ETV Bharat / bharat

કોવિડ-19: ભારતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 3.66 લાખ નવા કેસ નોંધાયા

author img

By

Published : May 10, 2021, 11:11 AM IST

કોવિડ-19: ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 3.66 લાખ નવા કેસ નોંધાયા, 3,754 લોકોની મોત
કોવિડ-19: ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 3.66 લાખ નવા કેસ નોંધાયા, 3,754 લોકોની મોત

ભારતમાં ફરી એકવાર 4 લાખથી નીચે નવા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 3,66,161 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 4 દિવસ પછી પહેલી વાર આટલા ઓછા છે. તે જ સમયે, મૃત્યુનો ગ્રાફ પણ 4,000ની નીચે આવી ગયો છે. 24 કલાક દરમિયાન દેશમાં 3,754 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ, સતત બે દિવસથી કોરોનાને કારણે થતાં મૃત્યુની સંખ્યા 4,000 ને વટાવી ચૂકી હતી.

  • ભારતમાં કોરોના વાઇરસ માટે કુલ 30,37,50,077 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
  • દિલ્હી, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે
  • કર્ણાટકમાં હજું પરિસ્થિતિ વધુ વણસી છે

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કહેરમાં ચાર દિવસ બાદ થોડી રાહત જોવા મળી રહી છે. તે જ સમયે, દિલ્હી, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં, કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ કર્ણાટકમાં હજું પરિસ્થિતિ વધુ વણસી છે.

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,737 દર્દીઓ થયા સ્વસ્થ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના 3,66,161 નવા કેસ નોંધાયા હતા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 3,66,161 નવા કેસ નોંધાયા હતા. કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 2,26,62,575 નોંધાઇ છે. 3,754 મૃત્યુ પછીની કુલ મૃત્યુ સંખ્યા 2,46,116 નોંધાઇ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 37,45,237 છે અને ડિસ્ચાર્જ થયાની કુલ સંખ્યા 1,86,71,222 છે. જેમાં કુલ વેક્સિનેશન 17,01,76,603 લોકોનું કરવામાં આર્વ્યું છે.

કુલ કેસ2,26,62.575
કુલ ડિસ્ચાર્જ1,86,71,222
મોત2,46,116
એક્ટિવ કેસ37,45,237
કુલ વેક્સિનેશન 17,01,76,603

ભારતીય તબીબી સંશોધન પરિષદના આંકડા

આજ સુધી ભારતમાં કોરોના વાઇરસ માટે કુલ 30,37,50,077 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે 14,74,606 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. ભારતીય તબીબી સંશોધન પરિષદે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,578 નવા દર્દીઓ નોંધાયા છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી એ એવા 10 રાજ્યોમાં શામેલ છે, જ્યાં રવિવારે નોંધાયેલા 4,03,738 કેસોમાં 71.75 ટકા દર્દીઓ છે. આ 10 રાજ્યોની યાદીમાં શામેલ અન્ય રાજ્યોમાં કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,578 નવા દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટકમાં 47,563 અને કેરળમાં 41,971 કેસ નોંધાયા છે.

ભારતમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને ,36,36, 6488 થઈ છે

ભારતમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને ,36,36, 6488 થઈ છે, જે કુલ સંક્રમિતના 16.76 ટકા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશમાં દેશના 82.94 ટકા લોકો સારવાર હેઠળ છે.

કોરોના સંક્રમણ વચ્ચે જમવા માટે ટિફિન સેવા

ગુજરાતના રાજકોટમાં જૈનમ ગ્રુપ નામની એક સંસ્થા દ્વારા લોકોને કોરોના સંક્રમણ વચ્ચે જમવા માટે ટિફિન આપવામાં આવે છે. જૈનમ ગ્રુપના તરુણ કોઠારીએ કહ્યું હતું કે, અમે 23 દિવસથી ટિફિન સેવા આપી રહ્યા છે. અત્યાર સુધી, અમે 30,000 થી વધુ ફૂડ ટિફિન ઘરે-ઘરે પહોંચાડ્યા છે.

વડોદરા યુથ ફેડરેશનની પહેલ

ગુજરાતના વડોદરામાં 'વડોદરા યુથ ફેડરેશન' દ્વારા વૃદ્ધ લોકોને તેમના ઘરેથી લઈ જઈ રસીના ડોઝ માટે રસી કેન્દ્રમાં લઈ જવામાં આવે છે. એક યુવાને કહ્યું હતું કે, "જે લોકોની ઉંમર 45 વર્ષથી વધુ છે, એ લોકોને અમે વેક્સિન સેન્ટરમાં વેક્સિનનો ડોઝ મૂકાવીને પાછા ઘરે મૂકવા પણ જઇએ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું: 24 કલાકમાં 11084 નવા કેસ સાથે 14,770 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે

ગુજરાતમાં રાતના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે અને અન્ય 36 શહેરોમાં 12મે સુધી દિવસમાં પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.