ETV Bharat / bharat

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની પત્ની સહિત 16 લોકોના કોરોના ટેસ્ટ સેમ્પલ લેવાયા

author img

By

Published : Aug 8, 2020, 7:31 PM IST

આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરેથી કોરોનાના 16 સેમ્પલ લેવાયા
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરેથી કોરોનાના 16 સેમ્પલ લેવાયા

બિલાસપુરમાં આરોગ્ય વિભાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરેથી 16 લોકોના ટેસ્ટ કરી કોરોના સેમ્પલ લીધા હતા, સાથે જ તેના પરિવારના સભ્યોને પણ હોમ ક્વોરેન્ટાઈન કર્યા હતા. જાણકારી મુજબ જે.પી.નડ્ડાની પત્ની મલિકા અને તેમના પિતાના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે આ સેમ્પલ તપાસ માટે શિમલા લેબમાં મોકલ્યા હતા.

બિલાસપુર (હિમાચલ પ્રદેશ): ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરેથી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શનિવારના રોજ કોવિડ- 19ના 16 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે.પી.નડ્ડાના પૂર્વજનું ગામ વિજયપુરમાં છુટ્ટી પર આવેલો સેનાનો જવાનનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની બહેન જે.પી.નડ્ડાના ઘરે ઘર સંભાળવા અને ત્યાં કામ કરવા માટે આવતી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરેથી કોરોનાના 16 સેમ્પલ લેવાયા
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરેથી કોરોનાના 16 સેમ્પલ લેવાયા

આરોગ્ય વિભાગે જે.પી.નડ્ડા ઘરેથી કોવિડ-19ના સેમ્પ્લ લીધા હતા. મળેલી જાણકારી મુજબ લેવામાં આવેલા સેમ્પલ પ્રક્રિયામાં નડ્ડાની પત્ની મલિકા નડ્ડા અને તેમના પિતાના સેમ્પલ પણ સામેલ છે. સ્વાસ્થ્ય વિભાગે આ સેમ્પલ તપાસ માટે શિમલા લેબમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, રવિવારના રોજ સાંજ સુધીમાં સેમ્પલનો રિપોર્ટ આવી જશે. સેમ્પલનો રિપોર્ટ આવે ત્યાં સુધી બધાને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

CMO ડો.પ્રકાશ દાડોચે જણાવેલું શુક્રવારના રોજ વિજયપુર ગામમાં એક ફોજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે જવાનને ચાંદપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. CMOએ પણ જણાવ્યું કે આરોગ્ય વિભાગને એ પણ જાણકારી હતી કે, પોઝિટિવ આવેલા જવાની બહેન દરરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે કામ કરવા માટે જતી હતી. તે આ પરિવારના સીધા સંપર્કમાં હતી જેથી બંને પરિવારના કોવિડ-19ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.