ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશની સરહદમાં ચીની હેલિકોપ્ટર દેખાતા ભારતીય એજન્સી એલર્ટ

author img

By

Published : May 17, 2020, 11:19 AM IST

હિમાચલ
હિમાચલ

કોરોના મહામારીની દહેશત વચ્ચે હિમાચલની સરહદમાં ચીની હેલિકોપ્ટર જોવા મળ્યા હતા. છેલ્લા દોઢ મહિનામાં બે વાર આંતરરાષ્ટ્રીય સરહદમાં 12 કિલોમીટરની અંદર ચીની હેલિકોપ્ટર ઘૂસી આવતા ભારતીય સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.

હિમાચલ પ્રદેશ: કોરોના મહામારીની દહેશત વચ્ચે હિમાચલની સરહદમાં ચીની હેલિકોપ્ટર જોવા મળ્યા હતા. છેલ્લા દોઢ મહિનામાં બે વાર આંતરરાષ્ટ્રીય સરહદમાં 12 કિલોમીટરની અંદર ચીની હેલિકોપ્ટર ઘૂસી આવતા ભારતીય સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.

પોલીસે આ અંગે સેના, IB, ITBP અને અન્ય સુરક્ષા એજન્સીઓને માહિતી આપી છે. આ ત્રણેય એજન્સીઓએ ઘટનાની જાણકારી મળતાની સાથે જ તેમના સ્તરે કેસની તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે સરહદની આજુબાજુ સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપી લાહૌલ-સ્પીતી રાજેશ ધર્માનીએ જણાવ્યું હતું કે, ચીની હેલિકોપ્ટર આ વિસ્તારમાં બે વખત ખૂબ જ નીચા સ્તરે ઉડતું જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ચીની હેલિકોપ્ટરને બેવાર ખૂબ નજીક ઉડતા જોવા મળ્યા હતા. પહેલી વખત આ ઘટના એપ્રિલ અંતમાં અને બીજી ઘટના મે મહિનાના પહેલા અઠવાડિયામાં હિમાચલમાં સીમામાં જોવા મળ્યા હતા. 12 કિલોમીટરની અંદર આવનાર બંને હેલીકોપ્ટર તિબ્બત તરફ પરત ફર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.