ETV Bharat / bharat

મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું, ભયંકર થયો કોરોના, વડાપ્રધાન બંધ કરે રેલીઓ

author img

By

Published : Apr 18, 2021, 8:57 AM IST

cm ashok gehlot
cm ashok gehlot

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાન મોદીને ટ્વિટ કરીને ચેતવ્યા છે. મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક રૂપ લઈ ચૂકી છે. એવામાં આ વાઈરસ હવે બાળકો અને યુવાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વડાપ્રધાને તેમના રાજનીતિક કાર્યક્રમ, રેલીઓ અને રોડશો બંધ કરી દેવા જોઈએ સાથે જ પહેલાની જેમ અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સ્થિતિ જાણવા માટે નિયમિત સંપર્ક બનાવવો જોઈએ.

  • કોરોનાની મહામારી વચ્ચે રાજકીય ઘમાસાણ
  • ગેહલોતે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
  • રાજનીતિક કાર્યક્રમ, રેલીઓ અને રોડ શો બંધ કરવા જણાવ્યું

જયપુર(રાજસ્થાન): મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ફરી એકવાર વડાપ્રધાન મોદીને સલાહ આપી છે. મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું કે, કોવિડની સ્થિતિએ દેશભરમાં ખતરનાક રૂપ ધારણ કર્યું છે. વાઈરસ હવે બાળકો અને યુવાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વડાપ્રધાને તેમના રાજનીતિક કાર્યક્રમ, રેલીઓ અને રોડ શો બંધ કરી દેવા જોઈએ સાથે જ પહેલાની જેમ અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સ્થિતિ જાણવા માટે નિયમિત સંપર્ક બનાવવો જોઈએ.

કોરોના વધતા જતા કેસો વચ્ચે રાજકારણ ગરમાયું

દેશભરમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે હવે રાજકારણ પણ તેના પર એક નવો રંગ લેતા જોવા મળી રહ્યું છે. રાજકીય આરોપો-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. એક દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ખુદ સ્વીકાર્યું હતું કે, ચૂંટણી રેલીઓ અને કાર્યક્રમો કોરોના વધવા પાછળનું એક મુખ્ય કારણ છે તો બીજી તરફ, હવે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમના પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે 'કોવિડની સ્થિતિએ દેશભરમાં ખતરનાક રૂપ ધારણ કર્યું છે. વાઈરસ હવે બાળકો અને યુવાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વડાપ્રધાને તેમના રાજનીતિક કાર્યક્રમ, રેલીઓ અને રોડશો બંધ કરી દેવા જોઈએ સાથે જ પહેલાની જેમ અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સ્થિતિ જાણવા માટે નિયમિત સંપર્ક બનાવવો જોઈએ'

આ પણ વાંચો: કોરોના બેકાબૂ: CM ગેહલોતે PM મોદીને પત્ર લખ્યો, સંક્રમણ અટકાવવા કડક પગલાં ભરવા પડશે

મુખ્યપ્રધાન અશોક ગેહલોત આ પહેલા પણ કરી ચૂક્યા છે સરકાર પર પ્રહારો

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ પહેલા પણ બીજા રાજ્યમાં વેક્સિનની ઓછી સપ્લાઈને લઈને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર સતત નિશાન સાધતા રહ્યા છે અને હવે તેઓએ વડાપ્રધાન મોદીને રેલીઓ અને ચૂંટણી સભાઓને કોરોનાના આંકડા વધવા માટેનું કારણ ગણાવ્યું છે.

મુખ્યપ્રધાન ગેહલોત વડાપ્રધાન પર ટ્વિટ કરી સાધ્યું નિશાન
મુખ્યપ્રધાન ગેહલોત વડાપ્રધાન પર ટ્વિટ કરી સાધ્યું નિશાન

કોરોનાની નવી લહેરે લીધા બાળકો અને યુવાનોને ઝપેટમાં

નોંધનીય છે કે, સમગ્ર દેશમાં કોરોનાના આંકડા ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના વધતા આંકડા અને નવી લહેરે યુવાઓ અને બાળકોને ઝપેટમાં લીધા છે. એટલું જ નહીં આ વખતે મૃત્યુઆંક ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. વધતું સંક્રમણ અને મૃત્યુદરના વધતા આંકડા પર ચિંતા વ્યક્ત કરતા મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જવાબદાર લોકોને નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાનનો રાજકીય ડ્રામા: મુખ્યપ્રધાન ગેહલોતને ફરી સતાવી રહ્યો છે સરકાર પડવાનો ભય

મુખ્યપ્રધાન ગેહલોતે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં સરકાર કોરોના નિયંત્રણ માટે SOP નિર્ધારિત કરે અને 18 વર્ષથી મોટી ઉંમરનાં બધા લોકોનું રસીકરણ શરૂ કરાવે તેમ જણાવ્યું હતુ.

કોરોનાને રોકવા માટે દેશમાં સાકલ્યવાદી અને સંકલિત પ્રયાસોની ખૂબ જ જરૂર

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, કોવિડ નિયંત્રણ માટેની વિવિધ વ્યૂહરચનાઓ, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ (પ્રવાસ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત, લોકડાઉન, નાઇટ કર્ફ્યુ, શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન) વગેરે માટે મુદ્દાઓ અંગે રાજ્યોમાં સંકલનનો અભાવ છે. જેના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે. મુખ્યપ્રધાને વડા પ્રધાનને આ પરિસ્થિતિને દૂર કરવા વિનંતી કરી અને કહ્યું કે, આ માટે દેશમાં સંકલિત પ્રયાસોની ખૂબ જ જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.