ETV Bharat / bharat

Adani મુંબઈ એરપોર્ટનું Headquarter ખસેડીને અમદાવાદ લઇ આવ્યાં

author img

By

Published : Jul 20, 2021, 5:04 PM IST

Adani મુંબઈ એરપોર્ટનું Headquarter ખસેડીને અમદાવાદ લઇ આવ્યાં
Adani મુંબઈ એરપોર્ટનું Headquarter ખસેડીને અમદાવાદ લઇ આવ્યાં

મુંબઈ એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ અદાણી જૂથ ( Adani Group ) દ્વારા એરપોર્ટનું મુખ્યમથક બદલવામાં આવ્યું છે. મુંબઈ એરપોર્ટનું ( Mumbai Airport ) મુખ્યાલય અમદાવાદ ( Ahmedabad ) શિફ્ટ કરવામાં આવ્યું છે. આ સમાચારને પગલે મુંબઈના વેપારજગતમાં નવી ચર્ચા શરૂ થઈ હતી.

  • અદાણી એરપોર્ટ બિઝનેસના નવા સીઈઓ બન્યાં આર. કે. જૈન
  • કંપનીએ લીધો મુંબઇ એરપોર્ટનું વડુંમથક બદલવાનો નિર્ણય
  • મુંબઈ એરપોર્ટનું કંપની મુખ્યાલય અમદાવાદ ખસેડાશે

મુંબઈઃ મુંબઈ એરપોર્ટનો ( Mumbai Airport ) દોર હાથમાં આવતાં જ અદાણીએ ( Adani Group ) કંપનીના સીઇઓને બદલી નાંખ્યાં છે. હવે અદાણી એરપોર્ટ બિઝનેસના નવા સીઈઓ બન્યાં છે આર કે જૈન.(AAHL CEO R K Jain ) જૈન બેન જૈનદીની જગ્યા લેશે. આ ઉપરાંત અદાણી જૂથે એએએચએલના ( AAHL ) મુખ્યાલયને મુંબઈથી અમદાવાદ ( Ahmedabad ) ખસેડવાનો પણ નિર્ણય કર્યો છે.

જૈનને એરપોર્ટ બિઝનેસના CEO

અદાણી સમૂહે ( Adani Group ) મુંબઇ વિમાન મથકના મુખ્ય કાર્યકારી અધિકારી સીઇઓ- આર કે જૈનને પોતાના એરપોર્ટ બિઝનેસના સીઇઓ પણ નિયુક્ત કર્યાં છે. જૈન બેન જૈનદીની જગ્યા લઇ રહ્યાં છે. જૈન હવે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્ઝ લિમિટેડ એએએચએલ-માં બિનહવાઈ બિઝનેસના સીઇઓ તરીકે કામ સંભાળશે. આ નિર્ણય એએએચએલ ( AAHL ) દ્વારા ગત સપ્તાહમાં મુંબઈ એર્પોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ- એમઆઈએએલ- નું સંચાલન જીવીકે સમૂહ પાસેથી લેવાયાં બાદ કરવામાં આવ્યો છે. એએએચએલ અદાણીની સહાયક કંપની છે જે એરપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

અદાણીના શેર ગગડતાં અટકાવવા ગૌતમ અદાણીએ લીધું જરુરી પગલું

17 જૂલાઈએ બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર એએએચએલના ( AAHL ) અધ્યક્ષ પ્રકાશ તુલસિયાની મુંબઈ એરપોર્ટના સીઇઓનો પદભાર સંભાળશે. આ સિવાય અદાણી સમૂહે એએએચએલના મુખ્યાલયને મુંબઇથી અમદાવાદ ( Ahmedabad ) સ્થળાંતરિત કરવાનો પણ નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ અદાણી પોર્ટ પર લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન રેલવે એન્જિન ધડાકાભેર પટકાયું, આસપાસમાં લોકો હાજર હોવા છતાંય જાનહાનિ ટળી

જીવીકે નાણાકીય સંકટનો સામનો કર્યા પછી અદાણીએ જીવીકે જૂથમાંથી મુંબઈ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. અદાણી પાસે હવે દેશના સાત એરપોર્ટનું સંચાલન છે જેમાં લખનૌ એરપોર્ટ, જયપુર એરપોર્ટ, ત્રિવેન્દ્રમ એરપોર્ટ, ગુવાહાટી એરપોર્ટ, મેંગ્લોર એરપોર્ટ, ગુજરાતનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને મુંબઇ એરપોર્ટ શામેલ છે. અદાણી પાસે આગામી 50 વર્ષ સુધી આ વિમાની મથકોનું સંચાલન રહેશે.

આ પણ વાંચોઃ ત્રણ FPIના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના સમાચાર પાછળ અદાણી ગ્રુપના શેરોમાં કડાકો, કંપનીએ કરી સ્પષ્ટતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.