ETV Bharat / bharat

ભારતની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવા કર્ણાટકમાં શરૂ કરવામાં આવી

author img

By

Published : Sep 9, 2020, 4:12 AM IST

ETV BHARAT
ભારતની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવા કર્ણાટકમાં શરૂ કરવામાં આવી

કર્ણાટકમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. આનાથી ઇમરજન્સી આરોગ્ય સેવાઓ માટેની જરૂરિયાત પૂર્ણ કરશે.

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિટિકલ એર ટ્રાન્સફર ટીમ (ICATT) દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિટિકલ એર ટ્રાન્સફર ટીમ ભારતની એકમાત્ર એર એમ્બ્યુલન્સ કંપની છે. જેમની પાસે ઇમરજન્સી મેડિકલ સર્વિસના નિષ્ણાતો અને સંભાળ રાખનારા ડૉકટર્સ છે.

આ સેવા લાંબા અંતરની ઇમરજન્સી આરોગ્ય પરિવહન માટે છે. ભારતમાં સમયસર અને ગુણવત્તાયુક્ત ઇમરજન્સી આરોગ્ય સેવાઓની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે.

એર એમ્બ્યુલન્સના ઓપચારિક લોન્ચિંગ દરમિયાન ICATTના સહ-સ્થાપક અને ડિરેક્ટર ડૉ.શાલિની નલવાડે કહ્યું કે, ભારતમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ આપવા અને લોકોને જલ્દીથી આરોગ્યની સેવા મળે તે માટે એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.