ETV Bharat / bharat

Amit Shah ને મળી શકે અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના

author img

By

Published : Sep 29, 2021, 9:58 AM IST

Amit Shah ને મળી શકે અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના
Amit Shah ને મળી શકે અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હી આવશે. તેઓ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત થઈ શકે છે. અનેક અટકળો વચ્ચે અમરિંદર સિંહ અમિત શાહ સાથે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાઓ વિશે કરી શકે છે ચર્ચા, તેમના વફાદારા અને કોંગ્રેસી નેતાઓને પણ દિલ્હીમાં મળશે

  • આજે અમિત શાહને મળશે અમરિંદર, કૃષિ કાયદા પર થઈ શકે છે ચર્ચા
  • ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહ આજે શાહને મળશે
  • પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હી આવશે

નવી દિલ્હી : પંજાબના રાજકારણમાં નવો ભૂકંપ આવી શકે છે. ખરેખર, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હી આવી રહ્યા છે. અહીં આવતા તેઓ સાંજે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળી શકે છે. એવી અટકળો છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે. અમરિંદર બપોરે 3.30 વાગ્યાની આસપાસ પંજાબથી દિલ્હી જવા રવાના થશે. પછી આ બેઠકો સાંજે યોજાઈ શકે છે. જોકે, આ બેઠક અંગે તમામ અટકળો વચ્ચે કેપ્ટન અમરિંદરની ટીમનું કહેવું છે કે, આ એક ખાનગી પ્રવાસ છે. કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકારે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, કેપ્ટન અમરિંદરની દિલ્હી મુલાકાત અંગે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. તે એક ખાનગી પ્રવાસ પર છે, જ્યાં તે તેના કેટલાક મિત્રોને મળશે અને કપૂરથલા હાઉસ ખાલી કરવા માટે આવી રહ્યા છે. માટે કોઈ અટકળો ન કરવી જોઈએ.

આ પણ વાંચો : પરમાણુ નિરશસ્ત્રીકરણનું લક્ષ્ય તબક્કાવાર રીતે જ પ્રાપ્ત કરી શકાય છે : શૃંગલા

અલગ પાર્ટી બનાવવાનું પણ લગાવવામાં આવે અનુમાન

અમરિંદર સિંહે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે લાંબા વિવાદ બાદ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી, કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના સીએમ બનાવ્યા છે. સીએમ પદ પછી શક્ય છે કે અમરિંદર સિંહ પણ કોંગ્રેસ છોડી શકે. મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિન્દર સિંહે દુ:ખ વ્યક્ત કર્યું અને એમ પણ કહ્યું કે, તેમને અપમાનિત લાગ્યું, ત્યારબાદ તેમણે મુખ્યપ્રઘાન પદ છોડવાનો નિર્ણય કર્યો. અમરિન્દર સિંહે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો કોંગ્રેસ 2022 માં પંજાબની ચૂંટણી જીતી જાય તો પણ તેઓ નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી બનવા દેશે નહીં. તેમણે કહ્યું હતું કે તેઓ સિદ્ધુ સામે મજબૂત ઉમેદવાર ઉભા કરશે. આ કારણે અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ પંજાબમાં પણ પોતાની પાર્ટી બનાવી શકે છે.

આ પણ વાંચો : હવે દિલ્હીના તમામ સરકારી સ્કૂલોમાં દેશભક્તિનો અભ્યાસક્રમ ભણાવાશે, CM Kejriwalએ અભ્યાસક્રમનો કરાવ્યો પ્રારંભ

નવા પ્રધાન પરિષદમાં અમરિંદરના પાંચ નજીકના સંબંધીઓને સ્થાન નથી

પંજાબના નવા મુખ્યપ્રઘાન ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે રાજ્ય મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ કર્યું. આમાં 15 કેબિનેટ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં સાત નવા ચહેરા છે. પૂર્વ મુખ્યપ્રઘાન અમરિંદર સિંહના વફાદાર પાંચ ધારાસભ્યોને તેમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. પ્રઘાન પરિષદના વિસ્તરણ પર કોંગ્રેસના મહાપ્રધાન હરીશ રાવતે કહ્યું હતું કે, આ કવાયત યુવાન ચહેરાઓ લાવવા અને સામાજિક અને પ્રાદેશિક સંતુલન બનાવવા માટે કરવામાં આવી છે. તેમજ અનિલ વિજે ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું, મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ ભાજપના નેતા અને હરિયાણાના પ્રધાન અનિલ વિજે, કેપ્ટન અમરિંદર સિંહને રાષ્ટ્રવાદી ગણાવ્યા હતા. આ સાથે જ ભાજપમાં જોડાવાની ઓફર પણ કરી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.