ETV Bharat / bharat

પુલવામા એન્કાઉન્ટર: હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુ સહિત ચાર આતંકી ઠાર

author img

By

Published : May 6, 2020, 8:54 AM IST

Updated : May 6, 2020, 3:20 PM IST

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુ ઠાર કર્યો છે. આ સાથે અવંતીપોરાના શારશાલી અને બેગપુરા ખાતે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.

terrorist
terrorist

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુ ઠાર કર્યો છે. આ સાથે અવંતીપોરાના શારશાલી અને બેગપુરા ખાતે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.

શરશાલીમાં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા છે. જેની ઓળખ હજુ થઈ નથી, ત્યાં અવંતિપોરાના બેગપુરા વિસ્તારમાં સુરક્ષા દળોએ હિઝબુલ કમાન્ડર સહિત બે આતંકીઓને ઠાર કર્યા છે.

આ વચ્ચે અધિકારીઓએ જણાવ્યું છે કે, પુલવામાના શારશાલી ગામમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સમાચારો અનુસાર સેનાએ અવંતિપોરાના શરાશી ખુરે વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. આ કાર્યવાહી મધ્યરાત્રિથી ચાલુ છે. સેનાને સમાચાર મળ્યા હતા કે, કેટલાક સૌથી આતંકવાદીઓ આ વિસ્તારમાં ઘૂસી ગયા છે. આ પછી, સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ, જ્યારે આતંકીઓને તેની એક ઝલક મળી ત્યારે તેણે સેના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. હાલમાં બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.

પુલવામાથી એક જૈશના આતંકીની ધરપકડ

આ ઉપરાંત પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં ત્રાલ વિસ્તાર મંગળવારે મોડીરાત્રે સૈતુરા ગામમાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કાશ્મીરના હંદવાડા વિસ્તારના એક ગામમાં આતંકીઓ સાથેની એન્કાઉન્ટરમાં એક કર્નલ અને એક મેજર સહિત પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે.

આ એન્કાઉન્ટરમાં કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ અને જમ્મુ કાશ્મીર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શકીલ કાઝી સહિત પાંચ બહાદુર સુરક્ષા જવાનો ફરજ બજાવતા શહીદ થયા હતા. કર્નેલ અને તેની ટીમે નાગરિકોને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. જેને બહાદુરીથી મુક્ત કરાયો હતો. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

સેનાએ જણાવ્યું હતું કે, કુપવાડા જિલ્લાના હંદવારાના ચાનીમુલ્લા વિસ્તારમાં એક મકાનમાં કેટલાક નાગરિકોને બંધક બનાવનારા આતંકવાદીઓ દ્વારા બાતમી મળ્યા બાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Last Updated :May 6, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.