ETV Bharat / bharat

રાજસ્થાન વિધાનસભાનું સત્ર આજથી શરૂ, ભાજપ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

author img

By

Published : Aug 14, 2020, 5:29 AM IST

ETV BHARAT
રાજસ્થાન વિધાનસભાનું સત્ર આજથી શરૂ, ભાજપ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

સચિન પાયલટની નારાજગીના અંત સાથે જ ગત એક મહિનાથી રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય હડકંપનો અંત આવ્યો છે, પરંતુ આજે એટલે કે શુક્રવારે શરૂ થનારા વિધાનસભા સત્રમાં ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે.

ન્યૂઝ ડેસ્ક: રાજસ્થાનમાં આજે એટલે કે શુક્રવારે શરૂ થઇ રહેલા વિધાનસભા સત્રમાં ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. જેમાં કોંગ્રેસે સરકાર બચાવવા માટે વિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડશે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની નારાજગીનો અંત આવ્યો છે. સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી થઈ છે. સચિન પાયલટે ગેહલોત સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં અશોક ગેહલોતના નૈતૃત્વવાળી કોંગ્રેસ સરકારે શુક્રવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં વિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે.

ધારાસભ્યોની મળેલી બેઠકમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન ગેહલોતે ધારાસભ્યને બધું ભૂલીને આગળ વધવા કહ્યું હતું. આ બેઠકમાં પૂર્વ નાયબ-મુખ્યપ્રધાન સચિન પાયલટ પણ હાજર રહ્યા હતા.

બીજુ બાજુ ભાજપના ધારાસભ્ય દળની બેઠક પણ મળી હતી. જેમાં ભાજપે શુક્રવારે શરૂ થનારા વિધાનસભા સત્રમાં અશોક ગેહલોતની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં ધારાસભ્યો પાસેથી પ્રસ્તાવ પર સહી પણ લેવામાં આવી છે. આ ઉપરાંત ભાજપનું કહેવું છે કે, ગેહલોત સરકાર પાસે પર્યાપ્ત સંખ્યાબળ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.