સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ પ્રવાસે આર્મી ચીફ

author img

By

Published : Oct 18, 2021, 8:15 PM IST

સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ પ્રવાસે આર્મી ચીફ

ભારતીય સેનાએ સોમવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે, સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે છે. અને વ્હાઈટ નાઈટ કોર્પ્સ જીઓસી તેમને સુરક્ષાની સ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓ અંગે માહિતી આપશે.

  • ભારતીય સેના પ્રમુખ જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે
  • જમ્મુ-કાશ્મીરમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો
  • સેના પ્રમુખ સૈનિકો અને કમાન્ડરો સાથે વાતચીત કરશે

ન્યૂઝ ડેસ્ક: ભારતીય સેના પ્રમુખ (Army Chief) જનરલ એમએમ નરવાણે (General M M Naravane) સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન, વ્હાઇટ નાઈટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ-જીઓસી(General Officer Commanding-GOC) તેમને સુરક્ષાની સ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓ વિશે માહિતી આપશે. ભારતીય સેનાએ સોમવારે આ માહિતી આપી હતી.

એમએમ નરવાણે જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે

ભારતીય સેનાએ સોમવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે છે. અને વ્હાઈટ નાઈટ કોર્પ્સ જીઓસી તેમને સુરક્ષાની સ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓ અંગે માહિતી આપશે. તેમણે કહ્યું કે સેના પ્રમુખ આગળના વિસ્તારોની મુલાકાત લેશે અને સૈનિકો અને કમાન્ડરો સાથે વાતચીત કરશે.

24 કલાકથી ઓછા સમયમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી અને અન્ય એક ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકથી ઓછા સમયમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો હતો. બિહારના એક શેરી વિક્રેતા અને ઉત્તર પ્રદેશના એક સુથારની શનિવારે સાંજે આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.

આ પણ વાંચોઃ ગલવાન જેવી હરકત કરતા પહેલા ફફડશે ચીનના સૈનિકો, ભારતે વિકસાવ્યા વજ્ર, ત્રિશૂળ જેવા હથિયાર

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાઓ આ રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યાં કે લોકો જોતા જ રહી ગયા...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.