ETV Bharat / bharat

મહારાષ્ટ્ર : આજે કોંગ્રેસ-NCP ની બેઠક , ઉદ્ધવ ઠાકરેએ 22 જુલાઈ બેઠક બોલાવી

author img

By

Published : Nov 20, 2019, 10:26 AM IST

ઉદ્ધવ ઠાકરે 22 જુલાઈ બેઠક બોલાવી

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનનું કોકડુ હજુ પણ ગુંચવાયેલુ છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાર્ટી વચ્ચે પ્રસ્તાવિક બેઠક પણ સ્થગિત થઈ છે. ગત 24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સરકાર ગઠનને લઈ અસમંજસની સ્થતિ બની છે. જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનની દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. અને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાર્ટી વચ્ચે બેઠક પણ સ્થગિત થઈ છે. આ બેઠક આજે થઈ શકે છે. ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈ NCP અને કોંગ્રેસ ને જોઈ શિવસેનાએ 22 નવેમ્બરના તેમના સમગ્ર ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે.

ગત 24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સરકાર ગઠન માટે સસપેન્સ યથાવત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને એન્ટની સોનિયા સાથે મુલાકાત કરી મહારાષ્ટ્રને લગતી પરિસ્થિતિ વિશે માહિતગાર કરાયા.

બંને પાર્ટીઓ શિવસેનાની સાથે મળી સરકાર બનાવવાની સંભાવના પર વાતચીત માટે વરિષ્ઠ નેતાઓને જવાબદારી આપી છે. NCP પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી અને કહ્યું કે, બંને પાર્ટી હવે નાના દળો સાથે વાતચીત કરશે. જે સાથે ચૂંટણી લડ્યા છે. શિવસેનાના ધારાસભ્યો અને નેતા શુક્રવારે બેઠક કરશે.

બીજી તરફ, મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈ NCP અને કોંગ્રેસના વલણને જોતાં શિવસેનાએ 22 નવેમ્બરના રોજ તેના તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. શિવસેનાના નેતાએ કહ્યું કે, પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બેઠકને સંબોધિત કરશે. જેમાં રાજ્યમાં સરકાર ગઠનને લઈ પાર્ટીના ભવિષ્યની રણનીતિ પર વિચાર-વિમર્શ કરવાની આશા છે.

હાલમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કોંગ્રેસ , NCP અને શિવસેના સરકાર ગઠનનો રસ્તો શોધી રહી છે.288 સભ્યો મહારાષ્ટ્ર વિધાનસભાના 24 ઓક્ટોમ્બરના જાહેર થયેલા ચૂંટણી પરિણામાં કોઈપણ પાર્ટી પૂર્ણ બહુમત માટે જરુરી 145 સીટ પ્રપ્ત કરી શકી નથી.

ભાજપને 105 સીટ પર જીત મળી જ્યારે શિવસેનાએ 56 સીટ પર જીત મેળવી છે. NCP 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે. ગઠબંધન કરી ચૂંટણી લડી ભાજપ અને શિવસેનાને બહુમતતો મળી પરંતુ મુખ્યપ્રધાન પદને લઈ ખેચતાણથી સરકાર બનાવી શક્યા નહી.

ત્રણ પાર્ટી વચ્ચે સરકાર ગઠનને લઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. શિવસેના નેતાએ કહ્યુ તે, ઉદ્ધવ ઠાકરે 22 નવેમ્બરના મુંબઈમાં પાર્ટી ધારાસભ્યો અને નેતાઓની બેઠકને સંબોધિત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.