ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીની શેરી વિક્રેતાઓને અપીલ, કહ્યું- પ્લાસ્ટિકની બોટલને બદલે માટીના વાસણોનો ઉપયોગ કરો

author img

By

Published : Sep 9, 2020, 4:01 PM IST

etv bharat
પીએમ મોદી શેરી વિક્રેતાઓને બોલ્યા - પ્લાસ્ટિકની બોટલને બદલે માટીના વાસણોનો ઉપયોગ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે 'સ્વનિધિ સંવાદ' યોજ્યો હતો. કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત શેરી વિક્રેતાઓને ફરીથી રોજગાર સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' શરૂ કરી છે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર હતા.

ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે 'સ્વનિધિ સંવાદ' યોજ્યો હતો. કોવિડ -19 મહામારીથી અસરગ્રસ્ત શેરી વિક્રેતાઓને ફરીથી રોજગાર સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' શરૂ કરી છે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર હતા.

આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે, એક વખત પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની બોટલોને બદલે માટલાનો ઉપયોગ કરો. તે જ સમયે વડાપ્રધાને મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને અભિનંદન આપ્યા અને કહ્યું કે, તેમના પ્રયત્નોથી માત્ર 2 મહિનામાં મધ્યપ્રદેશના 1 લાખથી વધુ શેરી વિક્રેતાઓને સ્વાનિધિ યોજનાનો લાભ મળ્યો છે. આ પહેલી વાર થયું કે શેરી વિક્રેતા વાળા લાખો લોકોના નેટવર્કને સાચા અર્થમાં સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.