ETV Bharat / bharat

ભારતમાં હેરિટેજ મેનેજમેન્ટમાં નોંધપાત્ર સુધારો

author img

By

Published : Jun 27, 2020, 10:25 PM IST

હેરિટેજ મેનેજમેન્ટ
હેરિટેજ મેનેજમેન્ટ

ભારતનો સાંસ્કૃતિક વારસો અને ખાસ કકરીને તેના પુરાતત્વ અને વારસાનું ઘડતર વિશેષ મહત્વનું છે. ભારતનો ભૌગોલિક અને રાજકીય વિસ્તરણમા બહુ વિશાળ છે અને ભારતનો વારસો મહાન અને વિવિધતાથી ભરપુર છે. ભારતનો વિશાળ વારસોના ભંડાર તેની સાંસ્કૃતિક ઓળખ અંગે નોંધપાત્ર રીતે વૈશ્વિક માન્યતાને મેળવી ચુક્યુ છે. માત્ર ભારતમાં જ નહી પણ વિશ્વના ઘણા દેશોના સંગ્રહાલયોમાં ભારતના વારસાના શ્રેષ્ઠ નમુનાઓ રાખવામાં આવ્યા છે. જે ભારતીય સંસ્કૃતિની મહિમાને દર્શાવે છે. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસારની સાક્ષી રુપે આવેલા અસાધારણ સ્મારકો આવેલા છે.

ન્યૂઝ ડેસ્કઃ પ્રાંરભિક સર્વેમાં સુચવ્યુ છે કે ભારતમાં બાંધવામાં આવેલા વારસાગત અને પુરાતત્વ અવશેષોમાં આશરે ચાર લાખથી પણ વઘારે ઇમારતો છે. જેમાં કેન્દ્રીય સ્મારકો, રાજ્ય સંરક્ષિત સ્મારકો, વિવિધ ધાર્મિક ટ્રસ્ટ હેઠળની ઇમારતો, ઐતિહાસિક શહેરો અને પુરાતત્વીય સ્થળોમાં આવેલી ઇમારતોનો સમાવેશ થાય છે.

ભારતતમાં અમુલ્ય વારસાના સ્થિતિ હજુ અવ્યવસ્થિત છે કારણ કે તે વિવિધ રાજ્યોમાં ખુબ મોટા પ્રમાણમાં સ્વરૂપો, આકાર જેવા ઘણા અસ્તિત્વ ધરાવે છે. અને ભારતના વારસાના વિકાસ માટે કોઇ અતિમહત્વપૂર્ણ એવા માર્ગદર્શન નથી મળ્યુ કે જે વારસાનું રક્ષણ, જાળવણી અને તેનો પ્રસાર કરી શકે. તો અન્ય પશ્ચિમી દેશોનીથી વિપરિત ભારત તેનો સાસ્કૃતિક વારસો સદીઓથી બતાવી રહ્યુ છે અને આ પરંપરાનું પાલન હજુ પણ યથાવત છે. હાલ ભારતના હેરીટેજમાં પુરતા રોકાણ નાણાની જોગવાઇ નથી ત્યારે આ માટે હેરીટેજ બજેટ અને આયોજન માટે એક વ્યાપક કામગીરીની આવશ્યકતા છે. આ વારસો ખાલી ભારતના ભવ્ય ભુતકાળાના મહત્વપૂર્ણ ચિન્હોની રચના જ નથી કરતો પંરતુ, આ વારસો પ્રવાસન અને સ્થાનિક વિકાસ દ્વારા રોજગાર અને આવક ઉભી કરવાની તક પણ આપે છે.

ભારતના નિર્માણિત વારસોના રક્ષણ, સંરક્ષણ, અર્થઘટન અને પ્રદર્શનના પ્રભાવને વિવિધ સ્તરે ઓળખવાની જરૂર છે:

એ. આંતરરાષ્ટ્રીય સ્તરઃ વારસાને સાંસ્કૃતિક કથાઓ , ઇતિહાસ સાથે સંસ્કૃતિનુ આદાનપ્રદાન અને વૈશ્વિક આંતરાષ્ટ્રીય વ્યવહારમાંથી શીખીની વારસાને વૈશ્વિક બનાવવો.

બી.રાષ્ટ્રીય કક્ષાઃદેશના ઘડતરમા અને ભવ્ય સાઇટ્સ અને સ્મારકો સાથે તેની અનોખી સાંસ્કૃતિક ઓળ કે જે સમૃધ્ધ અને વિવિધ સ્તરે ઇતિહાસ ધરાવે છે જે રાષ્ટ્રના ઘડતર તરીકેની રક્ષા ધરાવે છે.

સી. સ્થાનિક સ્તરેઃ ઐતિહાસિક શહેરો અને ત્યાં આવેલી સાઇટ્સના નિયમિત રીતે વિકાસને સીધી રીતે લોકોનો આર્થિક –સામાજીક લાભ યુએનને યોગ્ય વિકાસના લક્ષ્યોને સમય સાથે હાંસલ કરી શકાય.

ભારતીય ઉપખંડની સમૃધ્ધ અને વાઇબ્રેન્ટ સંસ્કૃતિ આ વિશ્વના જીવંત સ્મારકોની નોંધપાત્ર શૈલી સાથે, કદાચ, સૌથી મૂલ્યવાન અને વૈવિધ્યસભર વારસાથી સંપન્ન છે. દેશમાં સંરક્ષિત સ્થળો અને સ્મારકોના ભારત સમૃદ્ધના ભંડારમાં, સંરક્ષિત 30 (38 માંથી) સાંસ્કૃતિક ઘરોહરોનો સમાવેશ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, અને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) ની તાબામાં આશરે 3,691 સ્મારકો રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.