ETV Bharat / bharat

અશ્નીર ગ્રોવરે BharatPeના MD પદેથી આપ્યું રાજીનામું

author img

By

Published : Mar 1, 2022, 3:29 PM IST

અશ્નીર ગ્રોવરે BharatPeના MD પદેથી આપ્યું રાજીનામું
અશ્નીર ગ્રોવરે BharatPeના MD પદેથી આપ્યું રાજીનામું

ફિનટેક ફર્મ BharatPe ના મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવરે આગામી બોર્ડ મીટિંગના એજન્ડા(Ashneer Grover, managing director of fintech firm BharatPe) પ્રાપ્ત કર્યા પછી તરત જ જૂના પદ પરથી રાજીનામું(ashneer grover resigns as md of bharatpe) આપી દીધું છે. બોર્ડ મીટિંગના એજન્ડામાં કન્સલ્ટિંગ ફર્મ પીડબલ્યુસીના રિપોર્ટના આધારે તેમની સામે કાર્યવાહી કરવાની વિચારણા સામેલ છે.

નવી દિલ્હી: ભારતપે એ એક નિવેદનમાં(statement from Bharatpe) જણાવ્યું હતું કે, "આગામી બોર્ડ મીટિંગ માટે એજન્ડા પ્રાપ્ત થયાની મિનિટો પછી અશ્નીર ગ્રોવરે BharatPe ના મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડ ડિરેક્ટર તરીકે રાજીનામું(Ashneer Grover, managing director of fintech firm BharatPe) આપ્યું છે." કાર્યસૂચિમાં પીડબલ્યુસીના તેમના આચરણ અંગેના અહેવાલની રજૂઆત અને તેના આધારે કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં લેવાનો સમાવેશ થાય છે. બોર્ડ રિપોર્ટના તારણોના આધારે પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. આ સંબંધમાં ગ્રોવરને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નથી. આ પહેલા અશ્નીરે 19 જાન્યુઆરીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે હું 1 માર્ચથી રજા પર જઈ રહ્યો છું.

અશ્નીર ગ્રોવરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) એ બોર્ડની તપાસ સ્થગિત કરવાની અરજીને ફગાવી દીધાના એક દિવસ બાદ અશ્નીર ગ્રોવરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બોર્ડને સંબોધતા, તેમના રાજીનામા પત્રમાં, અશ્નીર ગ્રોવરે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને બદનામ કરવા માટે આ શરમજનક રીતે કરવામાં આવ્યું છે. ગ્રોવરે લખ્યું કે, હું ભારે રાજીનામું લખી રહ્યો છું કારણ કે મને એવી કંપનીને અલવિદા કહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેનો હું સ્થાપક છું. હું ગર્વથી કહું છું કે આજે આ કંપની ફિનટેકની દુનિયામાં લીડર તરીકે ઉભી છે.

અશ્નીર ગ્રોવરે BharatPeના MD હતા

ફાઇનાન્શિયલ ટેક્નોલોજી ફર્મ BharatPe ના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવરને કંપનીમાં ચાલી રહેલી તપાસને રોકવા માટે તેમની સામે દાખલ કરવામાં આવેલી આર્બિટ્રેશન અરજીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગ્રોવરને સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) તરફથી કોઈ રાહત મળી નથી. આર્બિટ્રેશન સેન્ટરે કહ્યું છે કે BharatPe માં ટોચના મેનેજમેન્ટની ભલામણ પર કરવામાં આવી રહેલી કાર્યકારી સમીક્ષાને રોકવા માટે કોઈ કારણ નથી. ગ્રોવરે, SIAC સાથે ફાઈલ કરેલી તેમની અરજીમાં, કંપનીના કામકાજની ચાલુ સમીક્ષા પર સ્ટે માંગ્યો હતો, એમ કહીને કે તેમની સામે કરવામાં આવી રહેલી તપાસ ગેરકાયદેસર છે. આ અરજી પર પહેલી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થઈ હતી.

ગ્રોવરની તમામ માંગણીઓે નકારવામાં આવી

આર્બિટ્રેશન સેન્ટરના ઈમરજન્સી આર્બિટ્રેટરે ગ્રોવરની તમામ માંગણીઓને નકારીને બે દિવસ પહેલા કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો, જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રોવર આર્બિટ્રેટરના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી શકે છે. ભારતપે, જો કે, આ મામલો ન્યાયિક સુનાવણીનો વિષય હોવાથી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે ટિપ્પણી માટે ગ્રોવરનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો.

કોટક મહિન્દ્રા બેંકના કર્મચારી સાથે અભદ્ર ક્લિપ

કોટક મહિન્દ્રા બેંકના કર્મચારી સાથેની ફોન પર વાતચીતમાં દ્વેષપૂર્ણ ભાષણની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ગ્રોવરને ગયા મહિને ત્રણ મહિનાની રજા પર મોકલવામાં આવ્યો હતો. તે પછી કંપની મેનેજમેન્ટે કામગીરીની સમીક્ષા કરવા માટે ઓડિટ ફર્મ મેળવવાનો નિર્ણય લીધો હતો. અશ્નીર ગ્રોવરની પત્ની અને BharatPeના કંટ્રોલિંગ હેડ માધુરી જૈન ગ્રોવરને પણ નાણાકીય અનિયમિતતાઓ બદલ તાજેતરમાં કાઢી મૂકવામાં આવી છે.

માધુરી જૈન ગ્રોવરને પણ બરતરફ કરાઇ

ફાઇનાન્શિયલ-ટેક્નોલોજી કંપની BharatPe એ તેના 'નિયંત્રણ' વિભાગના વડા અને કંપનીના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરને નાણાકીય અનિયમિતતાના આરોપસર બરતરફ કર્યા છે. કંપનીના પ્રવક્તાએ બુધવારે બરતરફીની પુષ્ટિ કરી હતી, પરંતુ તેનું કારણ સ્પષ્ટ કર્યું નથી. દરમિયાન, વિકાસથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે BharatPe એ તેમના તમામ 244 કર્મચારી સ્ટોક ઓપ્શન્સ (ESOPs) પણ રદ કર્યા છે.

માધુરી તરફથી આ બાબત પર મૌન

માધુરીએ તરત જ ટિપ્પણી માટે મોકલેલા ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ગયા મહિને જ મેનેજમેન્ટ દ્વારા તેમને લાંબી રજા પર મોકલવામાં આવ્યા હતા. કોટક મહિન્દ્રા બેંકના કર્મચારી સાથે અભદ્ર ભાષાના ઉપયોગ અંગે પ્રકાશમાં આવ્યા બાદ માધુરીના પતિ અશ્નીર ગ્રોવર પણ ત્રણ મહિનાની રજા પર છે. જો કે તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ગ્રોવર દંપતીની આસપાસના વિવાદ બાદ, કંપની મેનેજમેન્ટે જોખમ સલાહકાર ફર્મ અલ્વારેઝ એન્ડ માર્શલને બિઝનેસની સમીક્ષા કરવા જણાવ્યું હતું. આ સમીક્ષામાં માધુરી વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાના મામલા મળી આવ્યા છે.

માધુરીના બરતરફનું કારણ

માધુરી પર પર્સનલ બ્યુટી ટ્રીટમેન્ટ, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની ખરીદી અને ફેમિલી ટ્રિપ માટે યુએસ અને દુબઈ માટે કંપનીના ફંડનો ઉપયોગ કરવાનો આરોપ છે. આ સિવાય માધુરીએ કથિત રીતે કંપનીના ખાતામાંથી તેના અંગત સ્ટાફને ચૂકવણી કરી હતી અને પરિચિતો પાસેથી નકલી રસીદો બનાવી હતી. ઓક્ટોબર 2018 થી, માધુરી, જેઓ BharatPe ના નાણાકીય પ્રભારી છે, તેમણે પોતે આ બિલોને મંજૂરી આપી હતી. આ સંદર્ભે સંપર્ક કરવામાં આવતા કંપનીના પ્રવક્તાએ બરતરફીનું કોઈ કારણ આપ્યું ન હતું અને કહ્યું હતું કે આ નિર્ણય 22 ફેબ્રુઆરીથી જ લાગુ થઈ ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.