- દિલ્હી સરકારે રેશનની ડોર સ્ટેપ ડિલીવરી યોજના જાહેર કરી હતી
- કેન્દ્ર સરકારે આ યોજાના પર મુક્યો પ્રતિબંધ
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બેઠક બોલાવી
ન્યૂઝ ડેસ્ક : કેન્દ્ર સરાકરે થોડા દિવસ અગાઉ દિલ્હીમાં રેશનની ડોર સ્ટેપ ડિલીવરી કરતી યોજાના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ કેજરીવાલ સરકારની મહત્વપૂર્ણ યોજાનામાંથી એક છે. જે અંતર્ગત 25 માર્ચથી રેશન લાભાર્થીઓને ઘરે જ રાશન પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો: અરવિંદ કેજરીવાલે કહ્યું, વૃદ્ધ નાગરિકોને કરાવશે અયોધ્યાના દર્શન
દિલ્હી સરકારે રેશનની ડોર સ્ટેપ ડિલીવરી યોજના જાહેર કરી હતી
જો કે કેન્દ્ર સરકારે એમ કહીને આ યોજના પર પ્રતિબંધ મુક્યો હતો કે રેશનનું વિતરણ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત કરવામાં આવે છે. તેમાં કોઇ ફેરફાર ન કરી શકાય કેન્દ્ર તરફથી લાગેલી આ રોક બાદ દિલ્હીના મુખ્ય પ્રધાને આ બેઠક બોલાવી છે. જેમાં મુખ્યપ્રધાન કેજરીવાલ ઉપરાંત અન્ય પ્રધાનો પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઘરે રેશન પહોંચાડવાની યોજના પર પ્રતિબંધ લગાવતા મુખ્યપ્રધાને ગઇકાલે સાંજે તમામ રેશનની દુકાનો પર રેશનનો જથ્થો મોકલવાનો આદેશ આપ્યો હતો.
વધુ વાંચો: દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું ટ્વીટ, કહ્યું- હજી પણ ગુજરાતમાં હૉસ્પિટલ અને સ્કૂલની હાલત કફોડી