ETV Bharat / bharat

બાબરી કેસઃ CBI કોર્ટનો મોટો ચૂકાદો, કોર્ટે કહ્યું- આ ઘટના ષડયંત્ર નહોતી, તમામ 32 આરોપી નિર્દોષ જાહેર

author img

By

Published : Sep 30, 2020, 1:10 PM IST

Updated : Sep 30, 2020, 5:59 PM IST

Babri demolition case
બાબરી વિધ્વંસ કેસ

અયોધ્યાના 1992ના બાબરી વિધ્વંસ કેસમાં લખનઉની CBI વિશેષ કોર્ટે ચૂકાદો જાહેર કર્યો છે. આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું કે, બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી. આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં છે.

લખનઉ: અયોધ્યાના 1992ના બાબરી વિધ્વંસ કેસમાં લખનઉની CBI વિશેષ કોર્ટે ચૂકાદો જાહેર કર્યો છે. આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું કે, બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી. આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં છે.

ભારતના સૌથી ચર્ચિત બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ પછી ચુકાદો આવ્યો છે. આ અંગે ઉચ્ચ ન્યાયાલયે દેશભરમાંથી બધાને 6 ડિસેમ્બર, 1992ના રોજ યોજાનારી 'કારસેવા' અથવા પવિત્ર સેવામાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી. ન્યાયાલયે અયોધ્યા પહોંચી શકે તેવા 'કારસેવક'ની સંખ્યા અંગે કંઈ નિશ્ચિત નક્કી કર્યું નહોતું. કેટલાક અનૈતિક અને અસામાજિક તત્ત્વોને લીધે પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ હતી અને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.

ચુકાદા પર સ્પેશિયલ કોર્ટના જજે શું કહ્યું?

  • બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.
  • આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં
  • ઈમારત તોડી પાડવાની ઘટના અચાનક થઈ હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બપોરે 12 વાગે ઈમારત પર પાછળથી પથ્થરમારો શરૂ થયો હતો.
  • અશોક સિંઘલ ઈમારત સુરક્ષિત રાખવા માંગતા હતા, કારણકે ત્યાં મૂર્તિઓ હતી.
  • કારસેવકોના બંને હાથ વ્યસ્ત રાખવા માટે પાણી અને ફૂલ લાવવાનું કહેવામાં આવ્યું હતું.
  • ન્યૂઝપેપરમાં લખેલી વાતોને પુરાવા ન માની શકીએ,
  • તસવીરોના આધાર પર કોઈને દોષિત ન ગણાવી શકીએ, તસવીરોની નેગેટિવ જમા કરાવવામાં નથી આવી.
    લાલકૃષ્ણ અડવાણીની પ્રિતિક્રિયા

આ મોટો નેતાઓ પર હતો આરોપ

  • બાબરી વિવાદિત ઈમારત તોડી પાડવા કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
  • જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.
  • કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે.

બાબરી કેસ

  • 28 વર્ષ, 2500 પેજની ચાર્જશીટ, 351 સાક્ષી,
  • અડવાણી સહિત 32 આરોપી
  • અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 48 લોકો વિરુદ્ધ FIR થઈ હતાી,
  • કુલ 48 આરોપીમાંથી 16 લોકોનાં નિધન થયાં
  • 1993માં હાઇકોર્ટના આદેશ પર લખનઉમાં સ્પેશિયલ કોર્ટ બની

આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું કે, બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી. આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં છે. આ કેસની પ્રથમ એફઆઈઆર રામ જન્મભૂમિ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેમાં લાખો કારસેવકનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI)ની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. બાબરી વિધ્વંસ કેસ મામલે કોર્ટે આડવાણી-જોશી અને ઉમા ભારતી સહિત 32 આરોપી નિર્દોષ જાહેર કર્યા હતાં.

આ કેસમાં કુલ 49 આરોપી હતાં, જેમાંથી 17 આરોપીઓના મોત થયા હતા. એવામાં કોર્ટે બાકીના 32 આરોપીને લઈને પોતાનો ચુકાદો આપ્યો છે. જજ એસ.કે. યાદવે કહ્યું કે, વિવાદિત માળખું તોડી પાડવાની ઘટના પૂર્વ આયોજિત નહોતી. આ ઘટના અચાનક થઈ હતી.

આ કેસમાં 2 હજાર પાનાના નિર્ણયમાં અદાલતે કહ્યું કે, મસ્જિદ તોડી પાડવાના કોઈ યોગ્ય સબૂતો મળ્યા નથી. જેથી કોર્ટ પાસે યોગ્ય સબૂતો ન હોવાને કારણે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં કુલ મળીને 49 લોકોનું નામ આરોપી તરીકે હતું. જેમાંથી 17 લોકોના મૃત્યુ થયા છે અને હાલ હયાત તમામ 32 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.

  • સંજય રાઉત
    સંજય રાઉતની પ્રતિક્રિયા

જો કે મહત્વનું છે કે આ નિર્ણય બાદ મહારાષ્ટ્ર શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો અને કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતા કહ્યું કે, હું, મારી પાર્ટી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પણ આ નિર્ણયનું સ્વાગત કરે છે અને બાબરી મસ્જિદ જો ધ્વસ્ત કરવામાં ન આવી હોત તો હાલ જે રામ મંદિરનું ભૂમિ પુજન કરવામાં આવ્યું છે, તે શક્ય બન્યું ન હોત.

  • અસદુદ્દીન ઓવૈસી
    અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી આજના દિવસને કાળો દિવસ તરીકે કહ્યો છે અને કહ્યું કે, ભારત સરકાર પર અનેક સવાલો ઉભા કર્યા છે.

  • મુરલી મનોહર જોશી
    મુરલી મનોહર જોશીની પ્રતિક્રિયા

મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી સાથે મળી સોમનાથથી 30 સપ્ટેમ્બર 1990ના રોજ આ રથયાત્રાની શરૂઆત કરી હતી.

  • સાધ્વી રિતંભરા
    સાધ્વી રિતંભરાની પ્રતિક્રિયા

સાધ્વી રિતંભરાએ કહ્યું કે અમે અમારા રામ મંદિર માટે લડી રહ્યા હતા.

Last Updated :Sep 30, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.