ETV Bharat / bharat

આજે બિહારમાં PM મોદી 4 રેલીને સંબોધશે

author img

By

Published : Nov 1, 2020, 7:45 AM IST

PM મોદી
PM મોદી

PM મોદી આજે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ બિહારમાં 4 રેલીને સંબોઘશે. મળતી જાણકારી મુજબ મોદી રવિવારે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બગહામાં રેલીઓને સંબોધિત કરશે.વડાપ્રધાનની ચૂંટણીની સભામાં બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર પણ સામેલ રહેશે.

પટના : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હુજુ બે તબક્કામાં મતદાન યોજાશે. જેને લઈ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન ચાલું છે.ત્યારે બધા જ દળો પણ પ્રચાર અભિયાનમાં પુરજોશમાં જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં 4 રેલીઓને સંબોધન કરશે. PM મોદી છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બગહામાં અલગ-અલગ રેલીઓને સંબોધન કરશે.

વડાપ્રધાનની ચૂંટણીની સભામાં બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર પણ સામેલ રહેશે.બિહાર વિધાનસભાના બીજા તબક્કા માટે રવિવાર રાત્રિના ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે. 3 નવેમ્બરના મતદાન યોજાશે.

આ પણ વાંચો :

બિહાર વિધાનસભા ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

બિહાર ચૂંટણીઃ પહેલા તબક્કામાં 53.53 ટકા મતદાન, ઉમેદરવારોનું ભાવિ EVMમાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.