ETV Bharat / bharat

કલમ 370 કેસ: કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક, મહેબૂબા મુફ્તીને કરાયા નજરકેદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 11:23 AM IST

કલમ 370 કેસ
કલમ 370 કેસ

સુપ્રીમકોર્ટમાં આજે કલમ 370 કેસને લઈને ચુકાદો જાહેર થઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, જમ્મુ અને કાશ્મીર પોલીસે ખીણમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતી વધારી છે જ્યારે સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓને ખોટા નિવેદનો અથવા અફવાઓથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કલમ 370ના ચુકાદા પહેલા કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

શ્રીનગર: સુપ્રીમ કોર્ટ આજે કલમ 370 નાબૂદ કરવા પર અંતિમ ચુકાદો આપશે. આને ધ્યાનમાં રાખીને કાશ્મીર ઘાટી અને જમ્મુમાં સુરક્ષા જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે જ્યારે સોશિયલ મીડિયા પર કડક નજર રાખવામાં આવી રહી છે. નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ બંધારણીય દરજ્જો આપનારી કલમ 370ને કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ રદ કરી હતી.

જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો, ખાસ કરીને નેશનલ કોન્ફરન્સ, પીડીપી, પીપલ્સ કોન્ફરન્સ, અવામી નેશનલ કોન્ફરન્સ અને સીપીઆઈએમ અને અન્યોએ કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી, જેના પર કોર્ટ આજે અંતિમ ચુકાદો આપશે. ચાર વર્ષના લાંબા ગાળા બાદ કોર્ટે આ વર્ષે ઓગસ્ટમાં આ અરજીઓની સુનાવણી કરી હતી અને ત્રણ મહિના પછી આજે તેનો નિર્ણય જાહેર કરશે. જમ્મુ અને કાશ્મીરના વિપક્ષી રાજકીય પક્ષો ખાસ કરીને નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ દાવો કર્યો છે કે પોલીસ તેના કાર્યકરો અને નેતાઓ પર દેખરેખ વધારી દીધી છે અને તેમને કોઈપણ પ્રકારના પ્રદર્શનથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો છે. જો કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ સરકારને ખાતરી આપી છે કે કોર્ટનો નિર્ણય લોકો વિરુદ્ધ હશે તો પણ તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવશે. જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોની તમામ નજર સુપ્રીમ કોર્ટ પર છે અને આશા વ્યક્ત કરી છે કે કોર્ટ લોકોને ન્યાય કરશે.

નોંધનીય છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી કોર્ટની પાંચ સભ્યોની બેંચ આજે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવી રહી છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભાજપ સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી અને ભૂતપૂર્વ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું

કલમ 370 પર આજે સુપ્રીમકોર્ટનો ચુકાદો: ઘણી પાર્ટીઓને અનુકૂળ નિર્ણયની આશા, ભાજપે કહ્યું- દરેક કરે નિર્ણયનું સન્માન

જ્ઞાનવાપી પરિસરમાં સર્વેનો રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરશે ASI, ખંડિત હનુમાન પ્રતિમા, કળશ સહિત મળ્યાં ઘણા પુરાવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.