Horoscope for the Day 23 September : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

author img

By

Published : Sep 23, 2021, 5:01 AM IST

Horoscope for the Day 23 September

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે ટૂંકાગાળાનો લાભ લેવામાં ફસાઇ જવાની શક્યતા હોવાની આપ પહેલાથી જ ચેતીને ચાલજો. કોર્ટ- કચેરીમાં પડવાની કે કોઇના જામીન ન બનવાની સલાહ આપવામાં આવે છે. આપના મનની એકાગ્રતા ઓછી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. નાણાંની લેવડદેવડ કરતાં ધ્‍યાન રાખવું. ગેરસમજ અને અકસ્‍માતથી સભાળવું. મધ્યાહન બાદ આપ સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતા જશો. પરિવારમાં સુખશાંતિ રહેશે. ધાર્મિક કાર્યો તથા પ્રવાસ થાય. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. ધનલાભના સંજોગો છે.

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. ઉપરાંત તમારા મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. જે ભવિષ્‍યમાં તમને લાભદાયી નીવડશે. વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થાય. મધ્‍યાહન બાદ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. ખાસ કરીને તંદુરસ્તી પ્રત્યે વધુ સજાગ બનવું પડશે. રોકાણકારો મૂડીરોકાણ કરવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટકચેરીના મામલામાં સંભાળીને કામ લેવું.

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે અનુકૂળતાઓ લાભપ્રદ હોવાનું વર્તમાન સંજોગો સૂચવે છે. વ્‍યવસાયના ક્ષેત્રે પણ ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપની પ્રગતિના માર્ગો ખુલશે. વેપારમાં આવક વધે અને ઉઘરાણીના નાણાની વસૂલી કરી શકો. વડીલો અને પિતા તરફથી લાભ મળે. બપોર પછી મિત્રો વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય, તેમનાથી લાભ થાય. સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. આકસ્મિક ધનલાભની શક્યતાઓ રહે.

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપે ઉપરી અધિકારીઓ સાથેના વર્તનમાં જાળવીને રહેવું પડશે. શારીરિક અસ્‍વસ્‍થતા અને મનમાં ચિંતાનો ભાર થોડો વધી શકે છે. વેપારીઓને વ્‍યવસાયમાં નડતર આવે પરંતુ બપોર પછી નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ સંજોગો ઉભા થતાં જણાય. ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્‍ટ થશે. આર્થિક ધનલાભ થાય. પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે.

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને ક્રોધ અને વાણી પર સંયમ રાખવાની તેમજ સ્‍વાસ્‍થ્‍યની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. મનમાં વ્‍યગ્રતા અને બેચેનીનું પ્રમાણ વધી શકે છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ ન થાય તેની કાળજી રાખવી. ઇષ્‍ટદેવનું નામ, જપ અને આધ્યાત્મિકતાનું અનુસરણ આપની મુંઝવણો દૂર કરશે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ નિવારવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું.

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. બહાર હરવું ફરવું, ખાવું પીવું અને સિનેમા, પર્યટન આપના દિવસનો ઘણો ભાગ આ રીતે મિત્રો, સ્‍વજનો સાથે આનંદપ્રમોદમાં વીતી જશે. ભાગીદારો માટે પણ સમય સારો છે. દંપતીઓ પણ નિકટતાનો અનુભવ કરશે. પરંતુ બપોર પછી આપને દરેક મોરચે સંતુલન સાધતા શીખવું પડશે. તંદુરસ્‍તીનો પણ ખ્યાલ રાખવાની સલાહ છે. જોકે, આકસ્મિક ધનલાભથી આપની આર્થિક ચિંતાઓ હળવી થઈ શકે છે.

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્યને સફળ બનાવશો. ઘર- કુટુંબમાં આનંદ અને શાંતિ જળવાઇ રહેશે. શરીરનું આરોગ્‍ય સારું રહેશે. સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહેશે તેથી બોલવામાં સાવધ રહેવું. બપોર બાદ આપની પ્રવૃત્તિ બદલાશે અને આપ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. મિત્રો, સ્‍નેહીઓ સાથે ફરવા જવાનું બને. સુરૂચિપૂર્ણ ભોજન મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા વ્‍યાપે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે.

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપે લેખન અને કાવ્‍યસર્જનની પ્રવૃત્તિ ગમશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રણય અને રોમાસ માટે અનુકૂળતાભર્યો દિવસ છે. શેરસટ્ટામાં ફાયદો થાય આજે આપ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશો. આરોગ્‍ય વિશે આપની કોઇ ફરિયાદ નહીં હોય. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. આજે દરેક કામ શાંતિથી કરવું. નોકરીમાં સહકાર્યકરોનો સહકાર મળશે.

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપને સાવચેતીપૂર્વક રહેવાની ટકોર કરવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે આજે શક્ય હોય એટલી વધારે આત્મીયતા અને સહકાર સાથે વર્તવાની સલાહ છે. આપનું શારીરિક- આરોગ્‍ય સારું જળવાઈ રહે તે માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે. ધન- કિર્તીની હાનિ નહીં થાય પરંતુ તેમ છતાંય સતર્ક રહેશો તો સારું. બપોર પછી આપનું મન સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશે અને હળવાશ અનુભવશો. સ્‍વભાવમાં લાગણીશીલતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી સંભાળવું.

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. લાગણીભર્યા સંબંધોનું બંધન આપને આકર્ષશે. જીવનસાથી સાથેના સંબંધો પર મધુરતા ભરેલા હશે. દોસ્‍તો સાથે પર્યટનનું આયોજન થાય. ભાઇભાંડુઓ સાથે સારાં સંબંધો રહે. જાહેર માન- સન્‍માન મળે. હરીફો પર વિજય મળે. મધ્‍યાહન બાદ કેટલીક બાબતો આપની માનસિક સ્‍વસ્‍થતામાં ઘટાડો લાવી શકે છે. માતાના આરોગ્‍યની આજે વધુ સંભાળ લેવાની સલાહ છે. નોકરિયાત વર્ગને નોકરીમાં કામનું ભારણ વધી શકે છે. મકાન મિલકતના દસ્‍તાવેજો પર સમજી વિચારીને સહી સિક્કા કરવા.

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને ખર્ચ પર કાબૂ રાખવો પડશે. જીભની મીઠાશ અને સ્વભાવમાં નમ્રતા રાખવાથી તમે સંખ્યાબંધ કાર્યો બીજા લોકો પાસેથી સરળતાથી કરાવી શકશો. કોઈપણ બાબતે ઉગ્ર થવાના બદલે શાંતિથી અને વ્યૂહાત્મક રીતે ઉકેલ લાવજો. નકારાત્‍મક વિચારોને મનમાંથી ખંખેરી નાખજો. બપોર પછી આપના વિચારોમાં સ્થિરતા અને મક્કમતા જણાશે. આપ રચનાત્‍મક અને કલાત્‍મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઓ. જીવનસાથી જોડે આનંદમાં સમય પસાર થાય. પરિવારમાં સુખશાંતિ રહેશે. કાર્યમાં સફળતા મળશે.

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપના ઘરમાં ધાર્મિક કાર્યો થાય. કુટુંબમાં આનંદમય વાતાવરણ રહે. કાર્યસફળતા મળે. તન-મનની તંદુરસ્‍તી જળવાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે પરંતુ બપોર બાદ આપના સ્‍વભાવમાં ક્રોધની લાગણી વિશેષ રહેશે. તેથી આપના વાણી અને વર્તનને આપે સંતુલિત રાખવા પડશે. પરિવારના સભ્‍યો સાથે પણ વધુ વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. ખાવા- પીવાની કાળજી રાખવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.