ETV Bharat / bharat

દિલ્હી ચાર્ટર્ડ ટર્મિનલ 15 જુલાઈ સુધીમાં શરૂ થવાની સંભાવના

author img

By

Published : Jul 2, 2020, 10:00 PM IST

દિલ્હી IGI એરપોર્ટ ટર્મિનલ-3 પાસે ડાયલ દ્વારા બનાવવામાં આવેલું ચાર્ટર્ડ ટર્મિનલ 15 જુલાઈ સુધીમાં શરૂ થવાની સંભાવના છે. તેની સુરક્ષા માટે CISFની ટીમ તૈનાત કરવામાં આવશે.

દિલ્હી ચાર્ટર્ડ ટર્મિનલ 15 જુલાઈ સુધીમાં શરૂ થવાની સંભાવ

દિલ્હીઃ IGI એરપોર્ટ ટર્મિનલ -3 પાસે ડાયલ દ્વારા બનાવવામાં આવેલું ચાર્ટર્ડ ટર્મિનલ આ મહિનામાં ખુલશે. તેની સુરક્ષા માટે CISFની ટીમ તૈનાત કરવામાં આવશે અને યાત્રીઓની સુરક્ષા અને ચેકીંગ માટે 50 જવાનો તૈનાત કરવામાં આવશે.

ડાયલ દ્વારા તૈયાર કરાયેલા આ ટર્મિનલની શરૂઆત થવાથી કોર્પોરેટ ગૃહોને મોટો ફાયદો થશે હાલમાં, ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરતા VIP લોકોને પણ સામાન્ય પ્રવાસીઓ સાથે આવવુ પડતુ હતુ પરંતુ ટર્મિનલ શરૂ થવાથી VIP લોકો આ ટર્મિનલમાં આવશે.

આ ટર્મિનલથી ફક્ત ડોમેસ્ટિક જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પણ ચલાવવામાં આવશે, આને કારણે અહીં કસ્ટમ ક્લિયરન્સ અને ઇમિગ્રેશનની સુવિધા પણ મળશે.

કોરોનાને કારણે કોઈ અડચણ ન આવે તો આ ટર્મિનલ 15 જુલાઈ સુધીમાં શરૂ થવાની સંભાવના છે. હાલમાં, તે અસ્થાયી રૂપમાં ચલાવવામાં આવશે અને થોડા સમય પછી તેને વધારે મોટું કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.