ETV Bharat / bharat

રાજ્યસભા ચૂંટણી: અરુણ જેટલીની સીટ પરથી સુધાંશુ ત્રિવેદી બિનહરીફ ચૂંટાયા

author img

By

Published : Oct 9, 2019, 7:09 PM IST

latest news of jaryasabha election

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજ્યસભા સીટ પર બુધવારે ભાજપના ઉમેદવાર સુધાંશુ ત્રિવેદી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ત્રિવેદી ભાજપમાં લાંબા સમયથી જોડાયેલા છે. તેઓ સાંસદ તરીકે પ્રથમ ઈનિગ્સ રમવા જઈ રહ્યા છે.

બુધવારે વિધાનસભાના વિશેષ સચિવ બી.બી.દુબેએ જાણકારી આપતા જણાવ્યું કે, બુધવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ હતી. જ્યાં તેમને બિનહરીફ જાહેર કરાયા હતા. દુબેએ જણાવ્યું હતું કે, સુધાંશુ ત્રિવેદી પ્રમાણપત્ર લેવા વ્યક્તિ હાજર રહ્યા હતા.

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપની બહુમતી જોતા ત્રિવેદીનું ચૂંટાવું નક્કી હતું.

આપને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર સુધાંશુએ ગત ચાર ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ત્રિવેદી ભાજપના વરિષ્ઠ નેતા રહેલા અરુણ જેટલીના નિધન બાદ ખાલી પડેલી સીટ પર ચૂંટાયા છે.

જેટલી આ સીટ પર 2018માં ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ 2024 સુધીનો છે. જેટલીનું આ જ વર્ષે ઓગસ્ટમાં નિધન થયું હતું.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.