ETV Bharat / bharat

રાજસ્થાનમાં ફોન ટેપિંગનો નવો ડખો, BJPએ CBI તપાસની કરી માંગ

author img

By

Published : Jul 18, 2020, 12:39 PM IST

Updated : Jul 18, 2020, 1:10 PM IST

bjp-demands-cbi-investigation-into-phone-tapping-in-rajasthan
રાજસ્થાનમાં ફોન ટેપિંગ નવો ડખો, BJPએ CBI તપાસની કરી માંગ

રાજસ્થાનની રાજકીય રામાયણ બંધ થવાનું નામ નથી લઈ રહી, ત્યાં હોર્સ ટ્રેડિંગ મુદ્દા એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્યોના ખરીદ-ફરોકનો ભાજપ પર આરોપ લગાવાયો છે, તો બીજી તરફ ભાજપે CBI તપાસની માંગ કરી છે.

નવી દિલ્હીઃ રાજસ્થાનની રાજકીય રામાયણ બંધ થવાનું નામ નથી લઈ રહી, ત્યાં હોર્સ ટ્રેડિંગ મુદ્દા એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્યોના ખરીદ-ફરોકનો ભાજપ પર આરોપ લગાવાયો છે, તો બીજી તરફ ભાજપે CBI તપાસની માંગ કરી છે.

રાજસ્થાનની રાજકીય બબાલમાં આજે ભૂકંપ સર્જાયો છે. ભાજપે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી ઓડિયો ટેપ મુદ્દે ફોન ટેપિંગની સીબીઆઈ પાસે તપાસ કરાવવા માંગ કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર રાજકીય નાટક કરી રહી છે. રાજસ્થાનમાં આંતરિક ડખો ચાલી રહ્યો છે. હાઈકમાન્ડથી લઈને હાઈકોર્ટ સુધી જંગ ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં ગહેલોતને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારથી જ શીતયુદ્ધ ચાલી રહ્યું છે. આમ, સંબિત પાત્રાએ કોંગ્રેસે જાહેર કરેલી ફોન ટેપના મામલે સીબીઆઈ પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

રાજસ્થાનમાં ફોન ટેપિંગ નવો ડખો, BJPએ CBI તપાસની કરી માંગ

પાત્રાએ સવાલ કર્યો છે કે, શું ફોન આ ટેપિંગ રાજસ્થાનમાં કરાયું હતું? જો આવું છે તો આ માટે રાજસ્થાન સરકારે નિયમોનું પાલન કર્યું નથી. રાજસ્થાનમાં કોંગ્રેસનો રાજકીય ડ્રામા આપ બધા જોઈ રહ્યાં છીએ. રાજસ્થાનમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન વચ્ચે 18 મહિનાથી વાતચીત થઈ નથી. શું ફોન ટેપિંગ કરાયું હતું. શું આ કાયદાકીય અને સંવેદનશીલ મુદ્દો નથી, રાજસ્થાન સરકારે આ મુદ્દે જવાબ આપવો જોઈએ.

મહત્વનું છે કે, રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ-ફરોકનો આ ઓડિયો સામે આવ્યા બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(SOG)એ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને ભાજપ નેતા સંજય જૈન વિરુદ્ધ કેસ કર્યો હતો. હાલ સંજય જૈનની ધરપકડ પણ કરાઈ છે. આ અંગે કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ ફરિયાદ કરી હતી. જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી, તો બીજી તરફ ભાજપે CBI તપાસની માંગ કરી છે.

શું છે વાયરલ ઓડિયોમાં?

મીડિયામાં જે કથિત ઓડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્યોના ખરીદ વેચાણ સાથે જોડાયેલી વાત છે. જેમાં એક વ્યક્તિ પોતાને સંજય જૈન અને બીજો પોતાને ગજેન્દ્ર સિંહ ગણાવી રહ્યો છે. આ સાથે જ વાતચીતમાં ભંવરલાલ શર્માના નામનો પણ ઉલ્લેખ છે. ઓડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, ઝડપથી જ 30ની સંખ્યા પુરી થઈ જશે. પછી રાજસ્થાનીમાં તે વિજયી ભવઃની વાત પણ કરી રહ્યો છે. એક વ્યક્તિ વાતચીત દરમિયાન કહી રહ્યો છે કે, આપણા સાથીઓ દિલ્હીમાં બેઠા છે, એ લોકો પૈસા લઈ ચુક્યા છે. પહેલો હપ્તો પહોંચી ચુક્યો છે. વાતચીત દરમિયાન પોતાને ગજેન્દ્ર સિંહ કહેતો વ્યક્તિ સરકારને પાડવાની વાત કરી રહ્યો છે. જોકે, ઈટીવી ભારત આ ઓડિયોની પુષ્ટી કરતું નથી.

આ ઓડિયો મુદ્દે ગેહલોત સરકારનો દાવો છે કે, ધારાસભ્યોની સોદાબાજીને લગતો ઓડિયો ગુરુવારે લીક થયો હતો. જેમાં એક અવાજ ગજેન્દ્ર સિંહ શેખાવતનો છે. વસુંધરાના વિરોધી દળના માનવામાં આવનાર શેખાવતે આ દાવાને નકારી દીધો છે. આ મુદ્દે રાજસ્થાનના રાજકારણ થઈ રહ્યું છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા વસુંધરા રાજે મૌન હતા. હવે વસુંધરા પર અશોક ગેહલોત સરકારને બચાવવાનો આરોપ લાગી રહ્યો છે. ભાજપના જે 72 ધારાસભ્ય છે, તે પૈકી 45 ધારાસભ્ય વસુંધરાના સમર્થક માનવામાં આવે છે.

Last Updated :Jul 18, 2020, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.