ETV Bharat / bharat

વૈશ્વિક આરોગ્યના ભવિષ્ય અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના વિસ્તરણ માટે કેટલીક સીમાચીન્હ ભલામણો

author img

By

Published : May 27, 2020, 7:38 PM IST

Updated : May 27, 2020, 7:48 PM IST

ો
વૈશ્વિક આરોગ્યના ભવિષ્ય અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના વિસ્તરણ માટે કેટલીક સીમાચીન્હ ભલામણો

આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સથી ભવિષ્યમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં ધરખમ ફેરફારો આવશે એ વાતને નકારી ન શકાય. પરીણામે, AIના યોગ્ય ઉપયોગ માટે સંશોધન અને નવી ટેક્નોલોજીના વિકાસ માટે માર્ગદર્શિકા તૈયાર કરવી ખુબ જ મહત્વની બની જાય છે.

વોશીંગ્ટન ડીસી : વૈશ્વિક આરોગ્યના વિષયમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI)ની ભૂમિકાને જોતા ગ્લોબલ હેલ્થ કોમ્યુનીટીને નવી ટેક્નેલોજીના વિકાસ અને વિસ્તરણ માટે ગાઇડલાઇન તૈયાર કરવાની તેમજ માનવ-કેન્દ્રિત રીસર્ચ એજન્ડા તૈયાર કરવાની ફરજ પડી છે જેથી ભવિષ્યમાં AIનો નૈતિક અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચીત થઈ શકે.

આ સમીક્ષા અને ભલામણો મેઇલમેન સ્કુલ ઓફ પબ્લીક હેલ્થના કોલમ્બિયા યુનિવર્સીટીના વસ્તી અને કુટુંબ આરોગ્ય વિભાગના હિલ્બ્રનના સંલગ્ન પ્રોફેસર અને MPH નીના શ્વાલબે, વૈશ્વિક આરોગ્ય માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા- યુનાઇટેડ નેશન્સ યુનિવર્સીટી સાથે સંકળાયેલા મુખ્ય વિઝીટીંગ વ્યક્તિ તેમજ પીએચડી અને જોન્સ હોપ્કીન્સ બ્લુમબર્ગ સ્કુલ ઓફ પબ્લીક હેલ્થના ઇન્ટરનેશનલ હેલ્થ ડીપાર્ટમેન્ટના આસીસ્ટન્ટ સાયન્ટીસ્ટ, બ્રાયન વાહલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ અભ્યાસ ‘ધ લેન્સેટ’માં પ્રસીદ્ધ કરવામાં આવ્યો હતો.

કેટલાક મધ્યમ અને નીચી આવક ધરાવતા દેશોમાં (LMIC) ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોબાઇલ કમ્પ્યુટીંગ પાવરમાં થઈ રહેલી પ્રગતીને કારણે એવી આશાનુ કીરણ દેખાઈ રહ્યુ છે કે વૈશ્વિક આરોગ્યના ક્ષેત્રમાં એત્યંત નવા જ પડકારોનો સામનો કરવામાં AI ખુબ મદદરૂપ થઈ શકે છે તેમજ આરોગ્યને લગતા કેટલાક લાંબા ગાળાના વિકાસના ધ્યેયો (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-SDG) અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કવરેજ (યુનિવર્સલ હેલ્થ કવરેજ -UHC) ને પ્રાપ્ત કરવાની દીશામાં ગતી મળી શકે છે.

જો કે AIથી સજ્જ ટેક્નીકનો વ્યક્તગત અને સમાજોને યોગ્ય લાભ મળી રહે તે માટે તેનો સાવચતી અને સલામતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને હાલના સંદર્ભમાં વાત કરીએ તો નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના જવાબમાં જ્યારે સતત ડીજીટલ ટૂલ અને સીસ્ટમને વારંવાર લાગુ કરવામાં આવી રહી છે ત્યારે આ તકેદારી રાખવાની ખૂબ જરૂર છે.

શ્વાલ્બેએ જણાવ્યુ હતુ કે, “ખાસ કરીને Covid-19 સમયની કટોકટી દરમીયાન, આપણે માનવ કેન્દિત ડીઝાઇન અને જેન્ડર બાયસના અલ્ગોરીધમ વીશે જે જાણીએ છીએ તેને અવગણી શકતા નથી.” તેમણે ઉમેર્યુ હતુ કે, “AI સબંધીત બદલાવોને હેલ્થ સીસ્ટમના જે ભાગમાં વિસ્થાપીત કરવામાં આવે છે તે ભાગમાં તેને રીતે લેવામાં આવશે તે વીશે વિચારવુ એ દરેક અભ્યાસનો ભાગ હોવો જોઈએ.”

‘ધ લેસન્ટ’ના સીનીયર એક્ઝીક્યુટીવ એડીટર, ડૉ. નાયોમી લીએ જણાવ્યુ હતુ કે, “AIને પરીણામે જે સુવર્ણ તકો આપણને મળવાની છે તે તકો તરફ આ રીવ્યુ મહત્વનું દીશાસુચન કરે છે પરંતુ તેમાં જે જોખમ રહેલુ છે તેને સુરક્ષિત કરવાનુ આપણે ચુક્યા છીએ તે બાબત પર ધ્યાન દેવુ પણ જરૂરી છે.”

વહાલ અને શ્વાલબેના જણાવ્યા પ્રમાણે, Covid-19ના દર્દીની સારવાર દરમીયાન દર્દીના જીવને જોખમ તેમજ દર્દીના ફ્લોને મેનેજ કરવામાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો પહેલેથી જ ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે નોંધ્યુ હતુ કે Covid-19ના દર્દીની સારવારમાં જે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ થાય છે તે મર્યાદીત માત્રામાં થઈ રહ્યો છે. આવી સ્થીતિમાં તેના યોગ્ય ઉપયોગ માટે ખુબ ઓછી પદ્ધતિઓ છે.

વૈશ્વિક આરોગ્યના સંદર્ભમાં AIનુ ક્ષેત્ર ઝડપથી વિકાસ પામી રહ્યુ છે. જો કે Covid-19 સામેની પ્રતિક્રીયાના સંદર્ભમાં આ રીવ્યુમાં કેટલીક ભલામણો કરવામાં આવી છે:

વિકાસની પ્રક્રીયામાં માનવ-કેન્દ્રિત ડીઝાઇનને સમવિષ્ટ કરવામાં આવે જેમાં સાધન આધારીત નહી પરંતુ જરૂરીયાત આધારીત અભિગમ અપનાવવામાં આવે.

ડેટાબેઝના ઝડપી અને સમાન એક્સેસની ખાતરી કરવી તેમજ વૈશ્વિક આરોગ્યના સંદર્ભમાં AIને અસરકારકતાથી લાગુ કરવા માટે એક ગ્લોબલ સીસ્ટમ સ્થાપવામાં આવે.

એક એવો રીસર્ચ એજન્ડાનો વિકાસ કરવો કે જેમાં AI ના વિસ્તરણને લગતા કેટલાક સીસ્ટમ રીલેટેડ પ્રશ્નોનો સમાવેશ થાય છે.

LMICના હિતોની રક્ષા કરી શકે તેવા વૈશ્વિક નીયમનકારી, આર્થિક અને નૈતિક ધોરણો અને નિર્દેશો ને તૈયાર કરીને લાગુ કરવા.

શ્વાલ્બે અને વહાલ, બંન્ને સંશોધનકારોએ આ ભલામણોને અન્ય લોકોએ કરેલી સમીક્ષાના સાહિત્યની મદદથી તૈયાર કરી છે જેથી એ સુનિશ્ચીત થઈ શકે કે LMICને સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે AI મદદરૂપ થઈ શકે છે તેમજ SDG અને UHCને પ્રાપ્ત કરવામાં તેમજ Covid-19 સામે લડત આપવામાં AI ઉપયોગી સાબીત થઈ શકે છે.

શ્વાલ્બેએ જણાવ્યુ હતુ કે, “COvid-19ને જોતા હવે એક વાત તો સ્પષ્ટ છે કે આપણે નિયમનકારી, નૈતિક અને ડેટા સુરક્ષા ધોરણોને લાગુ કરવામાં આપણે ક્યારેય ન રહ્યા હોય તેટલા જાગૃત રહેવુ પડશે. આપણે AIને લાગુ કરતા પહેલા તેને સાબીત કરવાના ધોરણોને વળગી રહીએ છીએ. જો એમ ન કરીએ તો જે જનતા-લોકોને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે જ જનતા-લોકોને આપણે નબળા પાડી રહ્યા છીએ તેવુ સાબિત થશે.”

આ સમીક્ષાને સ્વિસ સ્થીત ફાઉન્ડેશન, ફોન્ડેશન બોટનરનો ટેકો મળ્યો હતો કે જે વધતા જતા શહેરી વાતાવરણમાં બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો કરવા માટે AI અને ડીજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની હિમાયતી સંસ્થાઓમાં અગ્રેસર છે.

ફોન્ડેશન બોટનરના CEO, સ્ટીફન જર્મને જણાવ્યુ હતુ કે, “સમયસરની અને ટીકાત્મક સમીક્ષાને સમર્થન આપતા અમે ગર્વ અનુભવીએ છીએ.” તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, “આ વર્ષના અંત સુધીમાં ડીજીટલ હેલથ પર WHOની નવી વૈશ્વિક સ્ટેટજી અપનાવવાની અપેક્ષમાં, તેમજ Covid-19ની પ્રતિક્રીયામાં કેટલીક નવી ટેક્નોલોજીનુ ઝડપથી વિસ્તરણ કરવા માટે આપણે આપણે માનવાધિકારના મુદ્દાઓ અને જરૂરી શાસન માળખા પર તેમજ WHO જેવી સંસ્થાઓ તેમાં કઈ રીતે આગેવાની કરી શકે છે અને તેમનુ શું યોગદાન હોઈ શકે છે તેના પર ચર્ચાની જરૂર છે ”

Last Updated :May 27, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.