ETV Bharat / bharat

મતદાન પહેલા ચિરાગનો નારો 'નીતિશ કુઆ તો તેજસ્વી ખાઈ, લોજપા ભાજપા સરકાર બનાઈ'

author img

By

Published : Nov 2, 2020, 1:20 PM IST

PM Modi
PM Modi

નીતિશ કુમાર પર હુમલો કરતા ચિરાગ પાસવાને કહ્યું કે, મુખ્યપ્રધાન બિહારમાં ખુબ લોકપ્રિય છે. તેમના નામ પર કોઈ મત નહી આપે. મુંગેર જિલ્લામાં થયેલી હિંસાને લઈ ચિરાગ પાસવાને નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાનના ઈશારે મુંગેરમાં પોલીસે ગોળી ચલાવી હતી.

બિહાર: વિધાનસભા માટે મંગળવારના રોજ બીજા તબક્કાનું મતદાન છે. જેને લઈ બધી પાર્ટીઓ એક-બીજાની પાર્ટી પર આરોપ-પ્રતિઆરોપ લગાવી રહી છે. નેતાઓ વચ્ચે પ્રહારો શરૂ છે. આ વચ્ચે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધ્યુ હતુ. આ સિવાય પાર્ટીએ એક નવું સૂત્ર આપ્યું છે. આ સૂત્ર છે નીતિશ કુઆ તો તેજસ્વી ખાઈ ,લોજપા ભાજપ સરકાર બનાઈ,

ગોળીકાંડને લઈ નીતિશ કુમાર પર ગંભીર આરોપ

ચિરાગે મુંગેર ગોળીકાંડને લઈ નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, મુખ્યપ્રધાનના કહેવા પર ગોળીબાર થયો હતો. જમુઈના સાંસદે કહ્યું કે, નીતિશ કુમાર ઈન્કમટેક્સની છાપેમારીથી પરેશાન છે. ચિરાગે કહ્યું કે, નીતિશ કુમાર પાસે 15 વર્ષથી સુશાસનનો ટેગ છે પરંતુ હવે સચ્ચાઈ સામે આવી રહી છે.

શું હતી મુંગેર ઘટના

26 ઓક્ટોબરના રોજ મુંગેરમાં માતાજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન એક હોબાળો થયો હોવાના સમાચાર મળ્યા હતા, જેમાં ગોળી પણ ચલાવવામાં આવી હતી. આ ગોળીબારમાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકો રસ્તા પર આવી ગયા હતા અને એસપી કચેરીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. તે પછી ભારતના ચૂંટણી પંચે જિલ્લાના ડીએમ અને એસપીને પદ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

નિર્દોષ લોકો પર ગોળી ચલાવવાથી સૌથી મોટો ગુનો ક્યો હોઈ શકે

લોજપા નેતાએ કહ્યું નિર્દોષ લોકો અને દુર્ગા ભક્તો પર તમારી પોલીસ દ્વારા ગોળી ચલાવવાથી મોટો ગુનો ક્યો હોઈ શકે છે. નીતિશ કુમાર સરકાર મહિષાસુરનું એક રુપ બની ગઈ છે. સૌ લોકો જાણે છે કે, દુર્ગા પુજા દરમિયાન ભીડ વધી જાય છે. તો તમે શું ભીડને નિંયત્રિત કરવા માટે ગોળીબાર કરશો.

પલટુરામ તરીકે નીતિશ કુમાર જાણીતા છે

ચિરાગ પાસવાને કહ્યું કે, મુખ્યપ્રધાન પર છેલ્લા 15 વર્ષમાં સુશાસન બાબુનો ટેગ લાગેલો છે પરંતુ હવે તેમની પોલ સામે આવી રહી છે. તે ક્યારેય મુંગેર વિશે બોલ્યા નથી. તે પલટુરામના રુપમાં જાણીતા છે કારણ કે તે લાલુ વિરુદ્ધ હતા અને ફરી 2015માં તેમની સાથે સરકાર બનાવી હતી.ચિરાગે કહ્યું કે, નીતિશ કુમાર તસ્કરો માટે ચિંતિત છે કારણ કે, બિહારમાં પૈસાની લેવડ-દેવડ વગર દારુ વેહચી શકાતી નથી. તેમણે મુખ્યપ્રધાનને પુછ્યું કે,5 વર્ષમાં નીતિશ કુમારે શું કર્યું આવનાર દિવસોમાં પણ તેમનો શું રોડમેપ છે.

ચિરાગ પાસવાને નીતિશ કુમારને પત્ર લખ્યો

ચિરાગ પાસવાને નીતિશ કુમારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મુંગેર કાંડ થી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકાસના મુદ્દા પર સાહેબ ગભરાય છે. આ સાથે તેમણે અસંભવ નીતિશ હૈશટૈગનો ઉપયોગ કર્યો છે.તેમણે આગળ કહ્યું કે, નીતિશ કુમાર ચૂંટણીને વિકાસના મુદ્દા પરથી ભટકાવવા માટે પપ્પાના અંતિમ દિવસોના સવાલો ઉઠાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.