ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ આપી કેપ્ટન સતીશ શર્માના પાર્થિવ દેહને કાંધ, અંતિમ યાત્રામાં થયાં સામેલ

author img

By

Published : Feb 19, 2021, 1:11 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન કેપ્ટન સતીશ શર્માના પાર્થિવ દેહને કાંધ આપી હતી. જણાવી દઈએ કે, 17 ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું હતું અને તેઓ 73 વર્ષના હતા.

Captain Satish Sharma
Captain Satish Sharma

  • પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સતીશ શર્માના અંતિમ સંસ્કાર કરાયા
  • સતીશ શર્મા ગાંધી પરિવારના અંગત લોકો પૈકીના એક હતા
  • આંધ્રપ્રદેશના સિકંદરાબાદમાં જન્મેલા શર્મા પાઇલટ હતા

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન કેપ્ટન સતીશ શર્માના પાર્થિવ દેહને કાંધ આપી હતી. ગત 17 ફેબ્રુઆરી બુધવારના રોજ ગોવા ખાતે સતીશ શર્માનું અવસાન થયું હતું તેઓ 73 વર્ષના હતા.

સતીશ શર્મા કેન્સરથી પીડિત હતા

શર્મા કેન્સરથી પીડિત હતા અને છેલ્લા કેટલાયે સમયથી બીમાર હતા. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નજીકના સહયોગી શર્મા નરસિંહ રાવની સરકારમાં 1993 થી 1996 દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હતા. આંધ્રપ્રદેશના સિકંદરાબાદમાં 11 ઓક્ટોબર 1947 માં જન્મેલા શર્મા વ્યાવસાયિક વ્યાપારી પાઇલટ હતા.

કેપ્ટન સતીશ શર્મા ગાંધી પરિવારના અંગત લોકો પૈકીના એક

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન સતીશ શર્મા ગાંધી પરિવારના અંગત લોકો પૈકીના એક હતા. તેમણે રાયબરેલી, અમેઠીમાં ગાંધી પરિવારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેઓ 3 વખત લોકસભા અને 3 વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.