ETV Bharat / bharat

અદ્વિતીય વિકાસનો માર્ગ 'મેક ઈન ઈન્ડિયા'થી 'આત્મનિર્ભર ભારત સુધી'

author img

By

Published : Jun 8, 2020, 4:18 AM IST

ETV BHARAT
અદ્વિતીય વિકાસનો માર્ગ 'મેક ઈન ઈન્ડિયા'થી 'આત્મનિર્ભર ભારત સુધી'

જ્યારે વડાપ્રધાન મોદીએ 5 વર્ષ પહેલાં ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ જાહેર કરી ત્યારે તેને ભારે ઊંચો ઉદ્દેશ્ય ગણાવાતો હતો. કોરોના કટોકટીના પગલે તેમણે તાજેતરમાં ‘આત્મનિર્ભર ભારત’ માટેનું આહ્વાન અવાસ્તવિક સ્વપ્ન છે જે સાકાર થવાની રાહ જોઈ રહ્યું છે.

ન્યૂઝ ડેસ્ક: જ્યારે વડાપ્રધાન મોદીએ 5 વર્ષ પહેલાં ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ જાહેર કરી ત્યારે તેને ભારે ઊંચો ઉદ્દેશ્ય ગણાવાતો હતો. કોરોના કટોકટીના પગલે તેમણે તાજેતરમાં ‘આત્મનિર્ભર ભારત’ માટેનું આહ્વાન અવાસ્તવિક સ્વપ્ન છે જે સાકાર થવાની રાહ જોઈ રહ્યું છે.

કેન્દ્રએ મેન્યુફૅક્ચરિંગ, યંત્રો, મોબાઇલ ફૉન-ઇલેક્ટ્રૉનિક્સ, જેમ્સ-જ્વેલરી, ફાર્માસ્યુટિકલ અને ટૅક્સટાઇલ ઉદ્યોગ એવા દસ મુખ્ય ક્ષેત્રોને ઓળખ્યાં છે, જે ભારતને આત્મનિર્ભર બનાવી શકે છે. ઍર કન્ડિશનર, ફર્નિચર અને પગરખાંના ઘરેલુ ઉત્પાદન (મેન્યુફૅક્ચરિંગ)ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર રૂપિયા 1.25 લાખ કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવ પર સક્રિય રીતે વિચાર કરી રહી છે. હકીકતે, ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રમાં ચીનના વર્ચસ્વને અંકુશમાં રાખવા તે નવીન દરખાસ્તો લાવી છે.

મોદી સરકારે સેમી કન્ડક્ટર અને સુધારેલા ઇલેક્ટ્રૉનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા રૂપિયા 50,000 કરોડના પ્રૉજેક્ટ શરૂ કર્યો છે તેમજ ઘરેલુ ઉત્પાદનને વિસ્તારવા પ્રોત્સાહનો પણ આપી રહી છે. આ પ્રતિષ્ઠિત પરિયોજના મોબાઇલ કંપનીની મોટી કંપનીઓ માટે ભારતને વૈશઅવિક કેન્દ્ર બનાવવાનો આશય ધરાવે છે.

વધુમાં તે રૂપિયા 5.89 લાખ કરોડની નિકાસને સુવિધા આપે છે, જેનાથી 20 લાખ નોકરીઓ પેદા થશે. ઇલેક્ટ્રૉનિક્સ પર રાષ્ટ્રીય નીતિ (NPE) 2012એ ભારતની આર્થિક ક્ષમતા બહાર કાઢી હતી. તેનાથી ઘરેલુ ઉદ્યોગોને વર્ષ 2019 સુધીમાં રૂપિયા 2.14 લાખ કરોડની કિંમતના 33 કરોડ સ્માર્ટ ફૉન ઘટકોનું મેન્યુફૅક્ચરિંગ કરવા સક્ષમ બનાવ્યા હતા. NPE 2019એ રૂપિયા 13 લાખ કરોડની કિંમતના 100 કરોડ સ્માર્ટ ફૉનના મેન્યુફૅક્ચરિંગનું લક્ષ્ય નિર્ધાર્યું છે. વ્યૂહાત્મક ક્ષેત્રો જેવાં કે, સંરક્ષણને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રને ચાલક બળ બનાવવું જ જોઈએ.

ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ દર વર્ષે નવી ઊંચાઈ જુએ છે જે ટૅક્નૉલૉજિકલ પ્રગતિને આભારી છે. ગત વર્ષે કેન્દ્રએ જાહેર કર્યું હતું કે, વૈશ્વિક ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ રૂપિયા 136 લાખ કરોડના મૂલ્યનો છે અને તેમાં ભારતનો હિસ્સો માત્ર 3.3 ટકા (રૂપિયા 4.56 લાખ કરોડ) જ છે. કોરોનાના પગલે, ઉદ્યોગનાં મોટાં માથાંઓ ચીન પર તેમની વધુ પડતી નિર્ભરતા (જે વૈશ્વિક ઇલેક્ટ્રૉનિક્સ અને ઇલેક્ટ્રૉનિક હિસ્સાના મેન્યુફૅક્ચરિંગના 30 ટકા જેટલી છે) લઘુતમ કરવા આતુર છે. ભારત જે બીજું સૌથી મોટું મોબાઇલ ફૉન મેન્યુફૅક્ચરર છે, તે વર્ષ 2025 સુધીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કરી લેવા લક્ષ્ય ધરાવે છે.

NPEએ વર્ષ 2025 સુધીમાં ઇલેક્ટ્રૉનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફૅક્ચરિંગ (ઇએસડીએમ)માં રૂપિયા 26 લાખ કરોડનું વાર્ષિક ટર્નઑવર પ્રાપ્ત કરવાનું અદ્ભુત લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તેમ છતાં, તેમાં અનેક વિઘ્નોને ઓળંગવા પડવાનાં છે. કેન્દ્રીય પ્રધાને પોતે જ બીજા દેશોની સરખામણીમાં ભારતના નબળા દેખાવ માટે મહત્ત્વના આંતરમાળખાનો અભાવ, પૂરતા વીજપૂરવઠાનો અભાવ, ઊંચા વ્યાજના દર, અવિકસિત ઘરેલુ મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગ, અપૂરતું આર એન્ડ ડી (સંશોધન અને વિકાસ) તેમજ ડિઝાઇનની ક્ષમતાને જવાબદાર ગણાવ્યા હતા.

આ જમીની વાસ્તવિકતા છતાં, કેન્દ્રને એકલા આર્થિક પ્રોત્સાહનો દ્વારા જ ઉત્કૃષ્ટ પ્રદર્શન થવાની આશા છે. NPE 5-જી, આઈઓટી, સેન્સર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડ્રૉન, રૉબૉટિક્સ અને ફૉટોનિક્સ જેવાં ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ અને વિકસતાં સાહસોને પ્રોત્સાહન આપવાની કલ્પના કરે છે. વધુમાં, NPE ચિપ ડિઝાઇન, મેડિકલ ઑટોમેટિવ અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રોને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જ્યારે કેન્દ્રની રણનીતિ NPEની પરિકલ્પના સાથે સુસંગત હશે ત્યારે જ ભારત ટકાઉ વિકાસના માર્ગ પર હશે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.