ખાતાવહી 2020: શું સ્ટીલ ઉદ્યોગની મજબૂતી ઇલેક્ટ્રિક વાહન માટે માર્ગ મોકળો કરશે?

author img

By

Published : Jan 26, 2020, 8:46 AM IST

Updated : Jan 27, 2020, 8:23 AM IST

etv bharat

ન્યૂઝ ડેસ્કઃ આ લેખમાં શાંતનુ રાય સમજાવે છે કે, કઈ રીતે દેશના સ્ટીલ ઉદ્યોગની મજબૂતીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનાના વૈશ્વિક મેન્યુફૅક્ચરિંગ કેન્દ્ર તરીકે ભારતને સ્થાપિત કરવા કરી શકાય છે. વાહન ઉદ્યોગ અત્યારે પરિવર્તનની સંક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. પર્યાવરણની વધતી જતી ચિંતાઓ વચ્ચે, આપણે ઇલેક્ટ્રિક વાહનો/શૂન્ય ઉત્સર્જન વાહનોને ક્રમશ:અપનાવવા તરફ આગળ વધીશું.

વર્ષ 2019માં ઇલેક્ટ્રિક વાહનો માટે હકારાત્મક પ્રતિભાવ અને વર્ષ ૨૦૨૦માં મોટી ઑટોમોબાઇલ કંપનીઓ માટેની યોજનાઓ સૂચવે છે કે ભારતીય ઇવીના બજારમાં માગ અને પૂરવઠાનો કોઈ પ્રશ્ન નહીં આવે. હકીકતે, તાજેતરમાં એક અહેવાલમાં, મૉર્ગન સ્ટેનલીએ સૂચવ્યું હતું કે ભારત અને ચીન વર્ષ 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં વિશ્વનું નેતૃત્વ કરશે.

પરંતુ, ખરેખર પ્રશ્ન એ છે કે – શું ભારત આ સ્પર્ધા કરી શકશે?

ઑટોમોબાઇલ ઉદ્યોગના વિકાસને પ્રેરતાં બળો બદલવાથી આપણા માટે મૂલ્યવાન તક પ્રસ્તુત થાય છે. સ્વદેશી સ્ટીલ ઉદ્યોગના સ્તર અને તેના ક્ષેત્ર પર મોટા પાયે મદાર રાખવાથી ભારત વિશ્વનું ઇવી મેન્યુફૅક્ચરિંગ કેન્દ્ર બની શકે છે.

આ કઈ રીતે શક્ય બને?

લિથિયમ ઉપરાંત ઇવી માટે નવું તેલ કે જે અન્ય મહત્ત્વની કાચી સામગ્રી છે અને જે પરિબળને ધ્યાનમાં લેવાની જરૂર છે તેનાથી માલિકીનો કુલ ખર્ચ ઘટશે, ટકાઉપણું સુનિશ્ચિત થશે, રચનાની ક્ષમતા, આવશે, ચાલનની ભ્રમણ સીમા વધશે, સુરક્ષાની સાથે સમાધાન કર્યા વગર વાહનનું વજન ઘટશે. આ પસંદગીની સામગ્રી ‘સ્ટીલ’ હશે અને ખાસ કરીને ઍડ્વાન્સ્ડ હાઇ સ્ટ્રૅન્થ સ્ટીલ (AHSS) અને ઇલેક્ટ્રિક સ્ટીલની નવી પેઢીનો પરિવાર હશે. આપણી પાસે લિથિયમનો જાણીતો ભંડાર નથી, તેથી આપણે આયાત પર આધાર રાખવાની જરૂર છે. આનાથી વિરુદ્ધ, આપણે આપણા સ્વદેશી સ્ટીલ ક્ષેત્રની સંભાવનાનો લાભ ઉઠાવીને મૂલ્ય શ્રૃંખલાના અન્ય અગત્યના ભાગો ઝડપી શકીએ છીએ કારણકે કાચું લોખંડ વિશાળ માત્રામાં હોવાથી અને નોંધપાત્ર જ્ઞાન હોવાથી આપણી પાસે ખર્ચનો લાભ છે.

વર્ષ 2018-19માં પ્રવાહી સ્ટીલ ઉત્પાદન 10.654 ટન છે ત્યારે એકંદર ઉત્પાદન મિશ્રણમાં મૂલ્ય વર્ધિત સ્ટીલ (એએચએસએસ અને ઇલેક્ટ્રિકલ સ્ટીલનું મિશ્રણ) 8-10 ટકાના ખૂબ જ નીચા સ્તરે છે અને આ સાથે આપણે આયાત પર નિર્ભર છે. ઘરેલુ ઊંચી કિંમતના મેન્યુફૅક્ચરિંગમાં આ મોટી અડચણ છે અને પરિણામે, કિંમતમાં નેતૃત્વ કરવાની આપણી ક્ષમતા ઘટાડે છે. આ રીતે, આપણે દેશમાં મૂલ્ય વર્ધિત સ્ટીલનું ઉત્પાદન વધારવાની તાત્કાલિક જરૂરિયાત છે.

ખાતાવહી 2020-21 પ્રોત્સાહનો અને સબસિડીની જરૂર

ઊંચી કિંમતના સ્ટીલના ઉત્પાદનને ઉત્તેજન આપવા સ્વીકાર્ય પ્રોત્સાહનો આપવાનું વિચારવું જોઈએ. એક સૂચન એ હશે કે જેટલા જથ્થાનું સ્ટીલ ઉત્પાદિત થાય તેના પ્રમાણમાં ઉત્પાદકોને કાચા માલ પર સબસિડી આપવી. બે, આયાત કરાયેલ પ્લાન્ટ અને યંત્રો પર આયાત સબસિડી આપવાથી અને મૂલ્ય શ્રૃંખલા પર વેરાઓને તાર્કિક બનાવવાથી પણ આ ક્ષેત્રને મહત્ત્વપૂર્ણ રીતે ઉત્તેજન મળી શકશે. ટૂંકમાં, યોગ્ય સમયે, યોગ્ય સુધારાઓથી ભારત માટે વૈશ્વિક ઇવી મેન્યુફૅક્ચરિંગ કેન્દ્ર બનવા માટે જવાબદાર આર્થિક સહાયક પ્રણાલિ (ઇકો સિસ્ટમ) સર્જી શકશે, સ્ટીલ અને ઑટો મૂલ્ય શ્રૃંખલામાં ટ્રિલિયન ડૉલરના બજારની તક અંકે કરી શકશે. આનાથી એકંદર અર્થતંત્ર પર ખૂબ જ ગુણન અસર પડશે.

લેખકઃ શાંતનુ રાય, જાણીતા મટિરિયિલ્સ ટૅક્નૉલૉજિસ્ટ અને નીતિ આયોગના સલાહકાર છે.

Intro:Body:

BUGHET 2020


Conclusion:
Last Updated :Jan 27, 2020, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.