ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન શાહે CRPFના સ્થાપના દિવસની પાઠવી શુભેચ્છા

author img

By

Published : Jul 27, 2020, 12:46 PM IST

CRPF
CRPF

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે CRPFના 82 મા સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગૃહપ્રધાન સ્થાપના દિનની ઉજવણીમાં પણ હાજરી આપશે.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે CRPFના 82 માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત, તે વીડિયો લિંક દ્વારા દેશભરમાં તૈનાત CRPFના કર્મચારીઓને સંબોધન પણ કરશે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન શાહે એક ટ્વિટ દ્વારા CRPFના 82માં સ્થાપના દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

  • CRPF is synonymous with valour, courage and sacrifice.

    Time and again @crpfindia has made the nation proud. Their dedication to serve the society during COVID-19 is unparalleled.

    I join millions of Indians to wish our brave CRPF personnel and their families on 82nd Raising Day.

    — Amit Shah (@AmitShah) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાને પોતાની ટ્વિટમાં કહ્યું કે "CRPFના 82 માં સ્થાપના દિવસ પરCRPFના તમામ જવાનોને અભિનંદન. આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં સીઆરપીએફ મોખરે છે. હિંમત , સાહસ અને વ્યાવસાયીકરણની પ્રશંસા કરવામાં આવે છે. આવનારા વર્ષોમાં સીઆરપીએફ વધુ ઉંચાઈ હાંસલ કરે."

  • Greetings to all @crpfindia personnel on the 82nd Raising Day of this outstanding Force. CRPF is at the forefront of keeping our nation safe. The courage and professionalism of this force are widely admired.

    May the CRPF achieve even greater heights in the coming years.

    — Narendra Modi (@narendramodi) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પ્રસંગે CRPFના ડાયરેક્ટર જનરલ ડો.આનંદ પ્રકાશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે 'સર્વોચ્ચ બલિદાન આપનારા તે બધા શહીદોના અમે ઋણી છીએ. 2200 થી વધુ વીરોએ શહાદત આપી છે. આ દળ તેમના બલિદાન અને વીરતા તરીકે ઉજવે છે. લગભગ 2000 બહાદુરી ચંદ્રકોથી આ દેશે આ દળને અલંકિત કર્યું છે.

  • देश के शांति रक्षक, केंद्रीय रिजर्व पुलिस बल द्वारा आज अपना 82वां स्थापना दिवस मनाया जा रहा है। @crpfindia राष्ट्र के प्रति समर्पण, सेवा और उसकी सुरक्षा का पर्याय है।
    इस अवसर पर CRPF के सभी सदस्यों तथा उनके परिजनों को बधाई और शुभकामनाएं देता हूं। pic.twitter.com/V3VCEXEHaM

    — Vice President of India (@VPSecretariat) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શાહ વતી મધ્યપ્રદેશના નીમચમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. બ્રિટિશ રાજ હેઠળ નીમચમાં, જુલાઇ 1939 ના રોજ, દળની પહેલી બટાલિયનની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ ​​પોલીસ (સીઆરપી) કહેવાતું હતું.

દેશના પ્રથમ ગૃહપ્રધાન, સરદાર વલ્લભભાઇ પટેલે ભારતીય સંઘ હેછળ, 1949 માં તેનું નામ બદલીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) રાખ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.