ETV Bharat / bharat

ખરીદો નીરજ ચોપરાના ભાલાથી માંડીને પી.વી સિંધુનુ રેકેટ, જાણો કેવી રીતે

author img

By

Published : Sep 20, 2021, 1:50 PM IST

Updated : Sep 20, 2021, 1:58 PM IST

વડાપ્રધાન મોદીને ઓલ્પિક ખેલાડીઓ દ્વારા મળેલી ભેટ અને અન્ય ભેટોની આજથી હરાજી શરૂ કરવામાં આવી છે જે 7 ઓક્ટમ્બર સુધી ચાલશે. આ હરાજીમાં મોદીને મળેલી તમામ ભેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખરીદો નીરજ ચોપરાના ભાલાથી માંડીને પી.વી સિંધુનુ રેકેટ, જાણો કેવી રીતે
ખરીદો નીરજ ચોપરાના ભાલાથી માંડીને પી.વી સિંધુનુ રેકેટ, જાણો કેવી રીતે

  • મોદીને મળેલી ભેટોની કરવામાં આવશે હરાજી
  • ભેગી થયેલી રકમને ગંગા સંરક્ષણ માટે વપરાશે
  • 7 ઓક્ટોમ્બર સુધી ચાલશે હરાજી

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ્પિક ખેલાડી દ્વારા મળેલુ સંભારણું અને ભેટોની ઈ-હરાજી શનિવારથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાને ટ્વિટર દ્વારા લોકોને આ હરાજીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન તેમને વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલી ભેટોની હરાજી કરી રહ્યા છે. આમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક વિજેતાઓ દ્વારા તેમને આપવામાં આવેલી ભેટોનો પણ સમાવેશ થાય છે. હરાજીમાંથી મળેલી રકમ ગંગા નદીના સંરક્ષણ અને કાયાકલ્પ માટે કરવામાં આવી રહેલા નમામી ગંગે મિશન માટે હશે.

મોદીને મળેલી ભેટોની હરાજી

પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "સમય જતાં, મને ઘણી ભેટો અને સ્મૃતિચિહ્નો પ્રાપ્ત થયા છે જેની હરાજી કરવામાં આવી રહી છે. આમાં અમારા ઓલિમ્પિક ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલા ખાસ સ્મૃતિચિહનોનો સમાવેશ થાય છે."

  • माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को मिले विशेष उपहारों और स्मृति चिन्हों की ई-नीलामी में लोगों में जबरदस्त उत्साह देखने को मिल रहा है।
    आइए, ई-नीलामी में अधिक से अधिक भाग लें, क्योंकि नीलामी से मिलने वाली आय नमामि गंगे परियोजना में जाएगी।https://t.co/Wmunw324cI https://t.co/wCl33j4VQQ

    — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) September 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : કંગના રાણાવત, જાવેદ અખ્તર બદનક્ષી કેસમાં સુનાવણી માટે હાજર થાય તેવી શક્યતા

7 ઓક્ટોમ્બર સુધી ચાલુ રેહેશે હરાજી

તેઓએ હરાજી વેબસાઇટની લિંક પણ આપી છે. હરાજીમાં મુખ્યત્વે ટોક્યો ઓલિમ્પિક્સ અને ટોક્યો પેરાલિમ્પિક્સમાંથી ભારત તરફથી ઓલિમ્પિયન વિજેતાઓ તરફથી પીએમ મોદીને મળેલી ભેટોનો સમાવેશ થાય છે. હરાજીમાં ભાગ લેવામાં રસ ધરાવનાર કોઈપણ વ્યક્તિ વેબસાઈટ દ્વારા હરાજીમાં ભાગ લઈ શકે છે. આ 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

  • Over time, I have received several gifts and mementos which are being auctioned. This includes the special mementos given by our Olympics heroes. Do take part in the auction. The proceeds would go to the Namami Gange initiative.https://t.co/Oeq4EYb30M pic.twitter.com/PrF44YWBrN

    — Narendra Modi (@narendramodi) September 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : આજે 19 વિપક્ષી પાર્ટી મોદી સરકાર વિરૂદ્ધ પ્રદર્ષશ કરશે

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવી પહેલ

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. વેબસાઇટમાં પીએમ મોદીને હરાજી માટે મળેલી ભેટોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે સ્પોર્ટ્સ ગિયર, સાધનોના પ્રકારો, ઓલિમ્પિક મેડલ વિજેતાઓ તરફથી મળેલી ભેટો, ચાર ધામ, અયોધ્યા રામ મંદિર સહિત અનેક શિલ્પો અને ચિત્રોનો સમાવેશ થાય છે.

Last Updated :Sep 20, 2021, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.