કેન્દ્રને ઘેરવાની તૈયારી: કિસાનોની સમસ્યાને લઇને કોંગ્રેસ ડિસેમ્બરમાં કરશે વિશાલ રેલી

author img

By

Published : Nov 23, 2021, 4:33 PM IST

કેન્દ્રને ઘેરવાની તૈયારી: કિસાનોની સમસ્યાને લઇને કોંગ્રેસ ડિસેમ્બરમાં કરશે વિશાલ રેલી

સંસદ શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રની મોદી સરકારને ઘેરવામાં માટે દિલ્હીમાં મોંઘવારી, બેરોજગારી, કિસાનોની સમસ્યા સહિતના ખેડૂતોના મુદ્દા ( FARMERS DEMANDS ) પર કોંગ્રેસ ડિસેમ્બરમાં મોટી રેલીનું આયોજન (CONGRESS RALLY IN DELHI) કરશે. રેલીને જોતા કોંગ્રેસે સોમવારે સાંજે એક હાઇ લેવલની બેઠક કરી. બેઠક પછી Etv Bharat એ કેટલાક નેતાઓ સાથે વાતચીત કરી.

  • ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસ ડિસેમ્બરમાં મોટી રેલી યોજશે
  • રેલી માટે તારીખ નક્કી કરાવામાં આવી નથી
  • ખેડૂતોઓથી જોડાયેલા મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારને ઘેરે છે

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારને ઘેરવા માટે કોંગ્રેસ રણનીતિ બનાવી રહી છે. ત્યારે દિલ્હીમાં રેલી યોજાશે. અત્યારે રેલી (CONGRESS RALLY IN DELHI) માટે તારીખ નક્કી નથી કરી, પરંતુ ડિસેમ્બરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં યોજાશે તેવી સંભાવના છે. સોમવારે દિલ્હીમાં 15 GRGમાં કોંગ્રેસ રાજ્યના નેતાઓની બેઠક દરમિયાન સરકારને ઘેરવાની રણનીતિ પર મંથન કરવામાં આવ્યું. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી, પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષો અને નેતાઓને આમંત્રિત કર્યા હતા. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ (AICC General Secretary incharge KC Venugopal) એ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ પણ વાંચો: Health in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય

બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા

બેઠકમાં દિલ્હીના નેતા અનિલ ચૌધરી અને શક્તિ સિંહ ગોહિલ, રાજસ્થનના અજય માકન, ઉતર પ્રદેશના અજય કુમાર લલ્લૂ, હરિયાણાની કુમારી શૈલજા, ભૂપિંદર હુડ્ડા, વિવેક બંસલ અને પંજાબના ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંદ્ધૂ અને હરીશ ચૌધરી જોડાયા હતાં. વેણુગોપાલએ જણાવ્યું કે, અમે સંસદના આગામી શિયાળુ સત્રમાં મોંઘવારીના મુદ્દા ઉઠાવશું. શિયાળુ સત્રની રણનીતિને અંતિમ રૂપ આપવા માટે કોંગ્રેસ સંસદીય રણનીતિ સમૂહની 25 નવેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રેલીને સંબોધન કરશે.

ખેડૂતોની MSPની ગેરંટી ( FARMERS DEMANDS ) સહિત કેટલી અન્ય માંગણીઓ

Etv Bhart સાથે વાત કરતા કુમારી શૈલજાએ જણાવ્યું કે, ભલે કેન્દ્રએ કૃષિ કાયદા રદ્દ કરવાની ઘોષણા કરી છે પરંતુ ખેડૂતોની MSPની ગેરંટી ( FARMERS DEMANDS ) સહિત કેટલી અન્ય માંગણી છે, જે પૂરી કરવાની આવશ્યકતા છે. કોંગ્રેસ આ મુદ્દાઓ આગામી શિયાળુ સત્રમાં ઉઠાવશે. સુત્રોના અનુસાર, કોંગ્રેસ મહાસચિવ પ્રિયકા ગાંધી વાડ્રાની આ બેઠકમાં સહમત થવાની ઉમ્મીદ હતી. એક નેતાએ કહ્યું કે તેમની તબીયત ખરાબ થઇ જતા આવ્યા નથી.

દિલ્હીમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન રેલી યોજાશે.

બેઠક પછી હરિયાણા પ્રભારી વિવેક બંસલએ જણાવ્યું કે, પાર્ટીની તરફથી એક જનસભાનું આયોજન કરશે. અત્યારે તારીખ નક્કી નથી કરી. કોંગ્રેસ અધ્યક્ષ અંતિમ નિર્ણય લેશે. દિલ્હીમાં કઇ જગ્યા પર રેલી થસે તે હજી સુધી નક્કી કર્યું નથી. રેલીમાં કયાં મુદ્દા પર ચર્ચા થસે, પાર્ટી જનતાની વચ્ચે કયાં મુદ્દાઓ લઇને જશે, બેઠકમાં આની ચર્ચા કરી. દિલ્હીમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન આ રેલી યોજાશે. કોંગ્રેસ પાર્ટી ઘણી વખત મોંઘવારીના મુદ્દાઓ બધા રાજ્યોમાં ઉઠાવ્યા છે, આ રેલી પણ તેનો એક હિસ્સો છે. 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કોંગ્રેસ દેશવ્યાપી જન જાગરણ અભિયાન ચલાવશે. જેમાં મોંઘવારી, બેરોજગારી, ગુના, ખેડૂતોઓથી જોડાયેલા મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારને ઘેરે છે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લાની મોટા ભાગની સ્કૂલોમાં વિધાર્થીઓની જૂજ સંખ્યા, વાલીઓમાં સંમતિ પત્રકનું વિતરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.