ETV Bharat / bharat

લૉકડાઉનના સમયગાળામાં ડિજિટલ ઇન્ડિયા તેની સૌથી મોટી કસોટીમાંથી પસાર થઇ રહ્યું છે

author img

By

Published : Mar 29, 2020, 7:49 PM IST

લૉકડાઉનના સમયગાળામાં ડિજિટલ ઇન્ડિયા તેની સૌથી મોટી કસોટીમાંથી પસાર થઇ રહ્યું છે
લૉકડાઉનના સમયગાળામાં ડિજિટલ ઇન્ડિયા તેની સૌથી મોટી કસોટીમાંથી પસાર થઇ રહ્યું છે

ડિજિટલ ઇન્ડિયાનો જ્યારે ઉદય થયો ત્યારે સરકાર અને કંપનીઓને ભાગ્યે જ ખબર હતી કે, ટોટલ લૉકડાઉન જેવી અણધારી પરિસ્થિતિમાં જે એપ્સ અને સર્વિસિસે આપણને આ કપરા દિવસોમાંથી પસાર થવામાં મદદ કરી છે તે ટૂંક સમયમાં મરણ પથારીએ પડશે.ઉબરથી લઇને ઓલા સુધી, સ્વિગીથી લઇને ઝોમેટો સુધી અને બિગબાસ્કેટથી લઇને ગ્રોફર્સ સુધી- હજારો એપ્લિકેશન આધારિત સેવાઓએ 21 દિવસનો લાંબો વિરામ લીધો છે અને ડિજિટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓ પર બેરોજગારી અને મોટા પગાર કાપનું જોખમ ઊભું થયું છે.

ઝોમેટોના સીઇઓ ડીપેન્દર ગોયલે જાહેરાત કરી હતી કે કોવિડ-10 લૉકડાઉનને કારણે બિઝનેસને મરણતોલ ફટકો વાગ્યો છે જેને કારણે કેટલાક કર્મચારીઓ સ્વેચ્છાએ પગાર કાપ લીધો છે.

ઉબર અને ઓલાના ડ્રાઇવરો ઘરમાં પૂરાઇ ગયા છે અને ફૂડ અને ઓનલાઇન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મના ડિલિવરી બોય્સ રસ્તા પર આવતા ડરી રહ્યા છે કારણકે તેમને લોકો અને પોલીસ દ્વારા પીટાઇનો ભય લાગી રહ્યો છે.

પોતાના કર્મચારીઓને ઘરે યોગા કરવાની સલાહ આપનાર ઉબર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તેણે દેશના તમામ શહેરોમાં તેની સેવાઓ બંધ કરી દીધી છે, આમ ઉબરના પ્લેટફોર્મ પર પોતાનું ગુજરાત ચલાવતા ડ્રાઇવરોની આજીવિકાને ગંભીર અસર પહોંચી છે.

ઉબરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ડ્રાઇવરોને તાત્કાલિક રાહત આપવા માટે અમે ઉબરની એક્સ્ચેન્જ લીઝિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (XLI)ની સહયોગી કંપનીઓ હેઠળ લીઝ પર લીધેલા વાહનો ચલાવતા ડ્રાઇવરોને નવી જાહેરાત ના કરીએ ત્યાં સુધી લીઝ રેન્ટલમાંથી મુક્તિ આપી છે.”

ઓલાએ તેનાથી પણ આગળ એક ડગલું ભર્યું છે અને સરકાર સમક્ષ તેના ડ્રાઇવરોની લોન માફ કરવા અને તેમની કર ચુકવણીઓ મુલતવી રાખવાની માગ કરી છે જેથી કરીને ડ્રાઇવરો નોવેલ કોરોના વાયરસના હુમલા સામે ટકી શકે. જોકે, કંપનીએ આ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

કંપનીના જણાવ્યા મુજબ, તે તેના ડ્રાઇવરોને ચોક્કસ વીમા અને તબીબી લાભો આપી રહી છે તેમજ રેન્ટલ ચાર્જિસ માફ કરી રહી છે.

ઓલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પુષ્ટિ આપી શકીએ છીએ કે, અમારા લીઝિંગ પ્રોગ્રામ હેઠળ ઓલાની પેટાકંપની ઓલા ફ્લીટ ટેક્નોલોજીસની માલિકીવાળા વાહનોનુ સંચાલન કરતા ડ્રાઇવરોના લીઝ રેન્ટલ, EMIને સમાન, અમે સંપૂર્ણપણે માફ કરીએ છીએ.”

કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે, તે તેના ડ્રાઇવરો અને તેમના જીવનસાથીને કોવિડ-19ના સંકટને પગલે આવકમાં થયેલા નુકસાન માટે વીમાના લાભો આપશે તેમજ આ સમયગાળા દરમિયાન દેશભરમાં તેના તમામ ડ્રાઇવર-પાર્ટનરને અન્ય તબીબી સહાય આપવાનું ચાલુ રાખશે.

કંપનીઓ અને દુકાનદારોએ પોતાના એકમો બંધ કરતા હજારો રોજમદાર કામદારો, ઓછા પગારમાં કામ કરતા હોટલ સ્ટાફ અને ડિલિવરી બોય્સ મહાનગરો છોડીને પોતાના વતન તરફ રવાના થઇ ગયા છે, કેટલાક તો બાઇકો પર જવા નીકળી ગયા છે.

સ્માર્ટફોન આધારિત અગ્રણી ફૂડ ડિલિવરી પ્લેફોર્મ ઝોમેટો અને સ્વિગીની હાલત કફોડી થઇ છે. જંગી મેનપાવર શોર્ટેજ અને કર્મચારીઓની પાંખી હાજરીને કારણે કંપનીઓ મુંઝાઈ છે.

ડિલિવરી બોય્સ પોતાના ઘરની બહાર નીકળીને ડિલિવરી કરવા તૈયાર નથી ત્યારે ખુબ જ ઓછા કર્મચારીઓની સાથે બિગબાસ્કેટ અને ગ્રોફર્સ જેવી ઓનલાઇન ગ્રોસરી કંપનીઓ તેમની જંગી પુરવઠા માગને સંતોષી શકતી નથી.

ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર્સને આ સમસ્યામાંથી ઉગારવા માટે હવે સૌની નજર સરકાર પર મંડાયેલી છે.

નાણા મંત્રી નિર્મલા સિથારામને ગુરુવારે સંકેત આપ્યો હતો કે, લૉકડાઉનને કારણે અસર પામેલા ઉદ્યોગો અંગે સરકાર ચિંતિત છે અને સરકાર ભવિષ્યમાં તેમના માટે કોઇ જાહેરાત કરી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા ગરીબોને ભોજન આપવાની અને તેમના હાથમાં નાણા મુકવાની છે. અમે અન્ય બાબતો પર બાદમાં વિચાર કરીશું.”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.