ETV Bharat / bharat

જાના થા જાપાન ઔર...રેલગાડી રસ્તો ભૂલી ગઈ, સમસ્તીપુરના બદલે અહીં પહોંચી

author img

By

Published : Aug 5, 2022, 6:49 PM IST

જાના થા જાપાન ઔર...રેલગાડી રસ્તો ભૂલી ગઈ, સમસ્તીપુરના બદલે અહીં પહોંચી
જાના થા જાપાન ઔર...રેલગાડી રસ્તો ભૂલી ગઈ, સમસ્તીપુરના બદલે અહીં પહોંચી

પૂર્વ મધ્ય રેલવેની બરૌનીથી સમસ્તીપુર જતી ટ્રેન ખોટા ટ્રેક (Amarnath Express train lost route) પર ચાલીને વિદ્યાપતિનગર પહોંચી હતી. ત્યારબાદ ત્યાંથી ટ્રેનને બચવાડા પરત લાવવામાં આવી હતી. જે બાદ સમસ્તીપુર જવા રવાના થયા હતા.

પટના: દરેકે એ વાત તો સાંભળી જ હશે કે, જાના થા જાપાન ઔર પહોંચ ગયે ચીન... આવી ઘટના ભારતીય રેલવે સાથે બની ગઈ છે. ક્યાંક જવું હતું અને ક્યાંક પહોંચી ગયા. હકીકતમાં ગુવાહાટીથી જમ્મુ તાવી જઈ (Jammu Tawi train) રહેલી 15653 અપ અમરનાથ એક્સપ્રેસ (Amarnath Express train lost route) વહેલી સવારે ટ્રેક ભૂલી ગઈ હતી. આ ટ્રેન બરૌનીથી રવાના થયા બાદ સમસ્તીપુર (Indian Railway Samastipur Bihar) જવાની હતી. પરંતુ વિદ્યાપતિનગર પહોંચી ગઈ હતી. આ બાબતની જાણ થતાં જ સોનપુર રેલવે વિભાગના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. બીજી તરફ મામલાની ગંભીરતાને જોતા સોનપુર DRM નીલમણીએ બચવાડા સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર કુંદન કુમાર અને સૂરજ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

ખોટા ટ્રેક પર પહોંચી ગઈ ટ્રેન: ટ્રેન ડ્રાઈવર (લોકોપાયલટ) કંઈક સમજી શકે ત્યાં સુધીમાં ટ્રેન વિદ્યાપતિ નગર સ્ટેશન પાસે પહોંચી ગઈ હતી. ઉતાવળમાં લોકોપાયલટે ટ્રેનના સ્ટોપ કંટ્રોલને જાણ કરી. જ્યારે કંટ્રોલ રૂમના અધિકારીઓને આ અંગેની જાણકારી મળી જ્યારે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ટ્રેનને બચવારા બૈરાંગ પરત લાવવામાં આવી હતી. જેમાં એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. એ બાદ અમરનાથ એક્સપ્રેસ ટ્રેન સવારે સમસ્તીપુર જવા રવાના થઈ હતી.

આ પણ વાંચો: Tarnetar Fair 2022 : લમ્પીથી તરણેતરના મેળાની રંગત થઇ ફિક્કી, રદ થઇ બે સ્પર્ધા

કંટ્રોલ રૂમને જાણ કરીઃ અમરનાથ એક્સપ્રેસનો ડ્રાઈવર કંઈક સમજી શકે ત્યાં સુધીમાં ટ્રેન વિદ્યાપતિનગર સ્ટેશનના આઉટર સિગ્નલ પર પહોંચી ગઈ હતી. ડ્રાઈવરે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરી. જે બાદ ટ્રેનને બચવાડા પરત લાવવામાં આવી હતી. ત્યારબાદ સવારે 6.15 કલાકે ટ્રેન સમસ્તીપુર જવા રવાના થઈ હતી.

અધિકારીએ પુષ્ટિ કરી: પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી બિરેન્દ્ર કુમાર સાથેની વાતચીત પર તેમણે સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું કે વિભાગે આ બાબતે ભૂલ કરી છે. રેલવેએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે જીએમએ આદેશ આપ્યો છે કે તપાસ રિપોર્ટમાં જે કર્મચારીઓ દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બંને સ્ટેશનના સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.