ETV Bharat / bharat

પોલીસની ધાકધમકીની નીતિ અંગે ચિંતિત, અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જોખમ : ટ્વિટર

author img

By

Published : May 27, 2021, 8:20 PM IST

પોલીસની ધાકધમકીની નીતિ અંગે ચિંતિત
પોલીસની ધાકધમકીની નીતિ અંગે ચિંતિત

માઇક્રોબ્લોગિંગ મંચએ જણાવ્યું છે કે આઇટીના એ નિયમોમાં બદલાવની વકિલાત કરવાની યોજાના કરી રહ્યાં છે જે મુક્ત અને સાર્વજનિક વાતચિત કરતા રોકે.

  • ટ્વિટરે આઇટીના નિયમો અંગે આપ્યું નિવેદન
  • નિયમોનું પાલન કરવાનો કરશે પ્રયત્ન
  • અભિવ્યક્તિને રોકતા નિયમોનો કરશે વિરોધ

નવી દિલ્હી: ટ્વિટરે ભાજપના નેતાઓને મેન્યુપ્લેટડ મીડિયાનું ટેગ લગાવવાના જવાબમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ડરવવા ધમકાવવાની રણનીતિનો ઉપયોગ થયો છે જે ચિંતાજનક છે તે ભારતમાં કર્મચારીઓની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ચિંતા કરાવે તેવો છે. ટ્વિટરે સાથે જ જણાવ્યું છે કે તેઓ દેશમાં પોતાની સેવા ચાલુ રાખવા માટે ભારતના નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરશે. માઇક્રોબ્લોગિંગ મંચે જણાવ્યું છે કે તેઓ આઇટીના એ નિયમોમાં સુધારાની વકિલાત કરવાની યોજાની બનાવી રહ્યાં છે કે મુક્ત અને સાર્વજનિક વાતચિત કરતા રોકે છે.

વધુ વાંચો: ટૂલકિટ કેસ: ટ્વિટર ઓફિસ પર દરોડાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું, સત્ય ડરતું નથી

ટ્વિટરે જણાવ્યું છે કે, અત્યારે અમે ભારતમાં અમારા કર્મચારીઓ અંગે અત્યારની ઘટના અને ઉપયોગકર્તાઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે સંભવિત ખતરા અંગે ચિંતામાં છે. ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારત અને દુનિયાભરમાં નાગરિક સમાજ અનેક લોકો સાથે અમે પોલીસની ધમકાવાની રણનીતિના ઉપયોગથી ભયભીત છીએ. ટ્વિટરએ જણાવ્યું છે કે આ કાયદાના દાયરામાં રહીને પારદર્શિક સિદ્ધાંત, દરેક અવાજ સશક્ત બને ્ને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનિયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. દિલ્હી પોલીસે કોવિડ ટૂલકીટ મામલે ટ્વિટર ઇંડિયાને નોટિસ મોકલી હતી અને દિલ્હીના લાડોસરાય અને ગુરુગ્રામમાં ટ્વિટરના ઑફિસ પર પોલીસના બે દળ પણ પહોંચ્યા હતાં.

વધુ વાંચો: ટૂલકિટ મામલે ભાજપના નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા કોંગ્રેસની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.