ETV Bharat / bharat

પરમાણુ પરીક્ષણના 22 વર્ષ બાદ કઇંક આવી છે પોખરણના ખેતોલાઇ ગામની પરિસ્થિતિ, જુઓ વિશેષ અહેવાલ...

author img

By

Published : May 11, 2020, 5:10 PM IST

ETV BHARAT
પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ ખેતોલાઇ ગામમાં ફેલાયો રોગચાડો, વાંચો વિશેષ અહેવાલ

ખેતોલાઇ ગામની નજીક પોખરણ ફિલ્ડમાં ફાયરિંગ રેન્જમાં થયેલા પરમાણું બોમ્બના પરીક્ષણના આજે 22 વર્ષ પૂર્ણ થયાં છે. વિશ્વ સ્તરે પોતાની ઓળખ સ્થાપિત કરનારું આ ગામ 22 વર્ષ પછી પણ સુવિધા અને વિકાસની દોડમાં ઘણું પાછળ છે. ગ્રામીણોનું કહેવું છે કે, અહીંયા પરમાણુ પરીક્ષણ બાદ ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળી છે, પરંતુ એટલા વર્ષો બાદ પણ સરકાર તરફથી અહીંયા માટે કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યાં નથી.

પોખરણ(જેસલમેર): 11 મે 1998નો દિવસ. આ દિવસ ભારતીય ઈતિહાતમાં સોનાના અક્ષરે દાખલ છે. આજના જ દિવસે ભારત પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર બન્યો હતો. પરમાણુ પરીક્ષણનું આજે 22મું વર્ષ છે. આ પ્રસંગે ETV BHARATએ પરમાણુ પરીક્ષણ ક્ષેત્રમાં જઇને લોકો સાથે વાતચીત કરી અને અહીંયાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખેતોલાઇ ગામની નજીક પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આજના દિવસે થયેલા પરમાણુ બોમ્બના પરીક્ષણના કારણે આ ગામ અચાનક સમાચારમાં છવાયું હતું.

પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ ખેતોલાઇ ગામમાં ફેલાયો રોગચાડો, વાંચો વિશેષ અહેવાલ

આ ગામે વિશ્વ સ્તરે પોતાની ઓળખ સ્થાપિત કરી અને મોટા મોટા લશ્કરી અધિકારીઓ, નેતાઓ, વૈજ્ઞાનિકો, વહીવટી અધિકારીઓ અને મીડિયા લોકોનો મેળાવડો શરૂ થયો હતો, પરંતુ આ બધું થવા છતાં અહીંની પરિસ્થિતિ આજે પણ એવી જ છે. 22 વર્ષ પછી પણ સુવિધાઓથી વંચીત ખેતોલાઇ ગામના લોકો સાથે ETV BHARATએ વાતચીત કરી અને અહીંયાની પરિસ્થિતિને સમજી છે.

ETV BHARAT
પરીક્ષણ બાદની સ્થિતિ

22 વર્ષ બાદ પણ કોઈ પ્રકારની સુવિધા નહીં

ગ્રામીણોનું કહેવું છે કે, પરમાણુ પરીક્ષણ સ્થળના સૌથી નજીકના ગામ ખેતોલાઇને દેશના વડાપ્રધાન દ્વારા દતક લેવાની ઘણી વખત માગ કરવામાં આવી, પરંતુ આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી કોઈએ પણ વિચાર્યું નહીં. ગ્રામીણોનું માનવું છે કે, પરીક્ષણ બાદથી જ વ્યક્તિઓ અને પશુઓમાં ચામડીનો રોગ, કેન્સર, પશુઓને ગાંઠ, ગર્ભપાત વગેરે જેવી બીમારીઓ જોવા મળી રહી છે.

આવી સ્થિતિમાં સરકારે દર 6 મહિને હવા, પાણી, પર્યાવરણ, ઝાડ અને છોડની નિષ્ણાતો પાસે તપાસ કરાવવી જોઈએ. ગ્રામીણોનું માનવું છે કે, પરમાણુ કિરણોત્સર્ગથી ફેલાયેલી બીમારીઓને લઇને સબડિવિઝન મુખ્ય મથક પર વિશેષ તપાસ કરવી જોઈએ, પરંતુ 22 વર્ષ બાદ પણ કોઈ આ માંગણીઓ તરફ ધ્યાન આપી રહ્યું નથી.

ગ્રામ લોકોએ વધુમાં જણાવ્યું કે, પરમાણુ પરીક્ષણ બાદ ખેતોલાઇ ગામને તમામ લોકો ભૂલી ગયા છે. અહીંયા અત્યાર સુધી ઘણા લોકોનાં કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગના કારણે મોત થયાં છે, પરંતુ રેડિયેશન તપાસની પૂરતી વયવસ્થા ન હોવાના કારણે કહેવું મુશ્કેલ છે કે આમાં કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગો કેવી રીતે ફેલાય છે.

વર્ષગાંઠની ઉજવણી કરવાની માગ, પરંતુ કોઇ પગલા ન લેવાયા

ગ્રામીણોએ 11 મે ને રાષ્ટ્રીય ગૌરવ દિવસ જાહેર કરવા અને કેન્દ્ર સરકાર તરફથી ખેતોલાઇ ગામમાં રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમ આયોજીત કરી પરમાણુ પરીક્ષણના વર્ષગાંઠની ઉજવણી કરવા અને ગામમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાની પણ ઘણી વખત માગ કરી છે, પરંતુ આના પર હજૂ સુધી કોઈ સુનાવણી કરવામાં આવી નથી.

ખેતોલાઇ ગામના લોકોનું કહેવું છે કે, આ દિવસ તેમના માટે ગૌરવશાળી છે. આ દિવસ બાદ તેમના ગામનું નામ વિશ્વ સ્તરે આવ્યું હતું. ગ્રામીણોએ જણાવ્યું કે, આ સમયે કોરોના સંક્રમણના કાળમાં પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠને સરકારી નિર્દેશોનું પાલન કરી પોત-પોતાના ધરમાં મનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

1 મે 1998ના રોજ તાત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતની વ્યૂહાત્મક શક્તિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરી પોખરણની ધરતી પર એક ન્યુક્લિયર પરીક્ષણો કર્યાં હતાં. આજથી 22 વર્ષ અગાઉ 11 અને 13 મે ના રોજ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સળંગ 5 પરમાણુ બોમ્બના ઘડાકા સાથે ભારત એક વખત ફરી પરમાણુ શક્તિના રૂપે ઉભરીને સામે આવ્યો હતો. આ પરીક્ષણને પરમાણુ શક્તિ-2 નામ આપવામાં આવ્યું હતું. 1998માં થયેલા પરમાણુ પરીક્ષણ બાદ અટલ બિહારી વાજપેયીએ પોખરણમાં સભાને સંબોધન કરીને કહ્યું હતું કે, એક વખત ફરી પોખરણની આ પાવન ધરતી પર બુદ્ધ મુસ્કુરાયા છે.

પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ખેતોલાઇ ગામની નજીક કરવામાં આવેલા પરમાણુ ઘડાકા બાદ વિશ્વ સ્તરે ઓળખ બનાવેલા ખેતોલાઇ ગામના લોકો આજે પણ તે શૌર્ય અને શક્તિ દિવસને યાદ કરી ગર્વ અનુભવી રહ્યા છે.

TVમાંથી મળી પરમાણુ પરીક્ષણની માહિતી

ETV BHARATની ટીમે ખેતોલાઇ ગામ પહોંચી 22 વર્ષ અગાઉ થયેલા પરમાણુ પરીક્ષણ અંગે લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લોકોએ જણાવ્યું કે, પરમાણુ પરીક્ષણ કાર્યક્રમને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જના સૌથી નજીક ગામ ખેતલોઈમાં ગુપ્ત રાખવામાં આવ્યું હતું. આની આશંકા પણ કોઈને નહોતી થવા દીધી કે, ભારત પરમાણુ પરીક્ષણ કરવા જઇ રહ્યો છે.

વડાપ્રધાને ટીવી ચેનલ અને રેડિયોના માધ્યમથી પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ અંગે માહિતી આપી, ત્યારે ખેતોલાઇ ગામનો લોકોને ખ્યાલ આવ્યો કે અમનું ગામ અચાનક સમાચારમાં છવાઇ ગયું છે. પરમાણુ પરીક્ષણ બાદ પોખરણની સાથે-સાથે ખેતોલાઇને પણ એક નવી ઓળખ મળી હતી, પરંતુ પરમાણુ પરીક્ષણના 22 વર્ષ બાદ પણ અહીંયાની પરિસ્થિતિ તેવી જ છે. અહીંયા ઓળખ અને વિકાસના નામ પર માત્રને માત્ર જૂની યાદો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.