ETV Bharat / bharat

આભ ફાટ્યાના 2 દિવસ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ, ભક્યોમાં અનોખો ઉત્સાહ

author img

By

Published : Jul 11, 2022, 4:29 PM IST

આભ ફાટ્યાના 2 દિવસ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ, ભક્યોમાં અનોખો ઉત્સાહ
આભ ફાટ્યાના 2 દિવસ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ, ભક્યોમાં અનોખો ઉત્સાહ

વાદળ ફાટવાની દુર્ઘટનાને કારણે 16 લોકોના મોતના કારણે સતત બે દિવસ રોકાયા બાદ અમરનાથ યાત્રા (Amarnath Yatra resumes) સોમવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી.

અમરનાથ: વાદળ ફાટવાની દુર્ઘટનાને કારણે 16 લોકોના મોતના કારણે સતત બે દિવસ રોકાયા બાદ અમરનાથ યાત્રા (Amarnath Yatra resumes) સોમવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી. હજારો તીર્થયાત્રીઓએ પવિત્ર મંદિરની યાત્રા ફરી શરૂ કરી. આમ અમરનાથ યાત્રીઓનો નવો કાફલો આજે સવારે પહેલગામના નુનવાન બેઝ (Pahalgaun nunvan base) કેમ્પ કેમ્પથી રવાના થયો હતો.

આ પણ વાંચો: શું પીજી વિના કોઈ ગણિતમાં પીએચડી કરી શકે?

આ દરમિયાન ગુફામાંથી પરત ફરતા તીર્થયાત્રીઓ (Amarnath caves pilgrims) પણ મોટી સંખ્યામાં જમ્મુ જવા રવાના થયા હતા. યાત્રા પુન: શરૂ થતાં યાત્રિકોમાં ભારે ઉત્તેજના પ્રસરી છે. યાત્રાળુઓએ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: Trending English words: શું તમે આ 10 ટ્રેન્ડિંગ અંગ્રેજી શબ્દો વિશે જાણો છો?

શુક્રવારે અમરનાથ ગુફા પાસે વાદળ (Amarnath cloud brust) ફાટવાને કારણે બે વર્ષના અંતરાલ પછી 30 જૂને શરૂ થયેલી વાર્ષિક તીર્થયાત્રા અટકી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.