ETV Bharat / bharat

Etawah Lion Safari : ઇટાવા લાયન સફારીમાં "બાહુબલી"નું મોત, છ મહિનામાં 16 સિંહના મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 1:31 PM IST

ઇટાવા લાયન સફારી
ઇટાવા લાયન સફારી

ઈટાવા લાયન સફારીમાં વધુ એક સિંહનું મોત થયું છે. બાહુબલી નામક આ સિંહના મોત સાથે છ મહિના દરમિયાન મૃત્યુઆંક 16 સુધી પહોંચતા અનેક સવાલો ઉભા થયા છે. મળતી માહિતી અનુસાર લાંબી બિમારીના કારણે સિંહનું મોત થયું છે.

ઉત્તરપ્રદેશ : ઇટાવા સ્થિત લાયન સફારીમાં બબ્બર સિંહ બાહુબલીનું મંગળવારના રોજ મોડી સાંજે ઈટાવાના લાંબી બીમારી બાદ મોત થયું હતું. લાયન સફારી દ્વારા આ અંગેની માહિતી આપતા જણાવવામાં આવ્યું કે, છેલ્લા છ મહિનામાં લાયન સફારીમાં 16 સિંહના મોત થયા છે.

સિંહનું મોત : લાયન પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર વિનયકુમાર પટેલે મંગળવારની રાત્રે જણાવ્યું હતું કે, ગંભીર બિમારીથી પીડિત સિંહ બાહુબલીનું સાંજે લગભગ 6.15 વાગ્યે મૃત્યુ થયું હતું. તે લગભગ 1.5 વર્ષથી મેગા કોલોન નામની બીમારી હતી. ગંભીર હાલતમાં તેને 10 નવેમ્બરના રોજ સફારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી બાહુબલીની તબિયત સતત બગડતી જતી હતી. મંગળવારના રોજ મોડી સાંજે તેનું અવસાન થયું હતું.

16 સિંહના મોતનો મામલો : વિનયકુમાર પટેલે વધુમાં કહ્યું કે, સિંહ બાહુબલીને બચાવવા માટે દેશના જાણીતા નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાયો નહોતો. તેની સારવાર મથુરા વેટરનરી કોલેજના નિષ્ણાત ડો. આર.પી. પાંડે અને ડો. મુકેશ શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ ચાલી રહી હતી. 10 નવેમ્બરથી તેણે ખાવાનું ઓછું કરી દીધું હતું. 24 નવેમ્બરથી તેણે લડખડાઈને ચાલવાનું શરૂ કર્યું. 26 નવેમ્બરના રોજ તેના પાછળના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. 7 ડિસેમ્બરના રોજ સફારી પાર્કની વેટરનરી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સિંહનું પોસ્ટમોર્ટમ IVRI બરેલીના નિષ્ણાતો અને અન્ય વેટરનરી અધિકારીઓની પેનલ દ્વારા કરવામાં આવશે.

  1. Delhi Weather: દિલ્હી-NCRમાં આજે પણ ગાઢ ધુમ્મસ, ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી, ઓરેન્જ એલર્ટ જાહેર
  2. Ramlala Pran Pratishtha : પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માર્ચ સુધી અયોધ્યા હાઉસ ફુલ, હોટલનું ભાડું એક લાખથી ઉપર પહોચ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.