાથે માંગરોળમાં આવેદન પત્ર પાઠવાયું

કોબ્રા કમાન્ડો : સુરક્ષા એજન્સીઓએ અલગ-અલગ સ્થળોએ માઓવાદી વિરોધી કાર્યવાહી પણ તેજ કરી છે. અન્ય એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે ઘણી વખત અમે માઓવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો અને અન્ય વિસ્ફોટકો રિકવર કરીએ છીએ. CRPF ના ખાસ જંગલ યુદ્ધ કમાન્ડો યુનિટ, COBRA દ્વારા સમગ્ર ભારતમાં મોટાભાગની માઓવાદી વિરોધી કામગીરી હાથ ધરવામાં આવે છે. નોંધનીય છે કે બિહાર, ઝારખંડ જેવા રાજ્યોના દૂરસ્થ માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (એફઓબી) સ્થાપવાના સીઆરપીએફના નિર્ણયથી ઘણા હાર્ડકોર માઓવાદીઓનો ભય પણ વધી ગયો છે.

આ પણ વાંચો: CRPFના કોબ્રા કમાન્ડોને ન્યાય અપાવવા કોડીનારમાં વિશાળ રેલી યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.