ETV Bharat / bharat

Ramlala consecration: પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે 400 કિલોનું તાળું, કારીગરની અંતિમ ઈચ્છા પુરી કરશે મહામંડલેશ્લર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 10:25 AM IST

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે 400 કિલોનું તાળું
પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે 400 કિલોનું તાળું

અલીગઢના રામ ભક્ત અને તાળા બનાવનાર સત્ય પ્રકાશ શર્માએ તેમની પત્ની સાથે મળીને રામ મંદિર માટે એક મહાકાય તાળું તૈયાર કરી રહ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે આ વિશ્વનું સૌથી મોટું તાળું છે. દરમિયાન સત્ય પ્રકાશ શર્માનું મૃત્યું થયું હતું. હવે નિરંજની અખાડાના મહામંડલેશ્વર તેમની અંતિમ ઈચ્છા પૂરી કરશે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે 400 કિલોનું તાળું

અલીગઢઃ જિલ્લાનું એક કપલ રામ લલ્લાને ભેટ આપવા માટે 400 કિલોનું તાળું તૈયાર કરી રહ્યું હતું. તેમની ઈચ્છા હતી કે એકવાર રામ મંદિર બની જાય પછી તે તેને અયોધ્યા લઈને જશે. આ દરમિયાન પતિનું મૃત્યું થયું હતું. હવે પતિની ઈચ્છા મુજબ પત્નીએ આ તાળું નિરંજની અખાડાના મહામંડલેશ્વરને સોંપ્યુ છે, તાળાનું બાકીનું કામ પૂર્ણ કરીને અયોધ્યા મોકલવા અપીલ કરવામાં આવી છે.

400 કિલોનું વિશાળ તાળું: જિલ્લાના સુરેન્દ્ર નગરના રહેવાસી સત્ય પ્રકાશ શર્મા સર્ણ સમર્પણ સાથે રામલલા માટે 400 કિલોનું વિશાળ તાળું તૈયાર કરી રહ્યા હતા. તેમની પત્ની રુક્મિણી દેવી પણ તેમાં સહકાર આપી રહી હતી. સત્ય પ્રકાશ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. પીએમ અને સીએમ દ્વારા તેમની વિશેષ કુશળતાની પ્રશંસા કરવામાં આવી હતી. તેઓ 22 જાન્યુઆરી પહેલા આ વિશાળ તાળું અયોધ્યા રામ મંદિરને સોંપવા માંગતા હતા. તાળું બનાવવામાં અંદાજે બે લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ તાળા પર ભગવાન રામનું ચિત્ર પણ કોતરવામાં આવ્યું છે. રામ ભક્તો પણ આ ખાસ તાળાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતાં. દરમિયાન, સત્ય પ્રકાશ શર્માનું 11 ડિસેમ્બર 2023ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. આ કારણે તેની ઈચ્છા અધૂરી રહી ગઈ.

મહામંડલેશ્વરે ઉપાડી તાળાની જવાબદારી: પતિની ઈચ્છા પૂરી કરવા માટે રુક્મિણી દેવીએ સોમવારે આ તાળું નિરંજની અખાડાના મહામંડલેશ્વર અને હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ ડૉ.અન્નપૂર્ણા ભારતીપુરીને સોંપ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે પતિના અવસાન બાદ તે હવે આ તાળાનું બાકીનું કામ પૂર્ણ કરી શકતી નથી. માટે તેને લઈ જાઓ, તેનું નિર્માણ પૂર્ણ કરીને અયોધ્યા લઈ જાઓ અને તેમના પતિની ઈચ્છા પૂરી કરો. મહામંડલેશ્વરે તેમને બાકીનું કામ પૂરું કરીને અયોધ્યા લઈ જવાની ખાતરી આપી. 22મીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તે પોતે જઈ રહ્યાં છે, તેમ જણાવ્યું હતું. તાળાનું કામ હજી ઘણું બાકી છે. જેના માટે કારીગરોને કામે લગાડવામાં આવ્યા છે. તેઓ દિવસ-રાત કામ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેને કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરીને અયોધ્યા લઈ જવામાં આવશે. તેઓ પોતે તાળું પોતાની સાથે લઈને જશે.

  1. Ram mandir: સુરતના આ રામભક્તે રામ મંદિરની થીમ પર સજાવી કાર, અયોધ્યા જશે આ કાર લઈને
  2. Ram Mandir : રામ મંદિરમાં સ્થપાશે મૈસુરના મૂર્તિકારે બનાવેલી મૂર્તિ, જુઓ આવી હશે રામલલ્લાની મૂર્તિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.