ETV Bharat / bharat

મહાત્મા ગાંધીના ફોટા બાદ નોંટો પર હવે દેખાશે ટાગોર અને કલામનો ફોટો

author img

By

Published : Jun 6, 2022, 9:42 AM IST

મહાત્મા ગાંધીના ફોટા બાદ નોંટો પર હવે દેખાશે ટાગોર અને કલામનો ફોટો
મહાત્મા ગાંધીના ફોટા બાદ નોંટો પર હવે દેખાશે ટાગોર અને કલામનો ફોટો

નોબેલ પુરસ્કાર વિજેતા વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલમેન કલામનો (Missileman Kalam) ફોટો પણ ભારતીય નોટ પર જોઈ શકાય છે. વાસ્તવમાં, કેટલીક ચલણી નોટો પર બહુવિધ અંકોના વોટરમાર્કને સામેલ કરવાની શક્યતાઓને શોધવા માટે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

નવી દિલ્હીઃ ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને 11મા રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલામનો ફોટો પણ જોઈ શકાય છે. અત્યાર સુધી ભારતીય નોટ પર માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર જ છપાતી હતી. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ (The New Indian Express) દ્વારા રવીન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામની તસવીરો ટૂંક સમયમાં કેટલીક નોટો પર દેખાઈ શકે છે.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર

શાહાનીને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા: નાણા મંત્રાલય અને RBI કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામની તસવીરો છાપવાનું વિચારી રહ્યાં (RBI considers using images a tagore and kalam on banknotes) છે. આ માટે, નાણા મંત્રાલય હેઠળની RBI અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL) એ ગાંધી, ટાગોર અને કલામ વોટરમાર્કના સેમ્પલના બે અલગ-અલગ સેટ IIT-દિલ્હીના એમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શાહાનીને મોકલ્યા છે. તેના દ્રારા આ બે સેટમાંથી વોટરમાર્કના સેમ્પલ પસંદ કરવામાં આવશે અને સરકાર દ્વારા અંતિમ વિચારણા માટે મુકવા માટે આવશે. પ્રોફેસર શહાની ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈન્સ્ટ્રુમેન્ટેશનના નિષ્ણાત છે અને સરકારે તેમને વોટરમાર્ક ચેક કરવાની જવાબદારી સોંપી છે. આ વર્ષે જાન્યુઆરીમાં મોદી સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

આ પણ વાંચો: IIFA 2022 કૃતિ સેનન બેસ્ટ એક્ટ્રેસ અને વિકી કૌશલને બેસ્ટ એક્ટરનો મળ્યો એવોર્ડ

વોટરમાર્ક સેમ્પલ ડિઝાઈન કરવાનો નિર્દેશ આપાયો: ગયા વર્ષે, RBIએ મૈસુર સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ મુદ્રાન પ્રાઈવેટ લિમિટેડ અને હોશંગાબાદમાં એસપીએમસીઆઈએલની (SPMCIL) સિક્યોરિટી પેપર મિલને વોટરમાર્ક સેમ્પલ ડિઝાઈન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં RBI અને એસપીએમસીઆઈએલએ (SPMCIL) તેમના નમૂનાઓ પરીક્ષણ માટે શાહાનીને મોકલ્યા હતા. પશ્ચિમ બંગાળમાં જન્મેલા ટાગોરનું નામ સમગ્ર વિશ્વમાં આદર સાથે લેવામાં આવે છે, જ્યારે ડૉ. APJ કલામ દેશની મહાન હસ્તીઓમાંથી એક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.