ETV Bharat / bharat

PM મોદીએ 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' ખાતે સરદાર પટેલને આપી આદરાંજલિ, લોકોને લેવડાવ્યા રાષ્ટ્રિય એકતાના શપથ

author img

By

Published : Oct 31, 2019, 6:08 PM IST

Statue of Unity

નર્મદાઃ કેવડિયા એકતા નગર ખાતે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ તેમના ચરણમાં પુષ્પાંજલિ સાથે આદરાંજલિ અર્પી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.15 કલાકે અમદાવાદથી કેવડિયા હેલિપેડ પર પહોંચ્યા હતાં, ત્યાંથી સીધા સરદાર પ્રતિમા પાસે પહોંચ્યા હતાં, ત્યારે વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા પ્રતિમા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં દેશની જુદી-જુદી 48 જેટલા સુરક્ષાદળોએ શિસ્ત અને સાહસભર પરેડ રજૂ કરી હતી.

કેવડિયામાં યોજાયેલો કાર્યક્રમ, નિહાળો વીડિયો...

વિશાળ જનમેદનીને વડાપ્રધાને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતાં. પુલવામા હુમલાના શહીદ નાસીર અહેમદના ધર્મપત્ની સાઝીયા કૌશલે PMને રાષ્ટ્રીય પોલીસ સ્મારક સ્મૃતિચિહ્નન અર્પણ કર્યું હતું. 200થી વધુ બાળકોએ ગણવેશધારી જવાનોનો સાથે મિલાવી કલાત્મક કવાયત દ્વારા બાળ પેઢીના જુસ્સાને પ્રગટ કર્યો હતો અને સરદાર સાહેબને ભાવાંજલિ આપી હતી.

પીએમ મોદીએ CRPF, BSF, આસામ પોલીસ, IBPT, કર્ણાટક પોલીસ, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડને સલામી અર્પણ કરી હતી. એકતા પરેડ યોજાયા બાદ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં CISF, NDRF, NSG અને ગુજરાત પોલીસ-CRPF દ્વારા દિલધડક ડેમોસ્ટ્રેશન યોજાયા હતાં.

CISF દ્વારા એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલાને નાકામ બનાવતું, NDRF દ્વારા ભૂકંપ એરિયામાં પહોંચી લોકોને બચાવતું, NSG દ્વારા આતંકી હુમલાને નાકામ બનાવતું લાઈવ ડેમોસ્ટ્રેશન તથા ગુજરાત પોલીસ-CRPF ની મહિલા કર્મીઓ દ્વારા બાઈક રાઈડનું દિલધડક કરતબ રજૂ કરાયું હતું.

Intro:નર્મદા જિલ્લાના કેવડિયા એકતા નગર ખાતે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ તેમના ચરણ માં પુષ્પઅંજલિ સાથે આદરાંજિલ અર્પી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતીBody:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 8.15 કલાકે અમદાવાદ થી કેવડિયા હેલિપેડ પર પહોંચ્યા હતા. સીધા પ્રતિમા પર પી એમ પહોંચ્યા હતા. ત્યારે વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા પ્રતિમા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. જ્યાંથી સીધા સરદાર સાહેબની આ અપ્રતિમ પ્રતિભાના સાંનિધ્યમાં દેશની જુદી-જુદી 48 જેટલી સુરક્ષાદળોએ શિસ્ત અને સાહસસભર પરેડ રજૂ કરી હતી. વિશાળ જનમેદનીને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. પુલવામા હુમલાના શહિદ નાસીર અહેમદના ધર્મપત્ની સાઝીયા કૌશલે પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય પોલીસ સ્મારક સ્મૃતિચિહ્નન અર્પણ કર્યું। 200 થી વધુ બાળકોએ ગણવેશધારી જવાનોનો સાથ મિલાવી કલાત્મક કવાયત દ્વારા બાળ પેઢીના જુસ્સાને પ્રગટ કર્યો હતો અને સરદાર સાહેબને ભાવાંજલિ આપી હતી.Conclusion:પીએમ મોદીએ CRPF, BSF, આસામ પોલીસ, IBPT, કર્ણાટક પોલિસ, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડને સલામી અર્પણ કરી હતી. એકતા પરેડ યોજાયા બાદ પીએમ મોદીની ઉપસ્થિતિમાં CISF, NDRF, NSG અને ગુજરાત પોલીસ-CRPF દ્વારા દિલધડક ડેમોસ્ટ્રેશન યોજાયા હતા.CISF દ્વારા એક ઇન્ટરનેશન એરપોર્ટ પર આતંકી હુમલાને નાકામ બનાવતું, NDRF દ્વારા ભૂકંપ એરિયામાં પહોંચી લોકોને બચાવતું, NSG દ્વારા આતંકી હુમલાને નાકામ બનાવતું લાઈવ ડેમોસ્ટ્રેશન તથા ગુજરાત પોલીસ-CRPF ની મહિલા કર્મીઓ દ્વારા બાઈક રાઈડનું દિલધડક કરતબ રજૂ કરાયું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.