ETV Bharat / bharat

ભારતની ધરતી પર પાક ઉગાડવા બાંગ્લાદેશીઓએ ખેતર ભાડે લઈ લીધા

author img

By

Published : Oct 30, 2022, 7:15 AM IST

બાંગ્લાદેશી ખેડૂતો ભારતીય ખેતરોમાં પાક ઉગાડે છે. તેઓ નિયમિતપણે સવારે ભારતીય ભૂમિ પર આવે છે (Bangladeshi farmers illegal cultivation in India)અને સાંજે પાછા ફરે છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલા બંગાળની ધરતી પર આવું થઈ રહ્યું છે. જો ક્યારેય આ બાબત પ્રશાસનના ધ્યાને આવે છે તો તેમના પાક પર ટ્રેક્ટર ચલાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં આવા કિસ્સાઓ અટકતા નથી.

આ ગેરકાયદેસર છે: ભારતની ધરતી પર પાક ઉગાડવા બાંગ્લાદેશીઓએ ભારતમાં ખેતરો લીધા છે લીઝ પર
આ ગેરકાયદેસર છે: ભારતની ધરતી પર પાક ઉગાડવા બાંગ્લાદેશીઓએ ભારતમાં ખેતરો લીધા છે લીઝ પર

કૂચબિહાર (પશ્ચિમ બંગાળ): મોહમ્મદ રૂબેલ એક બાંગ્લાદેશી ખેડૂત છે જે દરરોજ સવારે ભારતની ધરતી પર ખેતી કરવા સરહદ પાર કરે છે (Bangladeshi farmers illegal cultivation in India)અને પછી પાછો જાય છે. તેણે એક ભારતીય પાસેથી ત્રણ વીઘા જમીન લીઝ પર લીધી છે. તેણે દર વીઘે રૂપીયા 3,000 ચૂકવવા પડે છે. (1 બીઘા 0.619 એકર બરાબર છે જો કે, પશ્ચિમ બંગાળમાં, 1 બીઘા લગભગ 0.33 એકર હોઈ શકે છે)

કાયમી ઉકેલ આવ્યો નથી: રૂબેલને ભારતમાં ખેતી કરવા માટે કોઈ પાસપોર્ટ કે કોઈ પરવાનગીની જરૂર નથી. આ એક સ્થાનિક વ્યવસ્થા છે અને રૂબેલ જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી તેને ચાલુ રાખી શકે છે. તે તેના જેવા એકમાત્ર નથી. એવા સેંકડો બાંગ્લાદેશીઓ છે કે જેઓ કોઈપણ મોટા અવરોધ વિના ભારતીય પ્રદેશમાં પશુઓ ચરાવવા અને ખેતીમાં રોકાયેલા છે. આમાંથી મોટાભાગના બાંગ્લાદેશી નાગરિકો કૂચબિહાર જિલ્લાના મેખલીગંજની બીજી બાજુના બાંગ્લાદેશી નાગરિકો છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર તિસ્તા નદીના કિનારે તેઓ રહે છે. પોલીસ અને BSFના નાક નીચે આ લોકો રોજીરોટી મેળવવા માટે સરહદ પાર કરે છે. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કેટલાક છૂટાછવાયા પગલાં લેવામાં આવ્યા હોવા છતાં, સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.

નજર રાખવી મુશ્કેલ: જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર,(India Bangladesh border ) "આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મુખ્યત્વે કૂચબિહારના કુચલીબારી વિસ્તારમાં તિસ્તા નદીની 25 પસ્તીની બાજુમાં આવેલા ગોવર નદીના પટ વિસ્તારમાં કરવામાં આવે છે." બાંગ્લાદેશ બાજુ ભારતીય સરહદની પાર રહેતા મોહમ્મદ મોનીરે કહ્યું કે, "મને એક ભારતીય પાસેથી થોડી વીઘા જમીન મળી છે. અમારા કરાર મુજબ, મારે તેની સાથે અડધો પાક વહેંચવો પડશે. મારી પાસે જમીન નથી અને તેથી જો હું મારી મહેનતથી થોડો પાક મેળવી શકું તો તે મારા માટે સારું છે." સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, "મુખ્ય સમસ્યા એ છે કે અહીંની સરહદ ઉબડખાબડ છે અને તેના પર નજર રાખવી મુશ્કેલ છે."

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ: તિસ્તા નદી એક વરિષ્ઠ જિલ્લા વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, "નદીની સીમા નક્કી કરવી મુશ્કેલ છે, સાથે સાથે તે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે મુખ્ય માર્ગ છે. કાંપના સંચયને કારણે આ ભાગમાં નદી ઊંડી નથી, જેના કારણે ગામલોકોને તેને પાર કરવામાં સરળતા રહે છે. તેથી તેમનું સંચાલન કરવું ખરેખર મુશ્કેલ છે."

દસ્તાવેજો બતાવવાની જરૂર: રસપ્રદ વાત એ છે કે, જ્યારે ભારતીય રહેવાસીઓએ તેમના તમામ દસ્તાવેજો બતાવવાના હોય છે, ત્યારે બાંગ્લાદેશીઓ ભારતની ધરતી પર મુક્તપણે ફરે છે. ETV ભારત સાથે વાત કરતા, સ્થાનિક રહેવાસી ગોપાલ રોયે કહ્યું, "અમે આ વિસ્તારમાં મુક્તપણે ફરી શકતા નથી. ક્યારેક બીએસએફના જવાનો અમારો પીછો કરે છે અને અમારે દસ્તાવેજો બતાવવાની જરૂર પડે છે. બાંગ્લાદેશના લોકો સાથે આવું નથી. તેઓ અહીં તેમના ઢોર ચરાવવા, ખેતરમાં મુક્તપણે કામ કરે છે."

વાવેતરનો નાશ: સ્થાનિક જિલ્લા પરિષદના સભ્ય ફુલ્ટી રોયે કહ્યું હતુ કે, "મને સમજાતું નથી. આ અસમાનતા શા માટે છે? ભારતીય ખેડૂતોએ આ બાબતે વહીવટીતંત્રને જાણ કરી છે અને અમે આ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. ભારતીય ખેડૂતોની ફરિયાદોના આધારે, મેખલીગંજ પોલીસે તાજેતરમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરીને મોટાભાગના ડાંગરના વાવેતરનો નાશ કર્યો હતો."

અમે ફરીથી પગલાં લઈશું: જો કે, આ ગેરકાયદેસર પ્રક્રિયાને અટકાવી શકી નથી કારણ કે સરહદની બીજી બાજુના લોકો વારંવાર આવે છે અને ખેતીની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. મેખલીગંજના બીડીઓ અરુણ કુમાર સામંતે કહ્યું હતુ કે,"જ્યારે અમને ખબર પડી ત્યારે અમે બાંગ્લાદેશી ખેડૂતો દ્વારા કરવામાં આવતી આખી ખેતીનો નાશ કર્યો.(India Bangladesh border ) અમને કહેવામાં આવી રહ્યું છે કે તે ફરી શરૂ થઈ ગયું છે. જો અમને કોઈ ચોક્કસ માહિતી મળશે, તો અમે ફરીથી પગલાં લઈશું."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.